'તારક મહેતા...'ના 'દયાબેન' દિશા વાકાણીનું Nickname જાણીને પેટ પકડીને હસશો

 આ રિપોર્ટમાં અમે તમને એવા જ કેટલાક ટેલિવિઝનના સિતારાઓ અંગે જણાવીએ છીએ કે જેમના નિકનેમ ખુબ જ ફની છે. આ નામ સાંભળીને તમે ચોક્કસપણે પેટ પકડીને હસી પડશો. 

'તારક મહેતા...'ના 'દયાબેન' દિશા વાકાણીનું Nickname જાણીને પેટ પકડીને હસશો

નવી દિલ્હી: નાના પડદા પર કામ કરનારા સિતારોઓના નામ ફેન્સના મોઢે ચઢેલા હોય છે. આ સિતારાઓના નામ જ તેમની ઓળખ હોય છે. જો કે એવા અનેક સિતારાઓ છે જેમના એક કરતા વધુ નામ છે. આ સિતારાઓને મિત્રો અને તેમના પરિવારના સભ્યોએ નિકનેમથી નવાજેલા હોય છે. અનેક સિતારાઓના તો નિકનેમ  ખુબ જ અજીબોગરીબ છે. આ રિપોર્ટમાં અમે તમને એવા જ કેટલાક ટેલિવિઝનના સિતારાઓ અંગે જણાવીએ છીએ કે જેમના નિકનેમ ખુબ જ ફની છે. આ નામ સાંભળીને તમે ચોક્કસપણે પેટ પકડીને હસી પડશો. 

અર્જૂન બિજલાણી(Arjun Bijlani)
'નાગિન'માં ધમાલ મચાવી ચૂકેલા ટીવી અભિનેતા અર્જૂન બિજલાણીનું નિકનેમ પણ ખુબ વિચિત્ર છે. અર્જૂન બિજલાણીને તેના મિત્રો 'બીજલી'ના નામથી બોલાવે છે.

अर्जुन बिजलानी (Arjun Bijlani)

કરણ કુંદ્રા(Karan Kundra)
પોતાના બ્રેક અપના કારણે ચર્ચામાં રહેલા અભિનેતા કરણ કુંદ્રાનું નિકનેમ 'કિંગ કે' છે. કરણ કુંદ્રાના મિત્રોએ તેને આ શાનદાર ઉપનામ આપ્યું છે. 

करण कुंद्रा (Karan Kundra)

દિશા વાકાણી (Disha Vakani)
સીરીયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દયાબેનની ભૂમિકા ભજવીને ખુબ ખ્યાતિ મેળવી ચૂકેલી દિશા વાકાણીને પણ તેના મિત્રોએ એક નિકનેમ આપ્યું છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે દિશા વાકાણીનું નિકનેમ 'તાના' છે. દિશાને તેની નીકટના લોકો તાનાના નામથી જ બોલાવે છે. 

दिशा वकानी (Disha Vakani)

વરુણ સોબતી(Barun Sobti)
સીરીયલ 'ઈસ પ્યાર કો ક્યા નામ દુ' માં જોવા મળેલા વરણ સોબતીને તેના મિત્રો અને પરિવારજનો 'રૂબલ' નામથી બોલાવે છે. આ નિકનેમ વરુણ સોબતીને તેના અંકલે આપ્યું છે. અત્રે જણાવવાનું કે રૂબલ રશિયાની કરન્સી છે. 

वरूण सोबती (Barun Sobti)

અદિતિ ગુપ્તા (Additi Gupta)
'કિસ દેશ મેં હૈ મેરા દિલ'માં કામ કરી ચૂકેલી અભિનેત્રી અદિતિ ગુપ્તાનું નિકનેમ જાણીને તમારા પગ તળેથી જમીન સરકી જશે. અદિતિ ગુપ્તાના મિત્રો તેને 'ઓડીના નામથી બોલાવે છે. ઓડી એક કારનું નામ છે. 

अदिति गुप्ता (Additi Gupta)

ગુરમિત ચૌધરી (Gurmeet Choudhary)
ટીવી અભિનેતા ગુરમીત ચૌધરીના મિત્રો અને પરિવારજનોએ પણ તેને એક નિકનેમ આપ્યું છે. ગુરમીત ચૌધરીને બધા 'ગુરુ'ના નામથી બોલાવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે ગુરમીત ચૌધરીની પત્ની પણ તેને ગુરુ કહીને બોલાવે છે. 

गुरमीत चौधरी (Gurmeet Choudhary)

ક્રિસ્ટલ ડિસૂઝા(Krystle Dsouza)
ક્રિસ્ટલ ડિસૂઝાના એક કે બે નહીં પરંતુ ત્રણ નિકનેમ છે. ક્રિસ્ટલ ડિસૂઝાના મિત્રો તેને 'ક્રિસેટો' નામથી બોલાવે છે. જ્યારે ક્રિસ્ટલના માતા તેને 'બબલી' કહે છે. આ ઉપરાંત તેનો પરિવાર તેને 'કિટ્ટો' નામથી બોલાવે છે. 

क्रिस्टल डिसूजा (Krystle Dsouza)

વિવિયન દાસના(Vivian Dsena)
આ યાદીમાં સીરીયલ 'પ્યાર કી એક કહાની' અને 'શક્તિ અસ્તિત્વ કે એક અહેસાસ કી' ના સ્ટાર વિવિયન દાસનાનું પણ નામ છે. વિવયન દાસનાના મિત્રો તેને 'વીવ'ના નામથી બોલાવવાનું પસંદ કરે છે. 

विवियन डीसेना (Vivian Dsena)

દીપિકા સિંહ(Deepika Singh)
ટીવી અભિનેત્રી દીપિકા સિંહનું નિકનેમ 'સુપ્રિયા' છે. દીપિકા સિંહના મિત્રો અને પરિવારના લોકો તેને એ નામથી બોલાવે છે. 

दीपिका सिंह (Deepika Singh)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news