શરમ કરો! એક સ્વ-ઘોષિત ફિલ્મ વિવેચકની ભદ્દી Tweet, અભિનેત્રી બોલી-'બની ગયા મર્દ!'
પોતાને ફિલ્મ સમીક્ષક ગણાવતા એક વ્યક્તિએ એવી ફૂહડ વાત લખી છે કે જેને સાંભળીને કોઈને પણ અણગમો થઈ જાય છે. લોકો સેલિનાને કેસ દાખલ કરવાની માંગ કરી રહ્યા છે.
Trending Photos
સોશિયલ મીડિયા પર એક સ્વ-ઘોષિત ફિલ્મ વિવેચક છે. નામ છે Umair Sandhu. તે પોતાની જાતને ફિલ્મ પત્રકાર તરીકે પણ ગણાવે છે. તેણે અભિનેત્રી Celina Jaitley વિશે ઘૃણાસ્પદ Tweet કરી છે. જેના પર સેલિના જેટલીના જવાબે તેની હવા પાણી બંધ કરી દીધા છે.
ઉમૈર સંધુએ લખ્યું-
"સેલિના જેટલી બોલિવૂડની એકમાત્ર અભિનેત્રી છે જે પિતા (ફિરોઝ ખાન) અને પુત્ર (ફરદીન ખાન) બંને સાથે ઘણી વખત સૂઈ છે."
ઉમૈરના આ Tweetમાં કોઈ વજૂદ નથી. તેમ જ અત્યારે આવી વાત કરવાનો કોઈ અર્થ કે સંદર્ભ નથી. આ માત્ર તેમની ઘૃણાસ્પદ માનસિકતા અને સસ્તી પ્રસિદ્ધિની ભૂખ દર્શાવે છે. વેલ, સૌપ્રથમ તો જનતાએ તેને કોમેન્ટ બોક્સમાં આ માટે ફટકાર લગાવી છે. સેલિના જેટલી ફિલ્મોથી દૂર છે પરંતુ Twitter પર સક્રિય છે. આ Tweetએ તેમની નજર ખેંચી લીધી. સેલિના જેટલીએ ઉમૈરના Tweetને ટાંકીને લખ્યું કે,
"મિસ્ટર સંધુ, મને આશા છે કે તમે આ પોસ્ટ કરીને તમે મર્દ બની ગયા છો. અને તમારી ઈરેક્ટાઈલ ડિસફંક્શનનો ઈલાજ થઈ ગયો છે. પરંતુ તમારો ઈલાજ અન્ય રીતે પણ કરી શકાય છે. જેમકે ડૉક્ટર પાસે જઈને. તમારે ક્યારેક પ્રયત્ન કરવો જોઈએ. Twitter કૃપા કરીને આમની સામે પગલાં ભરો.
Dear Mr Sandhu hope posting this gave you the much needed girth & length to become a man & some hope to cure you of your erectile dysfunction. There are others ways to fix your problem..like going to a doctor, you must try it sometime! #celinajaitly @TwitterSafety pls take action https://t.co/VAZJFBS3Da
— Celina Jaitly (@CelinaJaitly) April 11, 2023
લોકો સેલિનાને આ વ્યક્તિ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરવાની સલાહ પણ આપી રહ્યા છે. કારણ કે આ માણસ આમ સુધરવાનો નથી. જો કે, આ પહેલીવાર નથી જ્યારે ઉમૈર સંધુએ કોઈ વિવાદાસ્પદ વાત કરી હોય. સોશિયલ મીડિયા થોડી અલગ રીતે કામ કરે છે. કાં તો તમે ખૂબ સારી, ઉપયોગી અથવા રમુજી વાત કરો છો. અથવા વિવાદાસ્પદ વસ્તુઓ કરો.
આખી રમત ટ્રેક્શનની છે. ઘણી વખત લોકો સોશિયલ મીડિયા પર કોઈની સામે Tweet કરે છે. કમેન્ટ કરે છે કે તેની Tweet શેર કરે છે. આવું થાય છે કે તે વ્યક્તિ અને તેની Tweet બંનેની પહોંચ વધે છે. એકંદરે વાત એ છે કે આમાં એક જ વ્યક્તિને ફાયદો થાય છે. કારણ કે લોકો તેના વિશે વાત કરી રહ્યા છે. તે શું ઇચ્છતો હતો. આને શાસ્ત્રોમાં સસ્તી પ્રસિદ્ધિ કહેવામાં આવી છે.
વેલ, સેલિના જેટલીએ 2001માં મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો હતો. તેણે 2003માં આવેલી ફિલ્મ 'જાનશીંન'થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મ ફિરોઝ ખાને ડિરેક્ટ કરી હતી. પિક્ચરમાં ફરદીન ખાન સેલિનાનો હીરો હતો. તેની કારકિર્દીમાં આગળ, સેલિનાએ 'નો એન્ટ્રી', 'અપના સપના મની મની', 'હે બેબી' અને 'ગોલમાલ રિટર્ન્સ' જેવી ફિલ્મોમાં કામ કર્યું. તેની છેલ્લી હિન્દી ફિલ્મ અક્ષય કુમાર અને ઈરફાન સ્ટારર 'થેંક યુ' હતી. ત્યારથી સેલિના ફિલ્મોથી દૂર રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે