લો બોલો! પતિ માટે 'ખતરો' બની ગઈ છે ભારતી સિંહ, હર્ષ લિંબાચિયા એ કેમેરા સામે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
વીડિયોમાં ભારતી સિંહ કહે છે કે, અરે, મારા પતિને ભડકાવશો નહીં. લાગે છે કે તમે પત્ની પીડિત ઈન્સાન છે. એવું છે કે શું? આ સાંભળીને હર્ષ લિંબાચિયા હસવા લાગે છે. ઈન્ટરનેટ પર આ વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
Trending Photos
નવી દિલ્હી: કોમેડિયન ભારતી સિંહ હાલના દિવસોમાં પોતાની પ્રેગ્રેન્સી સમયગાળાને એન્જોય કરી રહી છે. ટૂંક સમયમાં ભારતી માતા બનવાની છે. પ્રેગ્રેન્ટ થયા બાદ ભારત સિંહ ખુબ જ કામ કરી રહી છે. હાલ ભારતી પોતાના પતિ હર્ષ લિંબાચિયાની સાથે 'હુનરબાજ' શોને હોસ્ટ કરી રહી છે. શોમાં બન્ને જણાં વચ્ચે મઝાક મસ્તી ચાલતી રહે છે. આ વાતો વચ્ચે એક વીડિયો સામે આવ્યો છે, જેમાં હર્ષ પત્ની ભારતી સિંહને પોતાનો સૌથી મોટો ખતરો જણાવ્યો છે.
કેમેરા સામે કહી દીધી આ વાત
વીડિયોમાં હર્ષ અને ભારતી નજરે પડી રહ્યા છે. એક શખસ હર્ષને પુછે છે કે પત્નીનો ખતરો કેટલો મોટો હોય છે. દુનિયા કહે છે. તેના પર હર્ષ લિંબાચિયા જણાવે છે કે, દુનિયા કહે છે કે પત્નીનો ખતરો ખુબ જ મોટો હોય છે, પરંતુ મારો ખતરો બહુ જ ક્યૂટ છે. મારો ખતરો ખુબ પ્રેમાળ છે. અમે જેવી રીતે સ્ટેજ પર મઝાક મસ્તી કરીએ છીએ, તેવી જ રીતે ઘરે પણ કરીએ છીએ. કોઈ કામ હોય કે સ્ટ્રેસ હોય, બસ અમે સદા મસ્તી કર્યા કરીએ છીએ. હર્ષની આ વાતો પર ભારતી સિંહે તાત્કાલિક રિએક્શન આપ્યું છે.
ભારતી સિંહે કર્યું રિએક્ટ
વીડિયોમાં ભારતી સિંહ કહે છે કે, અરે, મારા પતિને ભડકાવશો નહીં. લાગે છે કે તમે પત્ની પીડિત ઈન્સાન છે. એવું છે કે શું? આ સાંભળીને હર્ષ લિંબાચિયા હસવા લાગે છે. ઈન્ટરનેટ પર આ વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
ડિલીવરી ડેટનો થયો ખુલાસો
હાલમાં ભારતી પાપારાજી સાથે વાત કરતી નજરે પડી. તે દરમિયાન ભારતી વાત કરતા કરતા ઢોલના તાલે ડાન્સ કરતી જોવા મળી હતી. વીડિયોમાં ભારતી બાજુમાં યોજાઈ રહેલા એક લગ્નમાં વાગી રહેલા ઢોલના તાલે થિરકતી નજરે પડી રહી છે. તે દરમિયાન ભારતી પોતાની પાસે ઉભેલા એક વ્યક્તિને માસ્ક પહેરવા માટે પણ જણાવે છે. ત્યારબાદ પાપારાજી ઈશારો કરીને ભારતીની ડિલેવરી ડેટ પુછે છે. તેના પર ભારતી કહે છે ભાઈ એપ્રિલના પહેલા અઠવાડિયામાં તમે બધા ગમે ત્યારે મામા બની શકો છો.
નોર્મિલ ડિલીવરી ઈચ્છે છે ભારતી સિંહ
ભારતી અને હર્ષે ગત વર્ષે ડિસેમ્બરમાં પોતાની પ્રેગ્રેન્સી વિશે ફેન્સને જાણકારી આપી હતી. ભારતીએ પોતાની યૂટ્યૂબ ચેનલ એલઓએલ લાઈફ ઓફ લિંબાચિયા પર એક વીડિયો શેર કરીને પોતાની પ્રેગ્રેન્સીની ખુશી જાહેર કરી હતી. અમે માતા-પિતા બનવાના છીએ નામના આ વીડિયોમાં હર્ષ પણ અભિનય કરતો જોવા મળી રહ્યો હતો.
અગાઉ ભારતીએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તે નોર્મલ ડિલીવરી ઈચ્છે છે. તેમણે જણાવ્યું કે, મેં યોગા કરવાનું શરૂ કરી દીધું છે. સાચું કહું તો હું સિઝેરિયનથી ખુબ જ ડરી રહી છું. મેં સાંભળ્યું છે કે પછી ખુબ જ દર્દ થાય છે અને હું એક કામકાજી માતા છું, એટલા માટે હું આગળ કોઈ જટિલતા રાખવા માંગતી નથી. હું ખુબ જ મહેનત કરી રહી છું અને ડોક્ટરના તમામ દિશા નિર્દેશોનું પાલન કરી રહી છું જેથી નોર્મલ ડિલીવરી થઈ શકે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે