મોગેમ્બો ખુશ હુઆ...40 ની ઉંમરે ફિલ્મોમાં પ્રવેશનાર અમરીશ પુરી કઈ રીતે બની ગયા ફિલ્મોના સૌથી મોટો વિલન

HAPPY BIRTHDAY AMRISH PURI: અમરીશ પુરી બૉલીવુડના પ્રખ્યાત વિલન રહી ચુક્યા છે, કે પછી એમ પણ કહી શકાય કે બેસ્ટ વિલનના લિસ્ટમાં અમીરશ પુરીનું નામ પ્રથમ આવે છે. અમરીશ પુરીએ કેટલીક શાનદાર ફિલ્મ્સ કરી છે જેમાં તેમનો અભિનય જોરદાર રહ્યો છે.

મોગેમ્બો ખુશ હુઆ...40 ની ઉંમરે ફિલ્મોમાં પ્રવેશનાર અમરીશ પુરી કઈ રીતે બની ગયા ફિલ્મોના સૌથી મોટો વિલન

નવી દિલ્હીઃ અમરીશ પુરી બૉલીવુડના પ્રખ્યાત વિલન રહી ચુક્યા છે, કે પછી એમ પણ કહી શકાય કે બેસ્ટ વિલનના લિસ્ટમાં અમીરશ પુરીનું નામ પ્રથમ આવે છે. અમરીશ પુરીએ કેટલીક શાનદાર ફિલ્મ્સ કરી છે જેમાં તેમનો અભિનય જોરદાર રહ્યો છે. 22 જૂનના રોજ અમરીશ પુરીનો જન્મદિવસ હોય છે. એટલે અમે આજે આપને જણાવીશુ અમરીશ પુરી અંગે કેટલીક ખાસ વાતો.

રેખાએ બેડથી બાથરૂમ સુધી બધી જગ્યાએ આપ્યાં બોલ્ડ સીન, રેખાનો રોમાંસ જોઈ ત્યારે અમિતાભને પણ થઈ હતી અકળામણ!

40 વર્ષની ઉંમરે મળ્યો હતો પ્રથમ રોલ:
અમરીશ પુરીને શરૂઆતથી જ એક્ટિંગનો ખુબ શોખ હતો. શરૂઆતી સમયમાં ઘણા પ્રોડ્યુસર્સે તેમને રિજેક્ટ કર્યા હતા તેમ છતાં તેઓએ એક્ટિંગ નહોતી છોડી. અને તેઓ થિએટર તરફ આગળ વધ્યા. 1970માં તેઓએ દેવ આનંદની ફિલ્મ પ્રેમ પુજારીમાં નાનકડો રોલ કર્યો હતો. 1971માં ડાયરેક્ટર સુખદેવે તેઓને 40 વર્ષની ઉંમરે રેશમા અને શેરા માટે સાઈન કર્યા. જોકે તે ફિલ્મમાં અમરીશ પુરીનો રોલ વધારે નહોતો. જેથી કરીને અમરીશ પુરીને પોતાની ઓળખ બનાવવામાં વધુ સમય લાગી ગયો હતો.

સાવ ઉઘાડી થઈને ટેનિસ કોર્ટમાં રમવા ઉતરી આ અભિનેત્રી! દુનિયાનું સૌથી સેક્સી ફિગર જોવા ઈન્ટરનેટ પર 'ચક્કાજામ'

દુર્યોધનના રોલે આપી ઓળખ:
અમરીશ પુરીને શ્યામ બેનેગલની નિશાંત, મંથન અને ભૂમિકા જેવી ફિલ્મમાં કામ મળ્યું. તેઓને સાચી ઓળખ 1980માં આવેલી ફિલ્મ હમ પાંચથી મળી. આ ફિલ્મમાં તેઓએ દુર્યોધનનો અભિનય કર્યો હતો. જે ખુબ જ ચર્ચામાં રહ્યો. તે પછી વિધાતા અને હીરો જેવી ફિલ્મોએ અમરીશ પુરીને ખલનાયકના રૂપમમાં સુપરહિટ કરી દિધા હતા. 1987માં આવેલી ફિલ્મ મિસ્ટ ઈન્ડિયામાં તેઓએ મોગેંબોના રૂપમાં અભિનય વ્યક્ત કર્યો હતો. આ ફિલ્મમાં તેમનો ડાયલોગ મોગેમ્બો ખુશ હુઆ ખુબ ફેમસ થયો. ફિલ્મોમાં વિલનનો રોલ કરનાર અમરીશ પુરીએ ક્યારેય પરત ફરીને ના જોયું. તેઓએ રામ લખન, કરણ અર્જૂન, સૌદાગર, કોયલા જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું. ફિલ્મોમાં વિલનનો રોલ કરનાર અમરીશ પુરીએ કેટલાક પોઝિટિવ રોલ પણ કર્યાં છે.

Hot Actresses ના Yoga ની Hot તસવીરો થઈ વાયરલ, જુઓ Bollywood માં તમને કોનું ફિગર લાગે છે વધારે Hot!

મનગમતી ફિલ્મ્સમાં જ કરતા હતા કામ:
કેટલીક વખત એવુ પણ થતું હતુ કે અમરીશ પુરીને મનગમતી ફિલ્મ ના મળે તો તેઓ કામ છોડી દેતા હતા. એન એન સિપ્પીની એક ફિલ્મ અમરીશ પુરીએ એટલા માટે છોડી કારણે તેઓને 80 લાખ રૂપિયા માગ્યા મુજબ નહોતા મળ્યા. અમરીશ પુરીએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતુ કે જ્યારે હું મારા અભિનય સાથે ક્યારે બાંધછોડ નથી કરતો તો મારે ફી શા માટે ઓછી લેવી જોઈએ. ફિલ્મ નિર્માતાઓને વિતરકોથી રૂપિયા મળી રહ્યાં છે કારણ કે હું ફિલ્મમાં છું. લોકો મારી એક્ટિંગ જોવા માટે થિયેટરમાં આવે છે. તો શું હું વધારે ફીનો હકદાર નથી? સિપ્પી સાહેબે પોતાની ફિલ્મ માટે મને પહેલા જ સાઈન કરી રાખ્યો હતો. ત્યારે એક વર્ષમાં ફિલ્મ શરૂ થવાની વાત હતી.. હવે ફિલ્મના ત્રણ વર્ષ થઈ ગયા છે અને આ દરમિયાન મારી ફી પણ વધી ગઈ છે.

Prime Minister Modi 70 વર્ષની ઉંમરે પણ કઈ રીતે રહે છે એકદમ ફિટ? જાણો PM Modi ની Fitness નું રહસ્ય

અમરીશ પુરીનો પરિવાર:
અમરીશ પુરનો જન્મ જાલંધર, પંજાબમાં થયો હતો. અમરીશ પુરી સહિત કુલ 4 ભાઈ અને બહેન છે.  તેમના ભાઈઓનું નામ મદનપુરી, ચનમ પુરી, હરીશ પુરી છે. જ્યારે તેમની વહુનુ નામ ચંદ્રકાંતા છે. તેમના પત્રાઈ ભાઈ સિંગર કે એલ સહગલના સગામાં છે. અમરીશે 1957માં ઉર્મિલા દિવેકર સાથે લગ્ન કર્યા હતા. અમરીશના બે બાળકો છે. તેમના પુત્ર રાજીવ પુરીના પુત્ર વર્દન પુરીએ યશરાજ ફિલ્મ્સમાં આસિસટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું છે. તેઓએ અત્યાર સુધી ત્રણ ફિલ્મ ઈશ્કઝાદે, શુદ્ધ દેશી રોમાન્સ અને દાવત એ ઈશ્કમાં કેમેરા પાછળ રહીને કામ કર્યું છે. તેમની પુત્રી નમ્રતા લાઈમલાઈટથી દૂર રહે છે. નમ્રતા સોફ્ટવેર એન્જીનિયર છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news