India Australia Virtual Summit: ઓસ્ટ્રેલિયાના પીએમનો પ્રસ્તાવ, હિંદ પ્રશાંત ક્ષેત્રમાં નરેન્દ્ર મોદી કરે લોકતાંત્રિક દેશોનું નેતૃત્વ
પીએમ નરેન્દ્ર મોદી સાથે બીજી વર્ચ્યુઅલ શિખર બેઠકમાં ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસને યુક્રેન હુમલા માટે રશિયાને જવાબદાર ઠેરવ્યું છે. મોરિસને હિંદ પ્રશાંત મહાસાગરની સ્થિતિને જોડીને પીએમ મોદી સામે આ ક્ષેત્રમાં લોકતાંત્રિક દેશોનું નેતૃત્વ કરવાનો પ્રસ્તાવ પણ રાખ્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ યુક્રેન પર હુમલાને લઈને રશિયાને ઘેરવામાં લાગેલા અમેરિકા તથા તેના સહયોગી દેશ ભારત પર સતત દબાવ બનાવવાની રણનીતિ અપનાવી રહ્યાં છે. પીએમ નરેન્દ્ર મોદીની સાથે વર્ચ્યુઅલ શિખર બેઠકમાં ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસને યુક્રેન પર હુમલો કરવા માટે રશિયાને સીધી રીતે જવાબદાર ઠેરવ્યુ છે. મોરિસને આ ઘટનાક્રમને હિંદ-પ્રશાંત મહાસાગરની સ્થિતિને જોડીને પીએમ મોદીને આ ક્ષેત્રમાં લોકતાંત્રિક દેશોનું નેતૃત્વ કરવાનો પ્રસ્તાવ પણ રાખ્યો છે.
શિખર બેઠકમાં ચીનના આક્રમક વલણ અને હિંદ પ્રશાંત ક્ષેત્રમાં તેની વધતી ગતિવિધિઓને લઈને પણ ખુલીને ચર્ચા થઈ છે. બંને દેશો વચ્ચે ચીન પર આર્થિક નિર્ભરતા ઓછી કરવા અને આપસી કારોબાર તથા સૈન્ય સહયોગને ગાઢ બનાવવા સહિત બીજા મુદ્દા પર પણ ચર્ચા થઈ છે.
યુક્રેન અને રશિયા વચ્ચે વિવાદ પર ભારતે અત્યાર સુધી પોતાની સ્વતંત્ર તથા તટસ્થ કૂટનીતિનું પાલન કર્યુ છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં તે રશિયાની વિરુદ્ધ કોઈપણ વોટિંગમાં હાજર રહ્યું નથી. સાથે ભારત હવે રશિયા પાસેથી કાચુ તેલ પણ ખરીદી રહ્યું છે. આ વાત અમેરિકા તથા બીજા પશ્ચિમી દેશોને ખટકી રહી છે.
Ministry of External Affairs announces the list of documents signed during the India-Australia virtual summit.
Establishment of General Rawat India-Australia Young Defence Officers’ Exchange Programme & return of artefacts by Government of Australia, announced. pic.twitter.com/k6S9oZNJln
— ANI (@ANI) March 21, 2022
આ કારણ છે કે સોમવારે અમેરિકાના સહયોગી તથા મિત્ર દેશ ઓસ્ટ્રેલિયાએ ભારતીય પીએમ સમક્ષ રશિયા પર પ્રહાર કર્યો તો તેના બે દિવસ પહેલા જાપાનના પીએમ ફુમિયો કિશિદાએ પીએમ મોદી સાથે મુલાકાત દરમિયાન કહ્યુ હતુ કે રશિયા દરેક આંતરરાષ્ટ્રીય માપદંડોનું ઉલ્લંઘન કરી રહ્યુ છે અને કોઈપણ દેશને યથાસ્થિતિ બદલવાની છૂટ ન મળવી જોઈએ. હાલમાં ઘણા અમેરિકી નેતા પણ રશિયા પ્રત્યે ભારતના વલણ પર પોતાની નારાજગી વ્યક્ત કરી ચુક્યા છે.
હિંદ પ્રશાંત ક્ષેત્ર પર થઈ શકે છે યુક્રેન યુદ્ધની અસર
અમેરિકી પ્રધાનમંત્રીએ કહ્યુ- આપણી બેઠક યુરોપમાં થઈ રહેલા ભયંકર યુદ્ધની પૃષ્ઠભૂમિમાં થઈ રહી છે. આપણા ક્ષેત્ર પર પણ દબાવ વધુ છે જેના પર હાલમાં ક્વાડ (અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા તથા ભારતનું સંગઠન) ના પ્રમુખોની બેઠકમાં ચર્ચા થઈ હતી. આ ખુબ નિંદનીય તથા ભયંકર ઘટના છે કે જેની અસર હિંદ પ્રશાંત ક્ષેત્રમાં પણ જોઈ શકાય છે. આપણે આ પ્રકારનો ઘટનાક્રમ અહીં પણ જોઈ રહ્યાં છીએ. યુક્રેનમાં સામાન્ય જનતાના મોત થઈ રહ્યાં છે તેના માટે રશિયાને જવાબદાર ઠેરવવાની જરૂર છે. પરંતુ એક મુક્ત તથા સમાન અવસરવાળા હિંદ પ્રશાંત ક્ષેત્રને વિકસિત કરવા માટે એક સમાન વિચારોવાળા લોકતાંત્રિક દેશો વચ્ચે સહયોગ જરૂરી છે અને હું આ મહત્વપૂર્ણ મુદ્દા પર ધ્યાન રાખવા માટે તમારા (નરેન્દ્ર મોદી) ના નેતૃત્વનું સ્વાગત કરૂ છું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે