Drugs Case: જામીન અરજી પર કોણ નિર્ણય આવે તે પહેલા જ આર્યન ખાન જેલ ભેગો થયો, જાણો કેમ?
શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનના ભાગ્યનો ફેંસલો થાય તે પહેલા જ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) આજે બપોરે તેને મેડિકલ તપાસ માટે જેજે હોસ્પિટલ લઈ ગઈ અને તપાસ બાદ આર્થર રોડ જેલમાં લઈ ગઈ. હજુ તો આ મામલે કોર્ટમાં સુનાવણી ચાલુ છે. સાંભળવામાં તમને અજીબ લાગે પણ કાયદાની દ્રષ્ટિએ જુઓ તો આ એકદમ યોગ્ય પગલું છે.
Trending Photos
શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનના ભાગ્યનો ફેંસલો થાય તે પહેલા જ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) આજે બપોરે તેને મેડિકલ તપાસ માટે જેજે હોસ્પિટલ લઈ ગઈ અને તપાસ બાદ આર્થર રોડ જેલમાં લઈ ગઈ. હજુ તો આ મામલે કોર્ટમાં સુનાવણી ચાલુ છે. સાંભળવામાં તમને અજીબ લાગે પણ કાયદાની દ્રષ્ટિએ જુઓ તો આ એકદમ યોગ્ય પગલું છે.
જામીન અરજીનો ફેંસલો આવે તે પહેલા જ એનસીબી આર્યન ખાનને જેલમાં લઈ ગઈ. કાયદાની દ્રષ્ટિએ જુઓ તો તે બરાબર છે કારણ કે આર્યન ખાન સહિત તમામ 8 આરોપીઓને ગુરુવારે સાંજે કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે. આવામાં આર્યન અને બાકીના આરોપીઓએ તો ગુરુવારે જ જેલમાં જવાનું હતું પરંતુ ઓર્ડર આવતા આવતા સાંજે સાત વાગી ગયા હતા. જેલ પ્રશાસને તેમને એમ કહીને અંદર લેવાની ના પાડી હતી કે તેમની પાસે આરોપીઓનો કોવિડ નેગેટિવ રિપોર્ટ નથી.
Mumbai | NCB brings Aryan Khan and other accused in the cruise ship drug raid case to Arthur Jail pic.twitter.com/uow3Ukaj0Z
— ANI (@ANI) October 8, 2021
આવામાં તમામ આઠ આરોપીઓને એનસીબીની લોકઅપમાં ગુરુવારે રાતે જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવામાં આવ્યા. આ દરમિયાન લોકઅપમાં કોઈ પણ એનસીબી અધિકારી તેમની પૂછપરછ કરી શકતો નહતો. હવે કાયદાકીય રીતે શુક્રવારે સવારે જેલના દરવાજા ખુલતા જ આ આરોપીઓને જેલને સોંપવાના હતા. આવામાં આર્યન સહિત તમામ 8 આરોપીઓને હવે મેડિકલ તપાસ માટે લઈ જવાયા. રિપોર્ટ આવ્યા બાદ 8માંથી 6 પુરુષ આરોપીઓને આર્થર રોડ જેલમાં લઈ જવાશે જેમાં આર્યન ખાન પણ સામેલ છે. જ્યારે અન્ય બે મહિલાઓને ભાયખલ્લા જેલમાં લઈ જવાશે. જો કોર્ટ આમાંથી કોઈ પણ આરોપીને જામીન આપી દેશે તો તેમને તરત જેલમાંથી છોડી મૂકવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે