Raju Srivastava Health Update: લોકોની દુઆઓએ કર્યો કમાલ! પરિવારનો દાવો- રાજુ શ્રીવાસ્તવ ભાનમાં આવ્યા
લોકપ્રિય કોમેડિયન અને ફિલ્મ અભિનેતા રાજુ શ્રીવાસ્તવના સ્વાસ્થ્યને લઈને ખુબ મોટા અપડેટ સામે આવ્યા છે. રાજુ શ્રીવાસ્તવના પરિવારે દાવો કર્યો છે કે તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. પરિવારે જણાવ્યું કે તેમને હોશ આવી ગયા છે. હાર્ટ એટેક આવ્યા બાદ તેઓ દિલ્હીના એમ્સમાં સારવાર હેઠળ છે. પરિવારે દાવો કર્યો કે હાર્ટ એટેક આવ્યા બાદ આજે પહેલીવાર રાજુએ આંખો ખોલી છે.
Trending Photos
Raju Srivastava Health Update: લોકપ્રિય કોમેડિયન અને ફિલ્મ અભિનેતા રાજુ શ્રીવાસ્તવના સ્વાસ્થ્યને લઈને ખુબ મોટા અપડેટ સામે આવ્યા છે. રાજુ શ્રીવાસ્તવના પરિવારે દાવો કર્યો છે કે તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. પરિવારે જણાવ્યું કે તેમને હોશ આવી ગયા છે. હાર્ટ એટેક આવ્યા બાદ તેઓ દિલ્હીના એમ્સમાં સારવાર હેઠળ છે. પરિવારે દાવો કર્યો કે હાર્ટ એટેક આવ્યા બાદ આજે પહેલીવાર રાજુએ આંખો ખોલી છે. બીજી બાજુ ડોક્ટર્સનું કહેવું છે કે હજુ તેમનું ફક્ત 1થી 2 ટકા મગજ જ કામ કરી રહ્યું છે.
15 દિવસ બાદ ભાન આવ્યું
મળતી માહિતી મુજબ રાજુ શ્રીવાસ્તવના અંગત સચિવ ગરવિત નારંગે જણાવ્યું કે આજે 15 દિવસ બાદ તેમને હોશ આવ્યા છે. દિલ્હીના એમ્સમાં ડોક્ટરો દ્વારા તેમની નિગરાણી થઈ રહી છે. તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. રાજુ શ્રીવાસ્તવને વર્કઆઉટ દરમિયાન છાતીમાં દુખાવો અને થયો અને તેઓ ફસડાઈ પડ્યા હતા ત્યારબાદ 10 ઓગસ્ટે તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
Raju Srivastava gained consciousness today after 15 days, he's being monitored by doctors at AIIMS Delhi. His health condition is improving: Garvit Narang, his Personal Secy
He was admitted here on Aug 10 after experiencing chest pain & collapsing while working out at the gym. pic.twitter.com/kmPfqRey1a
— ANI (@ANI) August 25, 2022
એમ્સમાં સારવાર હેઠળ
આ અગાઉ મંગળવારે રાજુ શ્રીવાસ્તવની પુત્રીએ જણાવ્યું હતું કે તેમના પિતાની સ્થિતિ સ્થિર છે પરંતુ હજુ તેમને હોશ આવ્યા નથી. નોંધનીય છે કે 58 વર્ષના રાજુ શ્રીવાસ્તવને 10 ઓગસ્ટના રોજ હાર્ટ એટેક આવ્યો હતો અને ત્યારબાદ તેમને એમ્સમાં દાખલ કરાયા હતા.
ગત સપ્તાહ તેમની તબિયત વધુ બગડતા અફવાઓ વચ્ચે તેમની પત્ની શિખા શ્રીવાસ્તવે કહ્યું હતું કે તેમના પતિ એક યોદ્ધા છે અને તેઓ આપણા બધા વચ્ચે વાપસી કરશે. શિખાએ મીડિયા અને તેમના પ્રશંસકોને કહ્યું હતું કે મારી નમ્ર વિનંતી છે કે કૃપા કરીને અફવાઓ ન ફેલાઓ. તે અમારા મનોબળને પ્રભાવિત કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે