Model ને બનવું હતું Kim Kardashian, 7 સર્જરી પછી બની ગઈ બદસૂરત!

અલીના ઓમોવિચને ઈન્સ્ટાગ્રામ પર 1 મિલિયનથી વધારે લોકો ફોલો કરે છે. તે તમામ લોકો અલીનાના નવા લૂકને બિલકુલ પસંદ કરી રહ્યા નથી.

Model ને બનવું હતું Kim Kardashian, 7 સર્જરી પછી બની ગઈ બદસૂરત!

 

નવી દિલ્લી: દુનિયાભરના લોકો ખૂબસૂરત દેખાવા માટે કંઈક ને કંઈક અખતરા કરતાં હોય છે. પરંતુ અનેકવાર ખૂબસૂરત અને બોલ્ડ દેખાવા માટે લોકો એવું કરી બેસે છે કે તેમની મજાક પણ થવા લાગે છે. તમે અમેરિકાની જાણીતી રિયાલિટી સ્ટાર કિમ કાર્ડાશિયનને તો ફોટો કે વીડિયોમાં જોઈ જ હશે. તેનું ભરાવદાર શરીર અને ફિગરના ચર્ચા દુનિયામાં થાય છે.

અનેક છોકરીઓ કિમ કાર્ડાશિયન જેવું ફિગર મેળવવા માટે સર્જરી પણ કરાવે છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર મોડલ અલીના ઓમોવિચની તસવીરો ઘણી વાયરલ થઈ રહી છે. જેણે કિમ કાર્ડાશિયન જેવું ફિગર મેળવવા માટે અને લુક મેળવવા માટે તેના શરીર પર અલગ-અલગ 7 વાર સર્જરી કરાવી છે.

ઈન્સ્ટાગ્રામ પર 1 મિલિયનથી વધારે છે ફોલોઅર્સ :
અલીના ઓમોવિચના સોશિયલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામ પર 1 મિલિયનથી વધારે ફોલોઅર્સ છે. જે અલીનાના નવા લુકને પસંદ કરી રહ્યા નથી. કિમ કાર્ડાશિયન જેવો લુક મેળવવા માટે તેણે 7 સર્જરી કરાવી લીધી. પરંતુ તેનો લુક હાલમાં કોઈ વીડિયો ગેમના કેરેક્ટરથી ઓછો લાગતો નથી. સર્જરીએ અલીનાના લુકને સારો બનાવવાની જગ્યાએ એવો બનાવી દીધો કે તે ટ્રોલર્સના નિશાના પર આવી ગઈ છે. અલીના ઓમોવિચને યૂક્રેનના કિમ કાર્ડાશિયન પણ કહેવામાં આવે છે.

ઈન્સ્ટાગ્રામ પર લોકો કરી રહ્યા છે ટ્રોલ:
રિપોર્ટ પ્રમાણે અલીના ઓમોવિચે સિલિકોન બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ કરાવ્યા છે. તેની સાથે જ કિમની જેમ દેખાવા માટે હિપની પણ સર્જરી કરાવી છે. જેના કારણે અલીનાના ફોટોમાં તેના હિપ્સ અને બ્રેસ્ટ જ જોવા મળે છે. અલીના ઓમોવિચના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં તેના બોલ્ડ અને બ્યૂટીફૂલ ફોટો છે. અલીનાને ઈન્સ્ટાગ્રામ પર એકબાજુ લોકો ટ્રોલ કરી રહ્યા છે તો બીજીબાજુ કેટલાંક લોકો તેના જૂના લુકને મિસ કરી રહ્યા છે.

7 સર્જરીએ અલીનાને બનાવી દીધી ભયાનક:
એક યૂઝરે કોમેન્ટમાં લખ્યું - અલીના તુ સુંદર છોકરી હતી પરંતુ આ સર્જરીએ તને ભયાનક બનાવી દીધી. તો બીજા એક યૂઝરે લખ્યું - હું એ વિચારી રહ્યો હતો કે તુ 50ની ઉંમર સુધી કેટલી ભયાનક લાગીશ. અલીના તે આ શું કરી લીધું પોતાની સાથે. જણાવી દઈએ કે એક ઈન્ટરવ્યૂ દરમિયાન અલીાનાએ જણાવ્યું હતું કે તેની 7 સર્જરી થઈ ચૂકી છે અને હોસ્પિટલ તેના માટે બીજા ઘર જેવું બની ગયું છે. અલીનાએ જણાવ્યું હતું કે તે પોતાનો જન્મદિવસ પણ હોસ્પિટલમાં પસાર કરી ચૂકી છે. તેની સાથે જ અલીનાએ કહ્યું કે તેનો આ લુક તેના પાર્ટનરને પસંદ છે. જ્યારે પાતળી કમર પર અલીનાએ કહ્યું કે તે કોર્સેટ પહેરવાના કારણે થયું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news