KL Rahul ની દુલ્હન બનશે Athiya Shetty, આ છે લગ્નની તારીખ, જાણો ડિટેલ્સ

Athiya Shetty KL Rahul Wedding: સુનીલ શેટ્ટીની પુત્રી અને બોલીવુડ એક્ટ્રેસ અથિયા શેટ્ટી અને ક્રિકેટર કે એલ રાહુલના લગ્ન સાથે જોડાયેલા મોટા અપડેટ સામે આવ્યા છે. કપલના લગ્નની તૈયારી ચાલી રહી છે. 

KL Rahul ની દુલ્હન બનશે Athiya Shetty, આ છે લગ્નની તારીખ, જાણો ડિટેલ્સ

Athiya-Rahul Wedding: બોલીવુડના દિગ્ગજ અભિનેતા સુનીલ શેટ્ટીની પુત્રી અને અભિનેત્રી અથિયા શેટ્ટી અને ભારતીય ક્રિકેટર લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. સતત કપલના લગ્નને લઇને તમામ પ્રકારના અપડેટ્સ સામે આવી રહ્યા હતા. કહેવામાં આવી રહ્યું હતું કે બંને આગામી વર્ષે 203 માં લગ્ન કરવાના છે. પરંતુ હવે ફેન્સની આતુરતાનો અંત આવી ગયો છે અને બંનેના લગ્નની તારીખની જાહેરાત થઇ ગઇ છે. 

કેએલ રાહુલ અને અથિયાના આ દિવસે થશે લગ્ન
તમને જણાવી દઇએ કે અથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્નને લઇને ગત થોડા દિવસોથી તમામ પ્રકારના સમાચાર સામે આવી રહ્યા હતા. જેને લઇને દર વખતે પરિવાર તરફથી અફવા ગણાવીને ટાળી દેવામાં આવ્યું. પરંતુ હવે આ અફવા પર પૂર્ણ વિરામ લગાવી દેવામાં આવ્યું છે. કારણ કે હવે લગ્નની અસલી ડેટ સામે આવી ગઇ છે. 

ફાઇનલ થઇ આ તારીખ
જી હાં પિંકવિલાના રિપોર્ટ અનુસાર અથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્નની ફાઇનલ ડેટ સામે આવી ગઇ છે. કહેવામાં આવી રહ્યું છે કે 21 થી 23 જાન્યુઆરી વચ્ચે બંનેના લગ્નના રિવાજો થશે. બંને એકબીજા સાથે 7 ફેરા લઇને લગ્નના બંધનમાં બંધાઇ જશે. આ સમાચારથી ફેન્સ ખૂબ ખુશ છે અને સતત સોશિયલ મીડિયા પર કપલને શુભેચ્છા પાઠવી રહ્યા છે. 

કોને કરશે આમંત્રિત?
એ પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમના લગ્નમાં વધુ લોકો સામેલ થશે નહી. ફક્ત બંનેના નજીકના મિત્રો અને પરિવારજનો લગ્નમમાં ભાગ લેશે. લગ્ન માટે કપલ ડિસેમ્બરના અંતરમાં અથવા પછી જાન્યુઆરીમાં લગ્નની જાહેરાત કરી શકે છે. આ ઉપરાંત બંનેના ઘરે જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. 

સાઉથના રીતિ-રિવાજોથી થશે લગ્ન
કહેવામાં એ પણ આવી રહ્યું છે કે બંનેના લગ્ન સાઉથના રીતિ-રિવાજ સાથે થશે. 21 થી 23 જાન્યુઆરી સુધી મહેંદી, સંગીત અને પીઠીના રિવાજો હશે. લગ્નના ફંક્શન સુનીલ અને ઘર ખંડાલા હાઉસ 'જહાન' માં થવાની સંભાવના છે. તમને જણાવી દઇએ કે પિંકવિલાને લગ્નની જાણકારી કેએલ રાહુલના નજીકના મિત્રોએ આપી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news