વર્લ્ડ બેંકના રિપોર્ટે આખી દુનિયાની ચિંતા વધારી, ગરીબ દેશ તબાહ થઈ જશે
World Bank Report: દેશમાં મંદીના ભણકારા લાંબા સમયથી સંભળાઈ રહ્યા છે. તેનો અંદાજો દુનિયાની મોટી-મોટી કંપનીઓમાં શરૂ થયેલી મોટી છટણીના સિલસિલાથી પણ લાગી રહ્યો છે. હવે વિશ્વ બેંકના રિપોર્ટે વૈશ્વિક વિકાસ દરના અનુમાનમાં ઘટાડો કરતાં આ પ્રકારના સંકેત મળી રહ્યા છે.
Trending Photos
Recession in 2023: મંદીનો ઓછાયો આખી દુનિયા પર વર્તાઈ રહ્યો છે. તેના લાંબા સમયથી ભણકારા વાગી રહ્યા છે અને હવે વર્લ્ડ બેંકે નવા રિપોર્ટમાં આજ પ્રકારના સંકેત આપ્યા છે. મંગળવારે પોતાના વાર્ષિક રિપોર્ટમાં વર્લ્ડ બેંકે ગ્લોબલ ઈકોનોમીના ગ્રોથ રેટનું અનુમાન ઘટાડીને 1.7 ટકા કરી દીધું છે. આ પહેલાં તેને ત્રણ ટકા રહેવાનું પૂર્વાનુમાન જાહેર કર્યુ હતું.
1.7 ટકા કર્યુ ગ્રોથ રેટનું અનુમાન:
વૈશ્વિક નિગમે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે અમેરિકા, ચીન અને યૂરોપ જેવી દુનિયાની મોટી અર્થવ્યવસ્થાઓના વિકાસ દરમાં ઘટાડાના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા હાલના વર્ષમાં મંદીની અત્યંત નજીક પહોંચી રહી છે. તેના કારણે 2023 માટે ગ્લોબલ ઈકોનોમીના ગ્રોથ અનુમાનને ઘટાડીને 1.7 ટકા કરી દીધું છે. આ આર્થિક વૃદ્ધિનું 3 દાયકામાં ત્રીજું સૌથી ઓછું અનુમાન છે. આ પહેલાં 2008 અને 2020માં કોરોનાના પ્રકોપના કારણે વિકાસ દરમાં ઘટાડો નોંધવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: ગુજરાતના Top 5 સુંદરત્તમ ફરવાલાયક સ્થળો, તમે પ્રકૃતિને પેટ ભરીને માણી શકશો
આ પણ વાંચો: ભારતના એવા માર્કેટ જ્યાં ૫૦ રૂપિયાથી લઈને ૧૦૦૦ રૂપિયા સુધીમાં મળે છે ગરમ કપડાં
આ પણ વાંચો: ગુજરાતના Top 5 સુંદરત્તમ ફરવાલાયક સ્થળો, તમે પ્રકૃતિને પેટ ભરીને માણી શકશો
આ પણ વાંચો: અહીં સસ્તામાં મળી જશે લેટેસ્ટ ફેશનના કપડાં, લગ્ન હોય તો અહીં જવાનું ચૂકતા નહી
મંદીથી ગરીબ દેશો પર વધારે અસર:
વિશ્વ બેંકના જણાવ્યા પ્રમાણે મંદીની અસર ગરીબ દેશો ખાસ કરીને આફ્રિકા જેવા દેશ પર સૌથી વધારે જોવા મળશે. આ દેશોમાં પ્રતિ વ્યક્તિ આવક 2023 અને 2024માં માત્ર 1.2 ટકાના દરથી વધવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. તેનાથી ગરીબી વધવાની આશંકા પણ વધી રહી છે. તે સિવાય અમેરિકા-યૂરોપમાં સતત વધી રહેલા વ્યાજ દર ગરીબ દેશોમાંથી રોકાણને આકર્ષિત કરશે અને આ દેશોમાં ઈન્વેસ્ટમેન્ટનું સંકટ વધી શકે છે.
આ પણ વાંચો: ખુશખબર : ગુજરાત સરકાર કરાર આધારિત કરી રહી છે અહીં ભરતી, 60 હજાર રૂપિયા મળશે પગાર
આ પણ વાંચો: Hair Care: નાની ઉંમરમાં જ વાળ થઈ ગયા છે સફેદ તો આ ઘરેલું ઉપાયો અજમાવો
આ પણ વાંચો: Good News: ગુજરાતના લાખો બેરોજગારો માટે ખુશખબર, હવે સીધી મળશે કાયમી નોકરી
કોરોના-યૂક્રેન સંઘર્ષ ટેન્શન વધારશે:
રિપોર્ટમાં કોરોના અને રશિયા-યૂક્રેન યુદ્ધનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ચીન સહિત દુનિયામાં જો કોરોના મહામારીનો પ્રકોપ વધે છે તો નબળી ચીની ઈકોનોમીનું પરિણામ યૂરોપને ઉઠાવવું પડી શકે છે. તે સિવાય રશિયા અને યૂક્રેન યુદ્ધના કારણે અમેરિકામાં સપ્લાય ચેન પ્રભાવિત થઈ શકે છે. જોકે વિશ્વ બેંકના જણાવ્યા પ્રમાણે દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકા આ વર્ષે મંદીથી બચી શકે છે. પરંતુ તેનો વિકાસ 05 ટકા રહેવાનું અનુમાન છે.
ભારત માટે IMFનું અનુમાન:
વિશ્વ બેંકે જ્યાં ગ્લોબલ ઈકોનોમીના વિકાસ દરના અનુમાનને ઘટાડ્યું છે. તો વીતેલા દિવસોમાં આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષે 2023-24માં ભારતનો આર્થિક વિકાસ દર 6.1 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યુ હતું. તેની પહેલાં IMFએ 6.8 રહેવાનું અનુમાન કર્યુ હતું. તે સિવાય IMFએ ચીના જીડીપી વૃદ્ધિના અનુમાનમાં પણ ભારે ઘટાડો કર્યો છે.
આ પણ વાંચો: Gold Price Today: લગ્ન સીઝન પહેલાં જ સોનાના ભાવમાં જોરદાર વધારો, ચેક કરો ભાવ
આ પણ વાંચો: Chanakya Niti: ભૂલથી પણ પત્નીને કહેશોની આ 4 વાતો, ચાણક્ય નીતિમાં છે વર્ણન
આ પણ વાંચો: Hastrekha Shastra: જાણો આપની જીવન રેખા કેટલું આયુષ્ય જણાવી રહી છે ? 60,70,કે 100?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે