ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં ધમાકેદાર અંદાજમાં વર્ષ 2020નો પ્રારંભ, જુઓ Photos

ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં શહેરમાં ભવ્ય આતાશબાજી સાથે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી છે. ઓસ્ટ્રેલિયામાં પણ લોકોએ શાનદાર અંદાજમાં નવા વર્ષના વધામણા કર્યાં હતા. 
 

 ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં ધમાકેદાર અંદાજમાં વર્ષ 2020નો પ્રારંભ, જુઓ Photos

નવી દિલ્હીઃ  ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે. ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં લોકોએ રંગારંગ રીતે 2019ને અલવિદા કહી વર્ષ 2020નું સ્વાગત કર્યું હતું. મહત્વનું છે કે ન્યૂઝીલેન્ડ વિશ્વનો પહેલો દેશ છે જ્યાં નવા વર્ષનું સ્વાગત સૌથી પહેલા કરવામાં આવે છે. ન્યૂઝીલેન્ડમાં સૌથી પહેલા જશ્ન મનાવવાનું કારણ અહીંનો સમય છે, જે ભારતીય સમય કરતા 7.30 કલાક આગળ છે. 

ઓકલેન્ડ શહેરના સ્કાઈ ટાવરનો નજારો આ તકે શાનદાર હોય છે. લોકો મનભરીને નવા વર્ષની ઉજવણી કરે છે. 

બીજીતરફ ઓસ્ટ્રેલિયા સ્થિત સિડનીના પ્રતિષ્ઠિત હાર્બર બ્રિજ અને ઓપેરા હાઉસમાં નવા વર્ષે જોરદાર આતાશબાજી થઈ હતી. 

હવે કોણ બનાવશે નવા વર્ષનો જશ્ન?
હવે ઓસ્ટ્રેલિયામાં નવા વર્ષની ઉજવણી થશે. ઓસ્ટ્રેલિયામાં પણ નવા વર્ષની તૈયારીઓ પૂર્ણ થઈ દઈ છે. સિડનીના હાર્બર બ્રિજ પર શાનદાર ફાયરવર્કનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં નવા વર્ષનું સ્વાગત કરવા માટે લોકો એકઠા થવા લાગ્યા છે. 

ઈંગ્લેન્ડમાં તણ શાનદાર તૈયારી
ઈંગ્લેન્ડે 2020ની શરૂઆત ભવ્ય રીતે કરવાનો નિર્ણય કર્યો છે. લંડનમાં ન્યૂ યર શોમાં 12,000 ફાયરવર્ક સળગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે લંડનમાં આવેલ ઝૂલે અને ટેમ્સ નદીની બાસે ભવ્ય આતાશબાજી કરવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news