Gut Bacteria: માણસના પેટમાં છૂપાયેલું છે કોરોનાને પછાડવા માટેનું 'હથિયાર'!, નવા સ્ટડીમાં થયો ખુલાસો
હવે એક નવો સ્ટડી સામે આવ્યો છે કે કોરોના વાયરસ સામે લડવા માટેનું હથિયાર માણસના પેટમાં જ હાજર છે.
Trending Photos
સિયોલ: દુનિયાભરના તમામ દેશો કોરોના વિરુદ્ધ જંગ લડી રહ્યા છે અને રસીકરણને મહામારી વિરુદ્ધ સૌથી મજબૂત હથિયાર માનવામાં આવી રહ્યું છે. આ વાયરસ સામે લડવા માટે રોજ નવી શોધ અને રિસર્ચ થઈ રહ્યા છે. હવે એક નવો સ્ટડી સામે આવ્યો છે કે કોરોના વાયરસ સામે લડવા માટેનું હથિયાર માણસના પેટમાં જ હાજર છે. સ્ટડી મુજબ આપણા પેટમાં એવા બેક્ટેરિયા છે જે આ વાયરસ પર લગામ કસી શકે છે.
પેટમાં વાયરસનો ઈલાજ!
IANS ના અહેવાલ મુજબ સાઉથ કોરિયાની યોન્સેઈ યુનિવર્સિટીના સ્ટડી મુજબ કોરોના વાયરસ સામે લડવામાં માણસના પેટમાં રહેલા એક પ્રકારના બેક્ટેરિયા મદદગાર સાબિત થઈ શકે છે. રિસર્ચર્સે પોતાના રિસર્ચમાં જાણ્યું કે બેક્ટેરિયા એક એવા કમ્પાઉન્ડને પેદા કરે છે જે કોરોનાના SARS-CoV-2 વાયરસને રોકવામાં સક્ષમ છે.
અગાઉ પણ આવો જ એક સ્ટડી સામે આવ્યો હતો જેમાં ખુલાસો થયો હતો કે કોરોનાથી સંક્રમિત કેટલાક દર્દીઓના પેટમાં સંબંધિત મુશ્કેલીઓ થાય છે જ્યારે કેટલાક દર્દીઓઓના ફેફસા સુધી જ તે સંક્રમણ ફેલાય છે.
કમ્પાઉન્ડ ટેસ્ટથી મળ્યા પરિણામ
યોન્સેઈ યુનિવર્સિટીના રિસર્ચર મોહમ્મદ અલીએ આ અંગે જાણકારી આપતા કહ્યું કે 'અમે વિચાર્યું કે શું પેટમાં મળી આવતા બેક્ટેરિયા વાયરસના હુમલાથી આંતરડાને બચાવી શકે છે કે નહીં. તેને તપાસવા માટે રિસર્ચર્સે કોરોના વિરુદ્ધ ગટ બેક્ટેરિયાની ભૂમિકા પર ધ્યાન આપ્યું. જેમાં જાણવા મળ્યું કે બિફિદોબેક્ટીરિયમ નામના બેક્ટેરિયામાં કઈક આ પ્રકારની ગતિવિધિ જોવા મળી છે.'
રિસર્ચર્સે આ પરિણામ સુધી પહોંચવા માટે અનેક પ્રકારને ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે. જેમાં મશીન લર્નિંગ ટેક્નિક પણ સામેલ છે. રિસર્ચર્સનું કહેવું છે કે આ કમ્પાઉન્ડ વાયરસ વિરુદ્ધ પ્રભાવી થઈ શકે છે. મોહમ્મદ અલીએ જણાવ્યું કે અહીં સુધી પહોંચવા માટે અનેક પ્રકારના કમ્પાઉન્ડ્સનો ટેસ્ટ કરાયો હ તો પરંતુ હજુ પણ સ્ટડીના સમગ્ર ડેટા પર ઊંડા રિસર્ચનું કામ બાકી છે. આ રિસર્ચને વર્લ્ડ માઈક્રોબ ફોરમમાં રજુ કરાશે જે 20થી 24 જૂન વચ્ચે આયોજિત થઈ રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે