હું એટલી ખૂબસુરત છું કે લોકોની નજરો હટતી નથી, મોડલ ખર્ચશે આ માટે લાખો રૂપિયા
એક મોડલ માટે તેની સુંદરતા સમસ્યા બની ગઈ છે. તેનું કહેવું છે કે તે એટલી સુંદર છે કે લોકો તેને સતત ઘૂરતા રહે છે. જિમ હોય કે માર્કેટ તેણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેવામાં તેનાથી છુટકારો મેળવવાની યોજના બનાવી છે. તે માટે તે લાખો રૂપિયા ખર્ચ કરવા તૈયાર છે.
Trending Photos
એરિઝોનાઃ એક મોડલ કહે છે કે તે એટલી સુંદર છે કે લોકો તેને જોતા જ રહે છે. જીમ હોય કે બજાર, તેને એક જ સમસ્યાનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં તે હવે લાખો રૂપિયા ખર્ચીને પોતાના માટે બોડીગાર્ડ રાખવાનું વિચારી રહી છે, જેથી તે શાંતિથી જીવી શકે. મોડલ મોનિકા (Monica Huldt) પોતે સોશિયલ મીડિયા પર પોતાનો અનુભવ શેર કર્યો છે.
37 વર્ષની મોનિકા (Monica Huldt)અમેરિકાના એરિઝોનાની રહેવાસી છે. તે બોડીગાર્ડ રાખવાનું વિચારી રહી છે કારણ કે પુરુષો તેને જીમમાં જોવાનું બંધ કરતા નથી. મોનિકા (Monica Huldt) ઈચ્છે છે કે તેનો બોડીગાર્ડ એવો હોવો જોઈએ જે લોકોને ડરાવી શકે.
તે અઠવાડિયામાં પાંચ દિવસ વર્કઆઉટ કરે છે, પરંતુ ઘણીવાર પુરુષો તેને જીમમાં જોતા રહેતા હોય છે. કેટલાક લોકો તેની સાથે વાત કરવા માટે ઉત્સુક હોય છે તો કેટલાક તેના બિનજરૂરી વખાણ કરતા રહે છે. લોકો કોઈ ને કોઈ બહાનું કરીને તેની નજીક આવવાનો પ્રયત્ન કરે છે. આ મોનિકાનું ધ્યાન ભંગ કરે છે અને તે જીમમાં ધ્યાન કેન્દ્રિત કરી શકતી નથી.
આ અંગે તેણે 'ડેઈલી સ્ટાર' સાથેની વાતચીતમાં કહ્યું - જે સારું કામ કરે અને લોકોને ડરાવી શકે છે તેને હું ખુશીથી $3,000 (રૂ. 2 લાખ 45 હજાર) દર મહિને આપીશ. મોનિકા કહે છે- મારા માટે વ્યાયામ ખૂબ જ મહત્વપૂર્ણ છે. હું આ માત્ર મારા શારીરિક સ્વાસ્થ્ય માટે જ નહીં પણ મારા માનસિક સ્વાસ્થ્ય માટે પણ કરું છું.
મોનિકા (Monica Huldt) પરિણીત છે અને તેના પતિ જોન સાથે રહે છે. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેને 3 લાખથી વધુ લોકો ફોલો કરે છે. અહીં મોનિકા પોતાની ગ્લેમરસ તસવીરો પોસ્ટ કરતી રહે છે. પરંતુ સોશિયલ મીડિયા પર પણ લોકો તેની સાથે ફ્લર્ટ કરવાનું છોડતા નથી.
જો કે, મોનિકા (Monica Huldt) કબૂલ કરે છે કે જ્યારે કોઈ તેની સુંદરતાના વખાણ કરે છે ત્યારે તેને તે ગમે છે પરંતુ તે આખો સમય પસંદ નથી કરતી. અમુક સમયે, તેણી ફક્ત એકલી રહેવા માંગે છે જેથી તે જીમમાં અને બહાર આરામથી ફરી શકે આ માટે તે બોડીગાર્ડ રાખશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે