LJP: ચિરાગ પાસવાનને આ ભૂલ પડી ભારે, કાકા બની ગયા બળવાખોર

બિહારની રાજનીતિમાં  LJPમાં વિવાદ વધી ગયો છે કારણ કે ચિરાગ પાસવાનના કાકા પશુપતિ પાસરે તેને મોટો ઝટકો આપી દીધો છે. પારસે ચિરાગને ચેતવણી આપી કે તે ઈચ્છે તો પાર્ટીમાં રહી શકે છે. એનડીએ સાથે અમારી પાર્ટી રહેશે. 

 LJP: ચિરાગ પાસવાનને આ ભૂલ પડી ભારે, કાકા બની ગયા બળવાખોર

નવી દિલ્હીઃ લોક જનશક્તિ પાર્ટી (LJP) ના 5 સાંસદોએ ચિરાગ પાસવાન સામે બળવો કરી લીધો છે. આ વચ્ચે ચિરાગના કાકા પશુપતિ પારસે કહ્યુ કે, મેં પાર્ટી તોડી નથી, પાર્ટી બચાવવાનું કામ કર્યુ. એલજીપી અમારી પાર્ટી, જેડીયૂમાં જવાની વાત ખોટી છે. 

ચિરાગને કાકાએ આપ્યો ઝટકો
બિહારની રાજનીતિમાં  LJPમાં વિવાદ વધી ગયો છે કારણ કે ચિરાગ પાસવાનના કાકા પશુપતિ પાસરે તેને મોટો ઝટકો આપી દીધો છે. પારસે ચિરાગને ચેતવણી આપી કે તે ઈચ્છે તો પાર્ટીમાં રહી શકે છે. એનડીએ સાથે અમારી પાર્ટી રહેશે. 

હવે તમારે તે સમજવુ જોઈએ કે અંતે શું કામ આવી નોબત આવી કે ચિરાગના કાકાએ બળવાખોર વલણ અપનાવી લીધું. ચિરાગની વાત કરીએ તો તેણે એક બાદ એક ભૂલો કરી. તેનો સિલસિલો તે સમયે શરૂ થઈ ગયો હતો, જ્યારે તેના પિતા અને એલજીપીના મુખિયા રામવિલાસ પાસવાનનું નિધન થયું હતું. 

બિહાર ચૂંટણીમાં શરૂ થયો ચિરાગ 'અધ્યાય'
બિહાર ચૂંટણી દરમિયાન ચિરાગ પાસવાનના પિતા અને લોજપાના સૌથી મોટા નેતા રામવિલાસ પાસવાનનું નિધન થયુ. ત્યારબાદ ચિરાગે એનડીએથી અલગ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો. ચિરાગે એનડીએના સાથી જેડીયૂનો વિરોધ કરવાનું પણ શરૂ કર્યુ. ચૂંટણી જંગમાં તેણે તમામ સીટો પર ઉમેદવારો ઉતાર્યા, જ્યાં જેડીયૂના ઉમેદવાર ચૂંટણી લડી રહ્યાં હતા. 

આ દરમિયાન તેણે પાર્ટી પર માત્ર પોતાનું રાજકાજ સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો. તેણે કોઈની વાત સાંભળી નહીં અને બધા નિર્ણયો પોતાના મન પ્રમાણે લીધા હતા. આ વચ્ચે ચિરાગે એક બાદ એક ભૂલો કરી. 

કેન્દ્રીય મંત્રીમંડળમાં LJPની તાકાત ખતમ
રામવિલાસ પાસવાન માટે એવું કહેવામાં આવે છે કે સરકાર કોઈપણ આવે તેમનું મંત્રી બનવુ નક્કી હતું. NDA હોય કે UPA રામવિલાસની પાસે બધા તાળાની ચાવી હતી. પરંતુ તેમના નિધન બાદ LJP ન માત્ર નબળી પડી પરંતુ ચિરાગની મનમાનીને કારણે કેન્દ્રીય મંત્રીમંડળમાં જે એક સ્થાન LJPનું ફિક્સ હતુ, તે પણ સમાપ્ત થઈ ગયું. 

પશુપતિ પારસને ચિરાગની તે વાતથી પણ નારાજગી રહી હશે કે તે પોતાના ભત્રીજાની મનમાની આખરે કેમ માને? ના તો ચિરાગ કોઈ ખુબ લોકપ્રિય નેતાની છબી રાખે છે, ન તો તેણે પાર્ટીને કોઈ મોટી જીત અપાવી છે. 

પશુપતિ પારસે લોકસભા સ્પીકર ઓમ બિરલા સાથે મુલાકાત કરી. 5 સાંસદ પણ સ્પીકરને મળ્યા અને તેમણે પશુપતિ પારસને એલજીપીના નેતા ગણાવ્યા હતા. 

બળવા પર હોલ્યા પશુપતિ પારસ
રામવિલાસ પાસવાનના નિધન બાદ પાર્ટી તૂટી રહી હતી. લોક જનશક્તિ પાર્ટીનું અસ્તિત્વ બચાવવાનો સવાલ છે. મેં પાર્ટી તોડી નથી પરંતુ પાર્ટી બચાવવાનું કામ કર્યું છે. 

એલજેપીના 5 સાંસદોએ લોકસભા સ્પીકરને પત્ર આપ્યો છે. 6માંથી 5 સાંસદોએ અલગ થવાનો પત્ર સ્પીકરને આપ્યો છે. ચિરાગ પાસવાનની સાથે રહેવામાં અમને કોઈ સમસ્યા નથી. અમે એલજીપીની સાથે છીએ. જેડીયૂમાં જવાની વાત ખોટી છે. 

એલજેપીનો એનડીએથી અલગ થવાનો નિર્ણય યોગ્ય નહોતો. રામવિલાસ પાસવાન પણ એનડીએની સાથે રહેવા ઈચ્છતા હતા. સાંસદ પણ એનડીએ સાથે રહેવા ઈચ્છે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news