Siddharth Shukla ના અંતિમ સંસ્કાર આજે, જાણો છેલ્લા કલાકોની સંપૂર્ણ કહાની

ઇન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું (Siddharth Shukla) ગુરુવારે કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું છે. વાસ્તવમાં, સિદ્ધાર્થ શુક્લાએ બુધવારે રાત્રે સૂતા પહેલા કેટલીક દવા ખાધી હતી, પરંતુ બીજા દિવસે સવારે તે ઉઠી શક્યો નહીં

Siddharth Shukla ના અંતિમ સંસ્કાર આજે, જાણો છેલ્લા કલાકોની સંપૂર્ણ કહાની

નવી દિલ્હી: ઇન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું (Siddharth Shukla) ગુરુવારે કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું છે. વાસ્તવમાં, સિદ્ધાર્થ શુક્લાએ બુધવારે રાત્રે સૂતા પહેલા કેટલીક દવા ખાધી હતી, પરંતુ બીજા દિવસે સવારે તે ઉઠી શક્યો નહીં. અભિનેતાને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા બાદ તેના મોતની પુષ્ટિ થઈ હતી. મોત બાદ સિદ્ધાર્થ શુક્લનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું, જે બાદ આજે (શુક્રવારે) અંતિમ સંસ્કાર કરવામાં આવશે. પોલીસના જણાવ્યા અનુસાર સિદ્ધાર્થ ગુરુવારે સવારે 3.30 વાગ્યે ઉઠ્યો હતો. અભિનેતાએ તેની માતાને કહ્યું અને છાતીમાં દુખાવાની ફરિયાદ કરી. માતાએ પાણી આપ્યું અને તેને સૂવા કહ્યું.

બીજા દિવસે સવારે અભિનેતાની માતા રીટાએ તેને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે સફળ થઈ શકી નહીં. માતાએ પુત્રીને બોલાવી. પુત્રી અને જમાઈ મળીને સિદ્ધાર્થને મુંબઈની કૂપર હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. એમ્બ્યુલન્સમાં સિદ્ધાર્થને સવારે 9:40 વાગ્યે કૂપર હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન તેની સાથે બહેન, ભાભી, પિતરાઈ ભાઈ અને ત્રણ મિત્રો હાજર હતા. લગભગ 10:15 વાગ્યે ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો.

બોડીમાં નથી મળ્યા ઈજાના નિશાન
સિદ્ધાર્થ શુક્લના શરીરની ત્રણ વખત તપાસ કરવામાં આવી. અભિનેતાને આંતરિક ઈજાના નિશાન નથી અને શરીર સાથે કોઈ છેડછાડ કરવામાં આવી નથી. તે જાણીતું છે કે અભિનેતાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યું હતું, જે ત્રણ કલાક સુધી ચાલ્યું હતું. ડોક્ટરો શુક્રવારે સવારે અભિનેતાનો રિપોર્ટ જાહેર કરશે. અભિનેતાના અંતિમ સંસ્કાર શુક્રવારે સવારે 10-11 કલાકે કરવામાં આવશે. ટીવી અને બોલીવૂડના ઘણા દિગ્ગજ કલાકારો સિદ્ધાર્થના ઘરે હાજર છે.

સિદ્ધાર્થની સૌથી નજીકની શહેનાઝની ખરાબ હાલત, મૃત્યુના સમાચાર સાંભળીને ચોંકી ગઈ
સિદ્ધાર્થના મોત બાદ અભિનેતાની માતા અને તેની મિત્ર શહનાઝ ગિલની ખરાબ હાલત છે. શહનાઝ ગિલ તેની માતા સાથે સિદ્ધાર્થ શુક્લાના ઘરે છે. બંનેની હાલત ખૂબ જ ખરાબ છે. સિદ્ધાર્થની માતાએ કહ્યું કે તે વિશ્વાસ કરી શકતી નથી. તેમને લાગે છે કે પાછળથી તે આવશે અને કહેશે કે માતા મને આ આપો, માતા મને તે બનાવી દો. સિદ્ધાર્થની માતાએ ટ્રેનરને કહ્યું કે, મારા દીકરાને તારા માટે ખૂબ જ લગાવ હતો. તમે લોકો દિવસમાં કેટલી વાર વાત કરો છો? ટ્રેનરે કહ્યું- તે સાચું છે કે સિદ્ધાર્થ મને સૂતા પહેલા ફોન કરતો હતો અને તે સવારે ઉઠતાની સાથે જ મારી સાથે વાત કરતો હતો. ભાઈ હું સૂઈ જાઉં છું તેથી સવારે મારો ફોન ઉપાડજે. માતાને લઇને હું ખુબજ કન્સર્ન હતો, કારણ કે સિદ્ધાર્થ મારી માતાની સૌથી નજીક હતો. શહનાઝ પણ ત્યાં બેઠી છે. શહનાઝ સિદ્ધાર્થના ઘરે છે. તેણી પણ લાચાર હતી. તે વધારે બોલતી ન હતી. માત્ર એકલી બેઠી હતી. શહનાઝ સિવાય ઇન્ડસ્ટ્રીના પણ ઘણા લોકો હતા.

સિદ્ધાર્થની વાયરલ થઈ હતી છેલ્લી પોસ્ટ
સિદ્ધાર્થે છેલ્લે #TheHeroesWeOwe દ્વારા ફ્રન્ટલાઈન વોરિયર્સ માટે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી હતી, જેની નીચે હાર્ટ લાઈન બનાવવામાં આવી હતી. આ સાથે સિદ્ધાર્થે એક મોટું કેપ્શન લખ્યું. દુ:ખની ​​વાત છે કે, હાર્ટ લાઈનનો ફોટો શેર કરી મેડિકલ સ્ટાફની પ્રશંસા કરનાર સિદ્ધાર્થે પોતાના ધબકારા બંધ થઈ જવાના કારણે આજે આ દુનિયા છોડી દીધી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news