કુશલ પંજાબીના મોતના 9 દિવસ પત્ની ઓડ્રેએ કર્યો મોટો ખુલાસો, કનેક્શન છે આત્મહત્યા સાથે 

નાના પડદાના જાણીતા કલાકાર કુશલ પંજાબી (Kushal Punjabi) નું 37 વર્ષની વયે નિધન (Death) થયાના સમાચારથી મનોરંજન જગતમાં આઘાતની લાગણી વ્યાપી ગઈ છે. કુશલ પંજાબના મોત પાછળનું કારણ હજુ બહાર આવ્યું નથી. કુશલનો મૃતદેહ તેના પાલીહિલ ખાતેના ઘરે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.

કુશલ પંજાબીના મોતના 9 દિવસ પત્ની ઓડ્રેએ કર્યો મોટો ખુલાસો, કનેક્શન છે આત્મહત્યા સાથે 

મુંબઈ : નાના પડદાના જાણીતા કલાકાર કુશલ પંજાબી (Kushal Punjabi) નું 37 વર્ષની વયે નિધન (Death) થયાના સમાચારથી મનોરંજન જગતમાં આઘાતની લાગણી વ્યાપી ગઈ છે. કુશલ પંજાબના મોત પાછળનું કારણ હજુ બહાર આવ્યું નથી. કુશલનો મૃતદેહ તેના પાલીહિલ ખાતેના ઘરે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. કુશલના મોતથી તેના મિત્રો, ચાહકો અને ઈન્ડસ્ટ્રી ખુબ આઘાતમાં સરી પડ્યા હતા અને સોશિયલ મીડિયામાં પણ શોકની લાગણી વ્યક્ત કરી છે. જોકે હવે કુશલની મોત વિશે તેનાથી અલગ રહેતી પત્ની ઓડ્રે ડોલ્હને (audrey dolhen) પહેલીવાર ચુપકીદી તોડીને મોટો ખુલાસો કર્યો છે. 

કુશલ પંજાબીનું લગ્નજીવન અશાંત હતું અને મોટાભાગના લોકો તેની આત્મહત્યા માટે તેના લગ્નજીવનને અને તેની પત્નીના વલણને જવાબદાર ગણી રહ્યા છે. આ આરોપો વિશે સ્પષ્ટતા કરત ઓડ્રેએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે "મને ખબર નથી પડતી કે શા માટે મારી પર આક્ષેપો કરવામાં આવી રહ્યાં છે? કુશલ આ સંબંધોને નિભાવી શક્યો નહીં. કુશલ પરિવારને લઈને ક્યારેય ગંભીર નહોતો અને તે એક બેદરકાર પિતા હતો. મેં ક્યારેય કુશલને પુત્ર કિઆન સાથે વાત કરતાં રોક્યો નથી. મેં તો કુશલને શાંઘાઈમાં રહેવાનું કહ્યું હતું પરંતુ તેણે ક્યારેય રસ બતાવ્યો નહીં. ખરી રીતે તો હું કુશલના ખર્ચાઓ ઉપાડતી હતી. કિઆને પણ પિતામાં રસ લેવાનું બંધ કરી દીધું હતું. મેં કુશલ સાથેના સંબંધો ટકાવવા માટે પૂરતો પ્રયાસ કર્યો હતો. કુશલ ક્યારેય લગ્નજીવનને ગંભીર લેતો નહતો. હું દીકરા કિઆન સાથે ફ્રાંસમાં ક્રિસમસ વેકેશન પર ગઈ હતી. મને ખબર નથી કે કુશલની આત્મહત્યા પાછળ મને કેમ જવાબદાર ઠેરવવામાં આવે છે? કુશલને કારણે અમારા સંબંધો નિષ્ફળ રહ્યાં હતા."

કુશલ પંજાબીએ યુરોપિયન ગર્લફ્રેન્ડ ઓડ્રે ડોલે સાથે ગોવામાં વર્ષ 2015માં લગ્નગ્રંથીથી જોડાયો હતો. કુશલના અંતિમ સંસ્કાર તથા પ્રાર્થના સભામાં ઓડ્રે હાજર રહી હતી. કુશલના ખાસ ફ્રેન્ડ ચેતન હંસરાજે સ્વીકાર્યું હતું કે, કુશલ ડિપ્રેશનમાં હતો. ચેતને એમ પણ કહ્યું હતું કે, લગ્નજીવનમાં મુશ્કેલી હોવાથી કુશલ છેલ્લાં ઘણાં સમયથી ડિપ્રેશનમાં રહેતો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news