World Bank: વિશ્વ બેંકે કહ્યું- 2023 વૈશ્વિક અર્થવ્યવસ્થામાં મંદીની આશંકા! ગ્રોથ રેટના અનુમાનને ઘટાડીને કર્યું 1.7%
World Bank: 2023 માટે ગ્લોબલ ગ્રોથ રેટને ઘટાડીને 1.7 ટકા કરી દીધો છે. પહેલા વિશ્વ બેંકે 3 ટકાનું અનુમાન વ્યક્ત કર્યું હતું.
Trending Photos
નવી દિલ્હીઃ World Bank On Global Economy: વિશ્વ બેંકે કહ્યું છે કે તમામ મુખ્ય અને અગ્રણી અર્થવ્યવસ્થાઓ અમેરિકા, યુરોપ અને ચીનના વિકાસ દરમાં ઘટાડાને કારણે ચાલુ વર્ષમાં વૈશ્વિક અર્થવ્યવસ્થા મંદીની નજીક હશે. વિશ્વ બેંકે તેના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું છે કે તેણે 2023 માટે વૈશ્વિક વિકાસ દર અગાઉના 3 ટકાથી ઘટાડીને 1.7 ટકા કર્યો છે.
વર્લ્ડ બેંકે મંગળવારે આ રિપોર્ટ જાહેર કર્યો છે. જો વિશ્વ બેંકની આ આગાહી સાચી સાબિત થશે તો ત્રણ દાયકામાં આ ત્રીજી વખત હશે જ્યારે આર્થિક વૃદ્ધિ સૌથી નબળી હશે. અગાઉ, 2008માં વૈશ્વિક નાણાકીય સંકટને કારણે, 2020માં કોરોના મહામારીના કારણે વૈશ્વિક વિકાસ દરમાં મોટો ઘટાડો થયો હતો. રિપોર્ટ અનુસાર અમેરિકા આ વર્ષે મંદીથી બચી શકે છે. પરંતુ અમેરિકાનો વિકાસ દર માત્ર 0.5 ટકા રહેવાનો અંદાજ છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોરોના મહામારી અને યુક્રેન યુદ્ધના કારણે અમેરિકામાં સપ્લાય ચેનમાં વિક્ષેપ આવી શકે છે. યુરોપને ચીનની નબળી અર્થવ્યવસ્થાનો માર સહન કરવો પડી શકે છે. વિશ્વ બેંકે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે અમેરિકા અને યુરોપમાં વ્યાજદર વધવાના કારણે તે ગરીબ દેશોમાંથી રોકાણ આકર્ષશે, જેના કારણે આ દેશોમાં રોકાણ સંકટ સર્જાઈ શકે છે.
આ પહેલા ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે પણ 2023-24માં ભારતનો આર્થિક વિકાસ દર 6.1 ટકા રહેવાનું અનુમાન કર્યું છે. જે 2022-23માં 6.8 ટકા રહેવાની ધારણા છે. IMFએ કહ્યું છે કે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો, નબળી બાહ્ય માંગ અને કડક નાણાકીય નીતિના કારણે આર્થિક વિકાસ દર ઘટી શકે છે. IMFએ કહ્યું છે કે ભારતમાં આગામી બે વર્ષમાં મોંઘવારી ઘટી શકે છે. જો કે, તેણે ચેતવણી પણ આપી છે કે કોરોના વાયરસના ખતરનાક વેરિએન્ટ વેપાર અને આર્થિક વિકાસને અસર કરી શકે છે. IMF અનુસાર, યુક્રેનમાં યુદ્ધ અને રશિયા પર લાદવામાં આવેલા પ્રતિબંધો ભારતને ઘણી રીતે અસર કરી રહ્યા છે, જેમાં કોમોડિટીની વધતી કિંમતો, નબળી બાહ્ય માંગ અને આત્મવિશ્વાસની ખોટ સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે