એ.આર. રહેમાનની બાયોગ્રાફી લોન્ચઃ દર 10 વર્ષે દુનિયા બદલાઈ જાય છે- રહેમાન

ઓસ્કાર એવોર્ડ વિજેતા એ.આર. રહેમાનના પ્રશંસકો માટે તેમની લાઈફની બીટ્સ જણાવતું પુસ્તક 'નોટ્સ ઓફ એ ડ્રીમઃ ધ ઓથોરાઈડ્ઝ બાયોગ્રાફી ઓફ એ.આર. રહેમાન' થઈ લોન્ચ 

એ.આર. રહેમાનની બાયોગ્રાફી લોન્ચઃ દર 10 વર્ષે દુનિયા બદલાઈ જાય છે- રહેમાન

નવી દિલ્હી (અમિત રામસે): સંગીતના ચાહકોમાં એવી કઈ વ્યક્તિ હશે જે સંગીતની દુનિયાના જાદુગર એ.આર. રહેમાનને જાણતો ન હોય. તેમના બાળપણથી માંડીને ફિલ્મોમાં બ્રેક મળવા અંગેના તમામ કિસ્સાઓ અત્યાર સુધી પ્રકાશિત થઈ ચૂક્યા છે. જોકે, એ વાત પણ એટલી જ સાચી છે કે કોઈ મહાન વ્યક્તિના જીવન અંગે જેટલું પણ જાણો તેટલું ઓછું જ લાગે છે. એટલા માટે જ હવે ઓસ્કાર એવોર્ડ વિજેતા એ.આર. રહેમાનનાં પ્રશંસકો માટે તેમની લાઈફની બીટ્સ દર્શાવતું પુસ્તક લોન્ચ થયું છે. 

પોતાની બાયોગ્રાફી 'નોટ્સ ઓફ એ ડ્રીમઃ ધ ઓથોરાઈઝ્ડ બાયોગ્રાફી ઓફ એ.આર. રહેમાન'ના લોન્ચિંગ પ્રસંગે એ.આર. રહેમાને અનેક વાતો શેર કરી હતી. આ પુસ્તક અંગે રહેમાને જણાવ્યું કે, આ પુસ્તક તેમના માટે એક યાત્રા જેવું છે. 

રહેમાને જણાવ્યું કે, આ પુસ્તકમાં તેમનાં જીવનની અનેક બાબતો અને ક્ષણોનું વર્ણન છે, જે તેમના માટે લાંબા સમય સુધી વિશેષ રહ્યા છે. લેખક કૃષ્ણા ત્રિલોક દ્વારા લિખિત આ પુસ્તક લેન્ડમાર્ક અને પેંગ્વીન રેન્ડમ હાઉસના સહયોગથી પ્રકાશિત કરાયું છે. 

રહેમાને જણાવ્યું કે, આ પુસ્તકના લેખક કૃષ્ણા ત્રિલોક સાથેની વાતચીતે મારા રચનાત્મક અને વ્યક્તિગત જીવનનાં કેટલાક કિસ્સાઓને બહાર કાઢ્યા છે, જેના અંગે લોકો વધુ જાણતા નથી. 

AR Rahman

એ.આર. રહેમાને જણાવ્યું કે, તેમને આ પુસ્તક ઘણું જ રસપ્રદ લાગ્યું છે. આ જ યોગ્ય સમય હતો પુસ્તકના વિમોચનનો. આ મારી જીવનભરની મહેનતનું પેડ ઓફ છે. પોતાની બાયોગ્રાફીના આઈડિયા અંગે ચર્ચા કરતા રહેમાને જણાવ્યું કે, "આ લેખક કૃષ્ણા ત્રિલોકનો જ વિચાર હતો. હું તેની ક્રેડિટ કૃષ્ણા ત્રિલોકને આપવા માગીશ, તેમણે આ પુસ્તક લખ્યું છે, જેથી લોકો મારા વિશે જાણી શકે. મને પણ તેમાં કંઈક નવું દેખાયું છે."

રહેમાને વધુમાં જણાવ્યું કે, આમ તો લોકો મારા અંગે ઘણું બધું જાણે છે, પરંતુ જીવનમાં ચડતી-પડતી, અવનવી ઘટનાઓ ઘટતી રહેતી હોય છે. દર 10 વર્ષમાં કંઈક ને કંઈક બદલાતું રહેતું હોય છે. છેલ્લા 10 વર્ષમાં હું એક અલગ જ દુનિયામાં હતો અને કૃષ્ણાએ તેને અત્યંત સુંદર રીતે કવર કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news