બરાક ઓબામાએ જાહેર કર્યું 2019ના પસંદગીના ગીતોનું લિસ્ટ, એક ભારતીય સિંગર પણ સામેલ

ઓબામાએ વર્ષ 2019માં તેમને પસંદ આવેલા ગીતનું જે લિસ્ટ બનાવ્યું છે, તેમાં બેયોન્સ, લિજ્જો, નિસ નસ એક્સ, બ્રૂસ સ્પ્રિંગ્સટીન જેવા વિશ્વભરના જાણીતા ગાયકોના ગીત છે. 
 

 બરાક ઓબામાએ જાહેર કર્યું 2019ના પસંદગીના ગીતોનું લિસ્ટ, એક ભારતીય સિંગર પણ સામેલ

નવી દિલ્હીઃ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ સોમવારે પોતાની પસંદગીના ગીતનું એલ લિસ્ટ જાહેર કર્યું છે. લિસ્ટમના માધ્યમથી તેમણે જણાવ્યું કે, વર્ષ 2019માં ક્યાં ગીત તેમના ફેવરિટ રહ્યાં છે. આ ગીતમાં ભારતીય સંગીતકાર પ્રતીક કુહાડનું પણ એક ગીત છે. જ્યારે પ્રતીકે ઓબામાના આ ટ્વીટને રીટ્વીટ કર્યું તો તેના ફેન્સ આ સમાચાર સાંભળીને આનંદમાં આવી ગયા હતા. 

— Barack Obama (@BarackObama) December 30, 2019

ઓબામાએ વર્ષ 2019માં તેમના પસંદગીના ગીતનું જે લિસ્ટ બનાવ્યું છે, તેમાં બેયોન્સ, લિજ્જો, નિલ નસ એક્સ, બ્રૂસ સ્પ્રિંગ્સટીન જેવા વિશ્વભરના જાણીતા ગાયકોના ગીત સામેલ છે. ઓબામાએ પોતાના ટ્વીટમાં લખ્યું, 'હિપ હોથી લઈને કન્ટ્રી સુધી અને ધ બોસ સુધી આ રહ્યાં વર્ષના મારા પસંદગીના ગીત.'

— Prateek Kuhad (@prateekkuhad) December 30, 2019

ઓબામાએ લખ્યું, 'જો તમારે કોઈ લોંગ ડ્રાઇવ પર કંપની માટે કંઇક જોઈએ અથવા તમે ઈચ્છો છો કે તમારે વર્કઆઉટમાં હેલ્પ કરનાર મ્યૂઝિક જોઈએ તો અહીં પર એક કે પછી બે ટ્રેક છે.' મહત્વનું છે કે પ્રતીક કુહાડનું જે ગીત ઓબામાને પસંદ આવ્યું છે, તે તેના આલબમ કોલ્ડ મેસથી લેવામાં આવ્યું છે. તમે નીચે આપેલી લિંક પર ક્લિક કરીને વીડિઓ જોઈ શકો છો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news