Anupamaa ના ફેન્સને મોટો ઝટકો, કિંજલ નહીં પરંતુ આ કેરેકરે છોડ્યો શો; જાણો શું છે કારણ

Alma Hussein Quits Anupma: અનુપમા શોના ચાહકોને એક મોટો ઝટકો લાગવા જઈ રહ્યો છે. અનુપમા શોમાંથી નિધિ શાહના શો છોડવાના સમાચાર સામે આવ્યા હતા પરંતુ તેની જગ્યાએ આ એક્ટ્રેસે શો છોડી દીધો છે

Anupamaa ના ફેન્સને મોટો ઝટકો, કિંજલ નહીં પરંતુ આ કેરેકરે છોડ્યો શો; જાણો શું છે કારણ

Alma Hussein Quits Anupma: રૂપાલી ગાંગુલીના શો અનુપમાએ લોકોના દિલમાં એક અલગ જગ્યા બનાવી છે. એવામાં અનુપમા શોના ચાહકોને એક મોટો ઝટકો લાગવા જઈ રહ્યો છે. અનુપમા શોમાંથી નિધિ શાહના શો છોડવાના સમાચાર સામે આવ્યા હતા પરંતુ તેની જગ્યાએ અલ્મા હુસૈને શો છોડી દીધો છે. જોકે, આ પહેલા સમરનું પાત્ર નિભાવનાર પારસ કલનાવતે પણ શોને અલવિદા કહ્યું હતું. પારસ કલનાવત હવે કલર્સ પર આવનારા ઝલક દિખલાજા 10 માં જોવા મળશે. તમને જણાવી દઈએ કે, અનુપમા શામાં અલ્મા સારાની ભૂમિકા એટલે કે પારસ કલનાવતની લવ ઇન્ટરેસ્ટની ભૂમિકા નિભાવી રહી હતી.

શો છોડ્યા બાદ ઇટાઈમ્સ સાથે વાતચીત દરમિયાન અલ્માએ કહ્યું કે, હું આ શોમાં મે મહિનાથી જોડાઈ હતી અને મને કામ કરવાની મજા આવી રહી હતી. પરંતુ મારો ટ્રેક આગળ વધી રહ્યો ન હતો. જેનાથી મને લાગી રહ્યું હતું કે, એક કલાકાર તરીકે હું સારું કરી રહી નથી. મારે હજુ ઘણું બધુ શીખવાનું છે. જે હું કરી રહી નથી. છેલ્લા કેટલાક મહિનાથી શોમાં કોઈપણ નવો ટ્વીસ્ટ આવ્યો નથી અને આ પારસના શો છોડવાના કારણે પણ થયું છે.

શોમાં નહીં જોવા મળે સારા
અલ્માએ જણાવ્યું કે, મેકર્સ કંઈ નવું કરી રહ્યા નથી. એવામાં હું આગળ વધવા માંગું છું. મેં રાજન શાહીજી સાથે વાત કરી અને તેઓ પણ મારી વાતથી સંમત થયા. હવે શોમાં સારા અભ્યાસ માટે અમેરિકા જતી રહેશે અને હિં આ શોનો ભાગ નહીં રહું.

કહાનીમાં ટ્વિસ્ટ
અનુપમાની કહાનીમાં ટ્વિસ્ટ સાથે પાત્રોની અદલા-બદલી પણ નવો ટર્ન લાવી રહી છે. કોઈને શોના મેકર્સ બહારનો રસ્તો દેખાડી રહ્યા છે તો કેટલાક પોતની જાતે શો છોડી જઈ રહ્યા છે. પહેલા પારસ અને હવે અલ્માના જવાથી ફેન્સને મોટો ઝટકો લાગી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news