ફરી એકવાર ઓનસ્ક્રીન રોમાન્સ કરતા જોવા મળશે આયુષ્માન અને ભૂમિ

આયુષ્માન ખુરાના અને ભૂમિ પેડનેકર બોલીવુડની એવી જોડિઓમાં સામેલ છે જે હમેશા પરદા પર લોકોએ ઘણી પસંદ કરી છે. આયુષ્માન અને ભૂમિએ અત્યાર સુધી બે ફિલ્મોમાં એક સાથે કામ કરી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે.

ફરી એકવાર ઓનસ્ક્રીન રોમાન્સ કરતા જોવા મળશે આયુષ્માન અને ભૂમિ

નવી દિલ્હી: આયુષ્માન ખુરાના અને ભૂમિ પેડનેકર બોલીવુડની એવી જોડિઓમાં સામેલ છે જે હમેશા પરદા પર લોકોએ ઘણી પસંદ કરી છે. આયુષ્માન અને ભૂમિએ અત્યાર સુધી બે ફિલ્મોમાં એક સાથે કામ કરી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. આ જોડીને પસંદ કરનાર લોકો માટે એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. આ જોડી ત્રીજી વખત ઓનસ્ક્રીન રોમાન્સ કરવાની તૈયારીમાં છે.

આયુષ્માન અને ભૂમિની જોડી વધુ એક ફિલ્મમાં એક સાથે કામ કરવાની તૈયારી કરી ચુકી છે. આ બંને સ્ટાર્સ ટૂંક સમયમાં ડાઇરેક્ટર અમર કૌશિકની અપકમિંગ ફિલ્મમાં જોવા મળશે. અમારી સહયોગી વેબસાઇટ બોલીવુડ લાઇફના સમાચાર અનુસાર આ ફિલ્મનું નામ ‘બાલા’ છે.

આ અગાઉ એક ઇન્ટરવ્યૂમાં આયુષ્માન ખુરાનાએ ભૂમિની સાથે પોતાની જોડી વિશે ઘણી વાતો કરી હતી. તેણે કહ્યું હતું કે, ભૂમિની સાથે કામ કરવા માટે હું ઘણો ઉત્સાહિત છું. ભૂમિ એક ટેલેન્ટેડ એક્ટ્રેસ છે. તેની સાથે કામ કરવામાં ઘણો આનંદ આવે છે. અમે જ્યારે પણ દર્શકો સામે એક સાથે આવ્યા છીએ ત્યારે કંઇક નવું લઇને આવ્યા છીએ. આ વખતે પણ એવું જ હશે.

ઉલ્લેખનીય છે કે, આયુષ્માન ખુરાના અને ભૂમિ પેડનેકર અત્યાર સુધી ‘દમ લગા કે હઇસા’ અને ‘શુભ મંગળ સાવધાન’માં સાથે કામ કરી ચુક્યા છે. બંને જ ફિલ્મ તેના ડિફ્રન્ટ સબજેક્ટના કારણે ઘણી ચર્ચામાં રહી હતી. ભૂમિએ તેના બોલીવુડ ડેબ્યૂ શરૂઆત આયુષ્માનની સાથે ‘દમ લગા કે હઇસા’માં એક જાડી છોકરીના રોલ સાથે કરી હતી.

જુઓ Live TV:-

ફિલ્મ ‘બાલા’ વિશે વાત કરીએ તો જણાવી દઇએ કે, આયુષ્માન ખુરાનાએ જણાવ્યું છે કે, તેની સ્ટોરી લાઇન ઘણી સારી છે. તે આ રીતની ફિલ્મમાં કામ કરવા માટે હંમેશા જ ઉત્સાહિત હોય છે. જણાવી દઇએ કે, હાલમાં જ ભૂમીએ તેની આગામી ફિલ્મ ‘સાંડ કી આંખ’નું શૂટિંગ પૂર્ણ કર્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news