રાજમૌલીએ એવું તો શું કર્યું કે આલિયા રીસાણી? જાણો RRR માં હીરોઈન જોડે એવું તો શું થયું?

આલિયા ભટ્ટે 'RRR'થી સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો છે. 'RRR' ગયા શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ અને બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. તેવામાં ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે 'RRR'માં ઓછો રોલ મળવાથી  આલિયા ભટ્ટ નારાજ છે. આલિયાએ સોશિયલ મીડિયા પર કંઈક એવું કર્યું જેનાથી બધાનું ધ્યાન ખેંચાઈ ગયું.

રાજમૌલીએ એવું તો શું કર્યું કે આલિયા રીસાણી? જાણો RRR માં હીરોઈન જોડે એવું તો શું થયું?

નવી દિલ્લીઃ આલિયા ભટ્ટે 'RRR'થી સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો છે. 'RRR' ગયા શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ અને બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. તેવામાં ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે 'RRR'માં ઓછો રોલ મળવાથી  આલિયા ભટ્ટ નારાજ છે. આલિયાએ સોશિયલ મીડિયા પર કંઈક એવું કર્યું જેનાથી બધાનું ધ્યાન ખેંચાઈ ગયું.

રાજામૌલીને અનફોલો કર્યા?
RRRમાં ઓછો રોલ મળવાથી આલિયા ભટ્ટ નારાજ છે...જેથી ઈન્સ્ટાગ્રામ પર 'RRR' સાથે જોડાયેલી ઘણી પોસ્ટ ડિલીટ કરી દીધી છે. જો કે હજુ પણ એક કે બે પોસ્ટ દેખાઈ રહી છે જેમાં ફિલ્મના તેના લુકનો સમાવેશ થાય છે. ડિરેક્ટર એસએસ રાજામૌલી આલિયા ભટ્ટના ફોલોવિંગ લિસ્ટમાંથી ગાયબ છે..ત્યારે એવું મનાય છે કે આલિયાએ ગુસ્સામાં રાજામૌલીને  અનફોલો કરી દીધા છે. શું ખરેખર આલિયા ભટ્ટ  એસએસ રાજામૌલીથી નારાજ છે, જો કે આ મુદ્દે અભિનેત્રી કે રાજામૌલી તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.

આલિયા ભટ્ટનો રોલ-
'RRR'માં આલિયા ભટ્ટ  સીતાના રોલમાં જોવા મળી છે. આ ફિલ્મમાં તેણે જુનિયર એનટીઆર, રામચરણ અને અજય દેવગન જેવા સ્ટાર્સ સાથે કામ કર્યું છે. આલિયાના પાત્ર વિશે એવું મનાય છે કે ડિરેકટર એસએસ રાજામૌલી આલિયાને તેને રોલ આપવામાં નિષ્ફળ રહ્યા છે.

બોક્સ ઓફિસ પર ધમાલ-
 ફિલ્મ 'RRR' બોક્સ ઓફિસ ધમાલ મચાવી રહી છે. આ ફિલ્મે ઘણા રેકોર્ડ તોડ્યા છે. રિલીઝના ત્રીજા દિવસે ફિલ્મ RRRએ વૈશ્વિક સ્તરે 500 કરોડ રૂપિયા સુધીની કમાણી કરી લીધી છે. બોક્સ ઓફિસ ઈન્ડિયાની વેબસાઈટ અનુસાર, 'RRR'એ સોમવારે 17 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ઉત્તર ભારતમાં પણ 'RRR'ને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news