ટોલબુથ પર રોફ ઝાડીને નિકળી જતા અધિકારીઓએ હવે ચુકવવો પડશે ટોલ ટેક્સ
Trending Photos
વડોદરા : ટોલનાકા પર પોતે સરકારી અધિકારી હોવાનો રોફ ઝાડીને ઝડપથી વીઆઇપી લેનમાંથી ટોલ ભર્યા વગર પસાર થઇ જતા ક્લાસ 1-2 અધિકારીઓનાં પીંછા ખેરવી નાખવામાં આવ્યા છે. ફાસ્ટટેગનો અમલ ફરજીયાત થતાની સાથે જ આ અધિકારીઓએ પણ ટોલટેક્સ ભરવો ફરજીયાત થશે. આના કારણે સરકારી અધિકારીઓની ઉંઘ ઉડી ગઇ છે. ટોલ પ્લાઝા પર અત્રે ઉલ્લેખનીય છે કે, ટોલ પ્લાઝા પર ટોલ ન ભરવો એક સ્ટેટસ સિમ્બોલ માનવામાં આવે છે. ટોલ ભર્યા વગર નિકળવાને અધિકારીઓ શાન તરીકે જોતા હતા. જો કે હવે તેમનાં બુરે દિન ચાલુ થઇ ચુક્યા છે.
લાખ્ખો અમદાવાદીઓ જેની આતુરતાથી રાહ જુએ છે, એ Flower Showના તારીખ જાહેર
સરકારી અધિકારીઓ પોતાનાં આઇકાર્ડ દ્વારા આ વસ્તું કરતા હોય છે. નેશનલ હાઇવે રાજ્યમાંથી પસાર થતી વખતે 37 સ્થળ પર ટોલનાકા છે. આ ટોલનાકા પર સરકારી અધિકારીએ હવે પોતાનાં ખિસ્સાનાં પૈસા ચુકવવા પડશે. હવે ફાસ્ટટેગમાં કોઇ ફ્રી સુવિધા નહી મળે. માત્ર રોડ રિલેટેડ અધિકારીઓને જ ફાસ્ટટેગ ફ્રી આપવામાં આવશે. કુલ 45 વિભાગને તેમાંથી છુટ આપવામાં આવી છે. જેમાં બાળ કલ્યાણ વિકાસ, સ્કુલ શિક્ષણ, ઇન્કમટેક્સ, બેંકિંગ સેક્ટર, ઇડી, પરિવહન, પીડબલ્યુડી, ટેલીફોન સહિતનાં વિભાગો છે. ફાસ્ટટેગમાં છૂટ માટે કેન્દ્રીય પરિવહન મંત્રાલય દ્વારા અલગ અલગ કેટેગરી જાહેર કરાઇ છે. જેમાં રાષ્ટ્રપતિથી સચિવ સુધીનાં અધિકારીઓનો સમાવેશ થાય છે. આ યાદીમાં એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટને ટોલમાંથી મુક્તિ અપાઇ છે. આ કેટેગરીમાં કલેક્ટર અને ડે.કલેક્ટર સુધીનાં અધિકારીઓનો સમાવેશ થાય છે.
વોડકાથી લઈને વ્હીસ્કી સુધી બધુ મોંઘુ... 31 ડિસેમ્બરે બૂટલેગરો આ ભાવે વેચી રહ્યાં છે દારૂની બોટલ
જે અધિકારીઓને ફાસ્ટટેગમાં ફ્રી સુવિધા આપવાની હશે તેમણે કલેક્ટરને અરજી કરવી પડશે. કલેક્ટર દ્વારા તેમને રજુઆત કરવામાં આવશે ત્યાર બાદ જે-તે વિભાગનાં અધિકારીઓ નેશનલ હાઇવે ફ્રી ફાસ્ટટેગ ફ્રી આપશે. માત્ર રોડ રીલેટેડ અધિકારી અને પોલીસનાં અધિકારી માટે જ ફ્રી હશે. ગેઝેટમાં ક્લાસ-1 અને ક્લાસ-2 કે સરકારી ગાડી માટે ફ્રી હોવાનો કોઇ જ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તેથી આ ગાડી અને અધિકારીઓએ પોતાનાં ખીચ્ચામાંથી ટોલ ટેક્સ ચુકવવો પડશે. પછી જ તેમને પસાર થવા દેવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે