OTT પર રિલીઝ થઈ Gal Gadot ની Wonder Woman 1984, અહીં ફ્રીમાં જોવા મળશે ફિલ્મ
ઓટીટી પ્લેટફોર્મ પર મૂવીઝ સતત રિલીઝ થઈ રહી છે. હોલીવુડની પ્રખ્યાત ફિલ્મ 'વન્ડર વુમન 1984' (Wonder Woman 1984) ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થઈ છે
Trending Photos
નવી દિલ્હી: કોરોના મહામારીને કારણે થિયેટરો ઘણા મહિનાથી બંધ છે. જેને કારણે ઓટીટી પ્લેટફોર્મ પર મૂવીઝ સતત રિલીઝ થઈ રહી છે. હોલીવુડની પ્રખ્યાત ફિલ્મ 'વન્ડર વુમન 1984' (Wonder Woman 1984) ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થઈ છે.
વન્ડર વુમન ઘરે બેઠા જુઓ
ગયા વર્ષે ડિસેમ્બરમાં ફિલ્મ 'વન્ડર વુમન 1984' (Wonder Woman 1984) સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી પરંતુ કોરોના મહામારીને કારણે તેને પ્રેક્ષકો તરફથી કોઈ ખાસ પ્રતિસાદ મળ્યો નથી. હવે નિર્માતાઓએ તેને ઓટીટી પર રિલીઝ કરવાનું નક્કી કર્યું, જેથી પ્રેક્ષકો ઘરેથી ફિલ્મ જોઈ શકે.
4 ભાષાઓમાં રિલીઝ થઈ ફિલ્મ
આ ફિલ્મ 15 મેના રોજ ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ વીડિયો (Amazon Prime Video) પર પ્રસારિત થઈ છે અને અંગ્રેજી, હિન્દી, તમિલ, તેલુગુ સહિત 4 ભાષાઓમાં રજૂ કરવામાં આવી છે. આ સુપરહીરો ફિલ્મ 2017 વન્ડર વુમન ફિલ્મની સિક્વલ છે. આ ફિલ્મ ડીસી સ્ટુડિયો દ્વારા બનાવવામાં આવી છે.
Gal Gadot ની એક્ટિંગ છે અદભૂત
ફિલ્મ 'વંડર વુમન 1984'માં (Wonder Woman 1984) Gal Gadot ઉપરાંત ક્રિસ પાઇન, પેડ્રો પાસકલ અને ક્રિસ્ટન વિગ જેવા સ્ટાર્સ પણ હતાં. ફિલ્મમાં Gal Gadot નો અભિનય દર્શકોને ખૂબ પસંદ મળ્યો હતો. તમને જણાવી દઈએ કે, Gal Gadot ઇઝરાઇલની રહેવાસી છે અને 2009 માં તેણે હોલિવૂડમાં પોતાની કરિયરની શરૂઆત કરી હતી. તેને ફિલ્મ 'ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ'માં પહેલો રોલ મળ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે