દેશના અનેક રાજ્યોમાં ભરઉનાળે મોસમનો મિજાજ બદલાયો, ક્યાંક ગરમી તો ક્યાંક વરસાદ

દેશમાં ગરમીની સીઝન ચાલી રહી છે પરંતુ કેટલાક રાજ્યોમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. ભારે ગરમી વચ્ચે વરસાદ પડતા લોકોને થોડી રાહત મળી છે. બીજીતરફ હવામાન વિભાગે નવી આગાહી પણ કરી છે. 
 

દેશના અનેક રાજ્યોમાં ભરઉનાળે મોસમનો મિજાજ બદલાયો, ક્યાંક ગરમી તો ક્યાંક વરસાદ

નવી દિલ્હીઃ દેશના અનેક રાજ્યોમાં ભરઉનાળે મોસમનો મિજાજ બદલાયો.... જેમાં ક્યાંક પવન સાથે ભારે વરસાદ વરસ્યો... ક્યાંક ધીમી ધારે કમોસમી વરસાદ વરસ્યો.... રાજસ્થાન સહિત 5 રાજ્યોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો... ત્યારે દેશમાં કેવો છે મોસમનો મિજાજ?.. હવામાન વિભાગની શું છે આગાહી?.... જોઈશું આ અહેવાલમાં....

દક્ષિણ ભારતના અન્ય એક રાજ્ય તમિલનાડુમાં પણ હવામાનમાં અચાનક પલટો આવ્યો... રાજ્યના ત્રિચી શહેરના અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ તૂટી પડ્યો... જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.... જોકે ભરઉનાળે વરસાદ પડતાં લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે.

હિમાચલ પ્રદેશના હિલ સ્ટેશન તરીકે જાણીતા શિમલામાં પણ મોસમનો મિજાજ બદલાયો... અહીંયા એકાએક વરસાદ શરૂ થઈ જતાં તાપમાનમાં મોટો ઘટાડો થયો... જેના કારણે પ્રવાસીઓ અને સ્થાનિકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.

હિમાચલ પ્રદેશના અન્ય એક શહેર હમીરપુરમાં પણ કમોસમી વરસાદ વરસ્યો.... અહીંયા કરા સાથે અચાનક કમોસમી વરસાદ તૂટી પડ્યો... જેના કારણે વાહનચાલકોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.... 

એકતરફ કમોસમી વરસાદના કારણે અનેક રાજ્યોમાં લોકોને ગરમીમાં હાશકારો થયો... જોકે બીજીબાજુ જમ્મુ કાશ્મીરના પૂંછમાં આફતનો વરસાદ વરસ્યો... અહીંયા ભારે પવન સાથે વરસાદ પડતાં બાગાયતી પાકના ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો.... કેમ કે અચાનક ભારે વરસાદ પડતાં બાગાયતી પાક ખરી પડતાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે.

એકબાજુ અનેક રાજ્યોમાં હવામાનમાં પલટો આવ્યો છે... તો બીજીબાજુ હવામાન વિભાગે ચિંતા વધારતી આગાહી કરી છે... જેના પર નજર કરીએ તો 14 મેના રોજ મહાાષ્ટ્ર, છત્તીસગઢ, ગુજરાત, આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં વીજળી પડવાની સંભાવના છે... તો મધ્ય પ્રદેશ, ગોવા અન કર્ણાટકમાં 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.

15 મેના રોજ ઓડિશા સહિત ઉત્તર-પૂર્વના 7 રાજ્યોમાં વરસાદ અને વીજળી પડશે... તો મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ગુજરાત, તેલંગાણા અને ગોવામાં ધૂળની ડમરીઓ ઉડશે.... જ્યારે તમિલનાડુ, પુડુચેરી અને કેરળમાં ભારે વરસાદનું અલર્ટ છે..

ભરઉનાળામાં ગરમીની જગ્યાએ કમોસમી વરસાદ પડવો એ ગ્લોબલ વોર્મિગનું કારણ છે... આગામી સમયમાં પણ ઋતુચક્રમાં ફેરફારના કારણે દેશના અનેક રાજ્યના લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડશે તે નક્કી છે...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news