સિદ્ધાર્થ શુક્લા બાદ હવે ટોની કક્કડ સાથે જોવા મળશે શહનાઝ ગિલ

ટીવીના સૌથી વિવાદિત શો 'બિગ બોસ-13'ની પ્રસિદ્ધ હરીફ શહનાઝ ગિલ અને સિંગર ટોની કક્કડ નવા ગીત કુર્તા પજામામાં સાથે જોવા મળશે. ટોનીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ સોન્ગનું એક પોસ્ટર શેર કરતા લખ્યું, કુર્તા પજામા, શહનાઝ ગિલની સાથે. 17 જુલાઇના રિલીઝ થશે.

Updated By: Jul 11, 2020, 11:28 AM IST
સિદ્ધાર્થ શુક્લા બાદ હવે ટોની કક્કડ સાથે જોવા મળશે શહનાઝ ગિલ

નવી દિલ્હી: ટીવીના સૌથી વિવાદિત શો 'બિગ બોસ-13'ની પ્રસિદ્ધ હરીફ શહનાઝ ગિલ અને સિંગર ટોની કક્કડ નવા ગીત કુર્તા પજામામાં સાથે જોવા મળશે. ટોનીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ સોન્ગનું એક પોસ્ટર શેર કરતા લખ્યું, કુર્તા પજામા, શહનાઝ ગિલની સાથે. 17 જુલાઇના રિલીઝ થશે.

આ પણ વાંચો:- 'લવ સ્ટોરી'થી બોલિવુડમાં છવાયા હતા કુમાર ગૌરવ, B'day પર જાણો હવે ક્યાં છે આ સ્ટાર

ગીતના આ પોસ્ટરમાં શહનાઝ કાળા રંગના ઓફ-શોલ્ડર ડ્રેસમાં જોવા મળી રહી છે. જ્યારે ટોની એક ફંકી ડ્રેસ અપમાં જોવા મળી રહ્યો છે. રાહુલ શેટ્ટીએ કુર્તા પજામા ગીતનું નિર્દેશન કર્યું છે. તમને જણાવી દઇએ કે આ પહેલા શહનાઝ ગિલ દર્શન રાવલના મ્યૂઝિકલ સિંગલ 'ભુલા દુંગા'માં સિદ્ધાર્થ શુક્લાની સાથે જોવા મળી હતી.

આ પણ વાંચો:- પૂર્ણિયામાં સુશાંતના નામે રોડનું નામાંકરણ, VIDEO જોઇ ફરી ભાવુક થયા લોકો

સિદ્ધાર્થ શુક્લાની સાથે શહનાઝ ગિલની જોડી લોકોને 'ભુલા દુંગા'માં ખુબ જ પંસદ આવી હતી. એટલું જ નહીં, આ સોન્ગને યૂટ્યૂબ પર અત્યાર સુધીમાં 7 કરોડથી વધારે વખત જોવામાં આવ્યું છે. સોન્ગમાં શહનાઝ અને સિદ્ધાર્થની રોમેન્ટિક કેમેસ્ટ્રીને જોઇ ચાહકો તેમનું દિલ હારી બેઠા છે. દર્શન રાવલ દ્વારા ગાવવામાં આવેલું આ સોન્ગમાં હાર્ટબ્રેક અને પ્રેમની સ્ટોરીને ઘણી ખુબશૂરતી સાથે દેખાડવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube