'હાઉસફુલ 4': અક્ષય કુમારે શેર કર્યું ગીત 'બાલા'નું ટીઝર, કાલે થશે રિલીઝ

ડાયરેક્ટર ફરહાદ સામજીની કોમેડી ફિલ્મ હાઉસફુલ 4નું ગીત બાલા બીજું ગીત હશે. આ પહેલા એક ગીત એક ચુમ્મા રિલીઝ થઈ ચુક્યું છે.

'હાઉસફુલ 4': અક્ષય કુમારે શેર કર્યું ગીત 'બાલા'નું ટીઝર, કાલે થશે રિલીઝ

નવી દિલ્હીઃ ડાયરેક્ટર ફરબાદ સામજીની કોમેડી ફિલ્મ 'હાઉસફુલ 4'નું ટ્રેલર લોકોને ખુબ હસાવી રહ્યું છે. ત્યારબાદ ફિલ્મનું પ્રથમ ગીત 'એક ચુમ્મા' રિલીઝ થયું, જેણે લોકોને નાચવા પર મજબૂર કરી દીધા હતા. હવે બીજા ગીત બાલાની અક્ષય કુમારે પોતાના સોશિયલ મીડિયા પર એક ઝલક શેર કરી છે. 

અક્ષય કુમારે પોતાના ટ્વીટર હેન્ડલ પર ગીતની એક ઝલક શેર કરી અને ગીતને કાલે રિલીઝ કરવાની જાણકારી આપી છે. આ સાથે તેણે કેપ્શન આપ્યું, 'શૈતાન કા સાલા ઔર રાહણ ને હૈ પાલા, ક્યા આપ ઉસસે મિલને કે લિયે તૈયાર હૈ?'

— Akshay Kumar (@akshaykumar) October 6, 2019

મહત્વનું છે કે પૂર્વજન્મની કહાની પર આધારીત આ ફિલ્મમાં 1419 અને 2019નો સમય દેખાડવામાં આવશે. આ સાથે અક્ષય કુમારના ફેન્સ 'હાઉસફુલ 4'ની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે કારણ કે એક્ટર ત્રણ વર્ષ બાદ આ ફિલ્મથી કોમેડીની દુનિયામાં વાપસી કરી રહ્યો છે. 

આ ફિલ્મમાં અક્ષય કુમાર, કૃતિ સેનન, બોબી દેઓલ, પૂજા હેગડે, રિતેશ દેશમુખ, કૃતિ ખરબંદા, રાણા દગ્ગુબાતી, ચંકી પાંડે, સૌરભ શુક્લા, જોની લીવર, જેમી લીવર જોવા મળશે. 

26 ઓક્ટોબરે રિલીઝ થઈ રહેલી 'હાઉસફુલ 4' રાજકુમાર રાવ અને મૌની રોયની 'મેડ ઇન ચાઇના' અને તાપસી પન્નૂ અને ભૂમિ પેડનેકરની 'સાંડની આંખ'ની સાથે બોક્સ ઓફિસ પર ટકરાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news