Comedian Bharti Singh Son: ભારતી સિંહે પહેલી વખત શેર કર્યો તેના બાળકનો ફોટો, લોકોએ પાઠવ્યા અભિનંદન

Comedian Bharti Singh Newborn Baby Son: કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાએ તેમના બાળકની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. બંનેને આ તસવીર પર ઘણા અભિનંદન મળી રહ્યા છે.

Comedian Bharti Singh Son: ભારતી સિંહે પહેલી વખત શેર કર્યો તેના બાળકનો ફોટો, લોકોએ પાઠવ્યા અભિનંદન

Comedian Bharti Singh Newborn Baby Son: કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાએ આ વર્ષે તેમના પહેલા બાળકનું વેલકમ કર્યું હતું. હવે બંનેએ તેમના નવજાત બાળકની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ દરમિયાન ભારતી સિંહને કેપ્શનમાં લખ્યું, મળો અમારા પુત્ર લક્ષ્યથી. 'ગણપત્તિ બાપ્પા મોરિયા'

ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી તસવીર
પોતાના ઇન્સ્ટાગ્રામ પર પુત્ર અને પતિ સાથે શેર કરેલી તસવીરમાં ભારતી સિંહ એકદમ ક્યૂટ લાગી રહી હતી. તેણે અને પતિ હર્ષે સફેદ રંગના કપડા પહેર્યા છે અને તેમના દિકરાને સફેદ રૂમાલથી ઢાંકી રાખ્યો છે. એક તસવીરમાં તે તેના દિકરા પર મમતા લૂંટાવી રહી છે. સોશિયલ મીડિયા પર તેની આ તસવીર ઘણી શરે થઈ રહી છે અને લોકો અભિનંદન પાઠવી રહ્યા છે.

વર્ષ 2017 માં કર્યા હતા લગ્ન
ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાએ 3 સપ્ટેમ્બર 2017 ના ગોવામાં લગ્ન કર્યા હતા. લગ્ન બાદથી બંને જ હેપ્પી મેરિડ પ્રોફેશનલ લાઈફ પસાર કરી રહ્યા છે. તે બંને એક સાથે ઘણા કોમેડી પ્રોજેક્ટમાં પણ જોવા મળે છે. બંને વચ્ચે જબરદસ્ત બોન્ડિંગ છે. બંનેને લોકો ઘણા પસંદ કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news