તમારા લગ્નમાં સલમાન, શાહરૂખ, પ્રિયંકા, કેટરીના કોને બોલાવવા છે નાચવા? જાણી લો ઠુમકા લગાવવાની ફી!

લગ્નમાં ડાન્સ કરવા માટે આ ફિલ્મી સિતારાઓ વસૂલે છે તગડી રકમ! લગ્ન, બર્થ ડે કે અન્ય કોઈપણ ફંકશનમાં બોલીવુડ સ્ટારને તમારા ત્યાં નાચવા બોલાવવા હોય તો પહેલાં એમના ઠુમકાની ફી જાણી લેજો.

તમારા લગ્નમાં સલમાન, શાહરૂખ, પ્રિયંકા, કેટરીના કોને બોલાવવા છે નાચવા? જાણી લો ઠુમકા લગાવવાની ફી!

નવી દિલ્હીઃ તમારા લગ્નમાં સલમાન, શાહરૂખ, ઐશ્વર્યા, પ્રિયંકા, કેટરીના કોને નાચવા બોલાવવા છે?આ ફિલ્મી સિતારાઓ લગ્નમાં ડાન્સ કરવા માટે વસૂલે છે તગડી રકમ! લગ્ન, બર્થ ડે કે અન્ય કોઈપણ ફંકશનમાં બોલીવુડ સ્ટારને તમારા ત્યાં નાચવા બોલાવવા હોય તો પહેલાં એમના ઠુમકાની ફી જાણી લેજો. બોલીવુડ સ્ટાર્સના ઠુમકાની ફી જાણીને જ ઉડી જશે હોંશ. બોલિવૂડ સ્ટાર્સ અવારનવાર લગ્નોમાં પરફોર્મ કરતા જોવા મળે છે.

શાહરૂખ ખાનથી લઈને પ્રિયંકા ચોપરા સુધીના ઘણા લોકો લગ્નના ફંક્શનમાં ડાન્સ કરતા જોવા મળ્યા છે, પરંતુ શું તમે જાણો છો કે આ સ્ટાર્સ લગ્ન, બર્થ ડે કે કોઈપણ ફંક્શનમાં પરફોર્મ કરવા માટે કેટલો ચાર્જ વસુલે છે? ચાલો અહીં એક નજર કરીએ કે લગ્નમાં કયા અભિનેતા ડાન્સ પરફોર્મન્સ માટે કેટલી રકમ લે છે.

No description available.

સલમાન ખાન-
બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન લગ્ન સમારોહમાં ડાન્સ કરવા માટે 2 કરોડ રૂપિયા લે છે.

No description available.

શાહરૂખ ખાન-
અમારી પાર્ટનર વેબસાઈટ બોલિવૂડ લાઈફ અનુસાર, શાહરૂખ ખાન 3 કરોડ રૂપિયા લે છે.

No description available.

અક્ષય કુમાર-
ડીએનએમાં છપાયેલા અહેવાલ મુજબ અક્ષય કુમાર 2.5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

No description available.

કેટરીના કૈફ-
'ટાઈગર ઝિંદા હૈ' અભિનેત્રી કેટરિના કૈફ લગ્નમાં પરફોર્મ કરવા માટે તગડી રકમ લે છે. રિપોર્ટ અનુસાર કેટરીના 3.5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

No description available.

પ્રિયંકા ચોપરા-
પ્રિયંકા ચોપરા લગ્નના ફંક્શનમાં પરફોર્મ કરવા માટે લગભગ 2.5 કરોડ રૂપિયા લે છે.

No description available.

હૃતિક રોશન-
રિતિક રોશન પણ લગ્નમાં પરફોર્મ કરવા માટે મોટી રકમની માંગણી કરે છે. પ્રાપ્ત માહિતી મુજબ તે લગ્નમાં કે કોઈ કાર્યક્રમમાં ડાન્સ કરવાના 2.5 કરોડ રૂપિયા લે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news