અનેક સ્થળે saaho નો મોર્નિંગ શો રદ્દ: BOX OFFICE પર થશે મોટુ નુકસાન

સાહો સાથે જોડાયેલા એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, જેની અસર બોક્સ ઓફીસ પર પડી શકે છે

અનેક સ્થળે saaho નો મોર્નિંગ શો રદ્દ: BOX OFFICE પર થશે મોટુ નુકસાન

નવી દિલ્હી : બાહુબલી ફેમ પ્રભાસની મોસ્ટ અવેટેડ ફિલ્મ સાહો આજે સમગ્ર દેશમાં 100થીવધારે સિનેમાઘરોમાં રિલીઝ થઇ ચુકી છે. ઘણી બધી એક્શન, પ્રભાસની પ્રેઝન્સ, ડ્રામા, વચ્ચે વચ્ચે રોમાન્સ, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ અને ફિલ્મમાં ભારે ભરકમ બજેટ એકવાર ફરીથી લોકોને ફિલ્મ સાહો જોવા માટે સિનેમાઘરો સુધી લઇ જવામાં સફળ જરૂર થઇ છે પરંતુ ફિલ્મની સ્ટોરી મુદ્દે લોકોમાં ખુબ જ નિરાશા જોવા મળી રહી છે. ફિલ્મ સમીક્ષકોએ સાહોની વાર્તા મુદ્દે નિરાશા વ્યક્ત કરી છે. હવે સાહો સાથે જોડાયેલ વધારે એક સમાચાર સામે આવ્યા છે, જેના કારણે બોક્સ ઓફીસની પહેલા દિવસની કમાણી પર ભારે નુકસાન પહોંચાડી શકે છે.

નાણામંત્રી: સરકારની મોટી જાહેરાત, વિલય બાદ માત્ર 12 સરકારી બેંકો જ રહેશે
ડીએનએ વેબસાઇટમાં પ્રકાશિત એક સમાચાર અનુસાર પ્રભાસની મોસ્ટ અવેટેડ ફિલ્મ સાહોનાં હિંદી વર્ઝનનાં પહેલા દિવસે લગભગ 20 કરોડ રૂપિયા કમાવાની આશા કરવામાં આવી રહી હતી, પરંતુ તેમાં નિશ્ચિત રીતે મોટો ઘટાડો આવાની શક્યતા છે. જો કે તેમાં નિશ્ચિત રીતે મોટી મોટો ઘટાડો આવી શકે છે કારણ કે અનેક સ્થળો પર મોર્નિંગ શો કેન્સલ કરી દેવાયા છે. તેની પાછળ કારણ હતું કે ફિલ્મ સાહોની 2 હજાર પ્રિંટ યોગ્ય સમયે થિયેટર પર પહોંચી શકી નહોતી. 

મોદી સરકારનો ચમત્કાર, બેંકોના ડુબેલા 1.21 લાખ કરોડ પાછા આવ્યા
રિપોર્ટ અનુસાર આ પ્રિંટ ઉત્તર ભારતનાં અનેક શહેરોમાં યોગ્ય સમયે પહોંચી શકી નહોતી. આ જ કારણ છે કે ફિલ્મનો કારોબાર બપોર બાદ શરૂ થયો. આ પ્રકારે સવારની ભીડનો મોટા ભાગનો હિસ્સો ફિલ્મથી દુર રહ્યું. સાહો ભારતીય ફિલ્મ ઇતિહાસની સૌથી મોંઘી ફિલ્મ છે. જેમાં નિર્દેશક સુજીતે નિર્દેશિત કર્યા છે. આ ફિલ્મમાં જેકી શ્રોફ, નીલ નિતિન મુકેશ, મંદિરા બેદી, ચંકી પાંડે, મહેશ માંઝરેકર જેવા સીતારાઓ પણ જોવા મળશે. આ ફિલ્મ સુજીત દ્વારા નિર્દેશિત અને યુવી ક્રિએશન્સ અને ટી સીરીઝ દ્વારા નિર્મિત છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news