હવે 10 મિનિટમાં પહોંચી જશે ગરમાગરમ ભોજન, ઝોમેટોએ લોન્ચ કરી નવી સર્વિસ
ઓનલાઇન ફૂડ ઓર્ડર કરતા લોકો માટે સારા સમાચાર છે. હવે ઓનલાઇન ફૂડ ડિલીવર કરતી કંપની ઝોમેટોએ નવી સર્વિસ લોન્ચ કરી છે. જ્યારે ગ્રાહક ઓર્ડર આપશે તો માત્ર 10 મિનિટમાં ભોજન પહોંચી જશે.
Trending Photos
નવી દિલ્હીઃ ઝોમેટોના ફાઉન્ડર અને સીઈઓ દીપેન્દ્ર ગોયલે સોમવારે જાહેરાત કરી છે કે તેમનું પ્લેટફોર્મ જલદી 10 મિનિટમાં ફૂડની ડિલીવરી કરશે. તેમણે કહ્યું કે ભોજનની ક્વોલિટી અને ડિલીવરી પાર્ટનરની સેફ્ટી સાથે કોઈ સમજુતી કરવામાં આવશે નહીં. ઝોમેટો ઇન્સ્ટેન્ટની જાહેરાત કરતા ગોયલે એક બ્લોગપોસ્ટમાં કહ્યુ છે કે દુનિયામાં અત્યાર સુધી કોઈએ મોટા સ્તર પર 10 મિનિટમાં ગરમ અને ફ્રેશ ફૂડની ડિલીવરી કરી નથી. કંપની ગ્લોબલી આ આ કેટેગરીમાં પ્રથમ બનવા ઈચ્છે છે.
80.20 રૂપિયા પર બંધ થયા ઝોમેટોના શેર
ઝોમેટોએ કહ્યું કે ઇન્સ્ટેન્ટ ડિલીવરી, ક્વોલિટી અને સેફ્ટી સાથે સમજુતી થશે નહીં. આ 8 સિદ્ધાંતો પર આધારિત હશે, જેમાં ફ્રેશ ફૂડની હાઇએસ્ટ ક્વોલિટી અને વર્લ્ડ ક્લાસ હાઇઝીન પ્રેક્ટિસેજ સામેલ છે. ઝોમેટોએ કહ્યું છે, 'અમારું દરેક ફિનિશિંગ સ્ટેશન માંગની આગાહી અને હાઇપર સ્થાનિક પસંદગીના આધારે વિવિધ રેસ્ટોરાંમાંથી બેસ્ટ સેલર આઇટમ્સ (20-30 વાનગીઓ) રાખશે. ઝોમેટોના શેર સોમવારે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 0.80 ટકાના ઘટાડા સાથે 80.20 રૂપિયા પર બંધ થયા હતા.
169 રૂપિયા છે કંપનીના શેરોની 52 સપ્તાહની હાઈ
ઝોમેટોના ફાઉન્ડર અને સીઈઓ દીપેન્દ્ર ગોયકે કહ્યુ કે ઝોમેટોની 30 મિનિટની એવરેજ ડિલીવરી ટાઇમ હાલ સ્લો છે અને જલદી તે ચલણથી બહાર થઈ જશે. તેમણે કહ્યું- જો અમે તેને ચલણથી બહાર નહીં કરીએ તો કોઈ બીજુ બહાર કરી દેશે. ઝોમેટોના શેરોમાં આ વર્ષે અત્યાર સુધી 43 ટકાનો ઘટાડો થઈ ચુક્યો છે. કંપનીના શોરોનું 52 સપ્તાહનું હાઈ 169 રૂપિયા છે. તો 52 સપ્તાહનું લો-લેવલ 75.50 રૂપિયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે