Avatar The Way Of Water Teaser: જબરદસ્ત છે 'અવતાર 2' નું ટીઝર, વિઝ્યુઅલ્સ જોઈને રૂવાડાં ઊભા થઈ જશે

હોલીવુડની ફિલ્મોના શોખીનો માટે વધુ એક ફિલ્મ આવી રહી છે. જેમ્સ કેમરુનની ફિલ્મ અવતાર: ધ વે ઓફ વોટર (Avatar The Way Of Water) નું ટીઝર રિલીઝ થયું છે. દાયકા પહેલા રિલીઝ થયેલી અવતાર ફિલ્મની સિક્વલ એવી આ ફિલ્મનું ટીઝર એટલું જબરદસ્ત છે કે તેના એક એક સીન પર તમારી નજર ચોંટી જશે. 

Avatar The Way Of Water Teaser: જબરદસ્ત છે 'અવતાર 2' નું ટીઝર, વિઝ્યુઅલ્સ જોઈને રૂવાડાં ઊભા થઈ જશે

Avatar The Way Of Water Teaser: હોલીવુડની ફિલ્મોના શોખીનો માટે વધુ એક ફિલ્મ આવી રહી છે. જેમ્સ કેમરુનની ફિલ્મ અવતાર: ધ વે ઓફ વોટર (Avatar The Way Of Water) નું ટીઝર રિલીઝ થયું છે. દાયકા પહેલા રિલીઝ થયેલી અવતાર ફિલ્મની સિક્વલ એવી આ ફિલ્મનું ટીઝર એટલું જબરદસ્ત છે કે તેના એક એક સીન પર તમારી નજર ચોંટી જશે. 

Avatar The Way Of Water ફિલ્મના ટીઝરમાં પેન્ડોરાની એકદમ આશ્ચર્યજનક દુનિયા તમને જોવા મળશે. ત્યાં રહેતા વાદળી માણસો સામાન્ય લોકો કરતા એકદમ અલગ દેખાય છે. જે પોતાની એક અલગ દુનિયામાં શાંતિથી જીવવાનું પસંદ કરે છે. આ ટીઝરમાં વાદળી રંગના લોકો તમને અન્ય સામાન્ય લોકો સાથે ભળતા જોવા મળશે. પરંતુ આ વખતે પણ તેઓ તેમના પરિવાર અને પોતાની દુનિયાને બચાવવા માટેની માથાપચ્ચી કરતા જોવા મળશે. ટીઝર જોઈને તમે ચોક્કસપણે રોમાંચિત થઈ જશો. 

જુઓ ટીઝર

આ ફિલ્મનો કેટલોક ભાગ પાણીની અંદર શૂટ કરાયો છે. હાલ જો કે ફિલ્મનું ટીઝર ધૂમ મચાવી રહ્યું છે. વિઝ્યુઅલ ઈફેક્ટ્સ પર દર્શકો આફરીન થઈ ગયા છે. ફિલ્મનું ટીઝર જોઈને તમને આખી ફિલ્મ જોવાની ઉત્સુકતા વધી જશે. આ ફિલ્મ જેમ્સ કેમરૂનના દિગ્દર્શન હેઠળ બની છે જેમાં Zoe Saldana, Sigourney Weaver, Sam Worthington,  Cliff Curtis, Stephen Lang, David Moore, CCH Pounder, Edie Falco, Kate Winslet અને Jemaine Clement, જેવા અદભૂત કલાકારોએ અભિનય કર્યો છે. ફિલ્મ અંગ્રેજી, તમિલ, હિન્દી, મલિયાલમ, તેલુગુ અને કન્નડમાં 16 ડિસેમ્બર 2022ના રોજ રિલીઝ થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news