બોલીવુડની આ એક્ટ્રેસના 7 વર્ષના દિકરાને મળી જાનથી મારી નાખવાની ધમકી
બોલીવુડ અભિનેત્રી પ્રીતિએ તેના પતિ પ્રવિણ ડબાસની સાથે ખાર પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી હતી. જેમાં એક વરિષ્ઠ નાગરિક આરિફ સિદ્દીકી પર આ આરોપ લગાવવામાં આવ્યો છે કે તેના દિકરાને રમતા સમયે ધમકી આપી અને અપશબ્દો કહ્યા હતા.
Trending Photos
નવી દિલ્હી: 2000માં પોતાની કાતિલ અદાઓ અને ઇનોસેંટ સ્માઇલથી બધાને પાગલ કરનારી એક્ટેર્સ પ્રીતિ ઝાંગિયાનીના 7 વર્ષના દિકરાને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. સમાચારોના જણાવ્યા અનુસાર પ્રીતિએ ગુરૂવારે ખાર પોલીસ સ્ટેશનમાં એક વરિષ્ઠ નાગરિકની સામે ફરિયાદ નોંધાવી હતી. પ્રીતિએ ફરિયાદમાં કહ્યું હતું કે તેના દિકરાને માત્ર જાનથી મારી નાખવાની ધમકી નહીં પરતું ગોળી પણ આપવામાં આવી હતી. બોલીવુડ અભિનેત્રી પ્રીતિએ તેના પતિ પ્રવિણ ડબાસની સાથે ખાર પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી હતી. જેમાં એક વરિષ્ઠ નાગરિક આરિફ સિદ્દીકી પર આ આરોપ લગાવવામાં આવ્યો છે કે તેના દિકરાને રમતા સમયે ધમકી આપી અને અપશબ્દો કહ્યા હતા.
મિડડેમાં પ્રકાશિક એક સમાચાર અનુસાર પ્રીતિના 7 વર્ષીય દિકાર જયવીર ડબાસ તેની નાનીની સાથે ઘરની બાજૂમાં આવેલી એક બિલ્ડિંગ પાસે એખ પાર્કમાં ફુટબોલ રમી રહ્યો હતો. તે દરમિયાન કોઇ અન્ય બાળક સાથે તેનો ઝગડો થઇ ગયો હતો. ત્યારે તે બાળકે જયવીરને લાફો મારી દીધો હતો. ત્યારબાદ ઘરે જઇને તેના દાદાને આ વાત જણાવી હતી. ત્યારબાદ તે બાળકના દાદા આરિફ સિદ્દીકી પાર્કમાં આવ્યા અને જયવીરને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એટલુ જ નહીં આરિફે બાળકને સિક્યોરિટી ગાર્ડને બહાર ફેંકવાનું કહ્યું પણ હતું. પ્રીતિ તે દરમિયાન પાર્કમાં હાજર હતી નહીં પરંતુ બીજા બાળકોના પેરેંટ્સ ત્યાં હાજર હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ આ મામલે પુરી તપાસ કરી હતી.
(ફોટો સાભાર: ઇંસ્ટાગ્રામ/ પ્રીતિ ઝાંગિયાની)
બોલીવુડ એક્ટ્રેસ એશ્વર્યા રાયની ભાભી શ્રીમા પણ ઘટના સ્થળ પર હાજર હતી. તેણે સિદ્દીકીને શાંત રહેવા માટે કહ્યું હતું, પરંતુ સિદ્દીકી તેની સાથે પણ ખરાબ રીતે વર્તન કર્યું અને ચુપ રહેવા માટે કહ્યું હતું. આ વિશે પ્રીતિનું કહેવું છે કે સિદ્દીકી એવા માણસ છે, જેમને મહિલાઓ અને બાળકો સાથે વાત કરવાના શિષ્ટાચાર નથી. આવા લોકોની ભૂલને માફ કરવી એટલે તેમને પ્રોત્સાહન આપવા જેવું છે. માટે તેમના સામે ફરિયાદ નોંધાવી છે.
અમે તમને જણાવી દઇએ કે પ્રીતિએ વર્ષ 2000માં બ્લોકબસ્ટર ફિલ્મ મોહબ્બતેમાં બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું ત્યારબાદ તે ઘણી ફિલ્મોમાં જોવા મળી હતી. તેના એક્ટર પ્રવિણ ડબાસની સાથે લગ્ન થયા અને ફિલ્મોમાં કામ કરવાનું છોડી દીધુ હતું.
વાતચીત દરમિયાન પ્રીતિએ જણાવ્યું હતું કે ઘટના પછે તેમની માતાએ ઘરે આવીને આ ઘટનાની જાણકારી આપી હતી. ત્યારબાદ તેણે તેના પતિની ઘરે આવવાની રહા જોઇ, પછી ફરિયાદ નોંધાવવા ગયા હતા. સમાચારોના જણાવ્યા અનુસાર ખાર પોલીસ સ્ટેશનમાં નોન કોગ્નીઝેબલ ગુનો નોંધતા પહેલા આ સેલેબ્રિટી કપલે નાયબ પોલીસ કમિશનર (આઇએએસ) પરમજીત સિંહ દહિયાની મુલાકાત લીધી હતી. જેમણે સિદ્દીકીની સામે ખાર પોલીસ સ્ટેશનમાં ફારિયાદ કરવાની સલાહ આપી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે