આધાર વગર તમારા જરૂરી કામ અટકશે નહીં, UIDAI એ આપ્યો મહત્વનો નિર્દેશ
UIDAI નું સ્પષ્ટ રીતે કહેવું છે કે આ કોરોના મહામારી (Coronavirus) માં દરેકને જરૂરી સુવિધા મળવી ખુબ જરૂરી છે, ભલે તેની પાસે આધાર ન હોય.
Trending Photos
નવી દિલ્હીઃ યૂનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (Unique Identification Authority of India) એ એક મહત્વનો નિર્દેશ જારી કર્યો છે. UIDAI નું કહેવું છે કે આધાર કાર્ડ (Aadhaar card) ના ચક્કરમાં કોઈપણ વેક્સિન, દવાઓ અને હોસ્પિટલ સંબંધિત કામમાં ના પાડવામાં આવસે નહીં. હકીકતમાં આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે, કારણ કે કેટલાક લોકોનું કહેવું છે કે તેની પાસે આધાર કાર્ડ (Aadhaar card) ન હોવાને કારણે તેને વેક્સિનેશન અને જરૂરી કામમાં વિધ્ન આવી રહ્યું છે.
આધાર વગર મળી શકે છે જરૂરી સુવિધા (Facilities can be provided without Aadhaar)
UIDAI નું સ્પષ્ટ રીતે કહેવું છે કે આ કોરોના મહામારી (Coronavirus) માં દરેકને જરૂરી સુવિધા મળવી ખુબ જરૂરી છે, ભલે તેની પાસે આધાર ન હોય. UIDAI એ કહ્યું કે, જે લોકો પાસે આધાર કાર્ડ નથી અથવા તેને ઓનલાઇન વેરિફિકેશન કરવામાં મુશ્કેલી આવી રહી છે. તો તેનું સમાધાન કાઢવા માટે UIDAI એ આધાર સંબંધિત એજન્સી અને ડિપાર્ટમેન્ટ પાસે આધાર એક્ટ 2016 હેઠળ સેક્શન 7 મુજબ સર્વિસ જારી રાખવાનું કહ્યું છે.
હકીકતમાં UIDAI એ કહ્યું કે- કોઈપણ વ્યક્તિને જો તમે આધાર ન હોવાને કારણે જરૂરી સામાન આપી રહ્યાં નથી, તો તે માટે આધાર એક કારણ ન બવવું જોઈએ. આધાર વગર પણ જરૂરી કામ અને સુવિધાને કરી શકાય છે. જો કોઈ વ્યક્તિ પાસે કારણવશ આધાર નથી, તો આધાર એક્ટને કારણે તે સુવિધાઓની ના પાડવામાં આવશે નહીં.
આધાર કાર્ડ કેમ છે જરૂરી (Why Aadhar card is important)
UIDAI એ કહ્યું કે, આધાર માત્ર જાહેર સેવાઓમાં પોતાની જવાબદારી અને પારદર્શિતા માટે જરૂરી છે. સાથે 24 ઓક્ટોબર 2017ના જારી સર્કુલરમાં તે પણ જારી કરવામાં આવ્યું છે કે આધારને કારણે કોઈ જરૂરી સેવાઓ પર પ્રભાવ ન પડે. UIDAI એ સલાહ આપતા કહ્યું કે, જો કોઈને આધારને કારણે સુવિધા આપવામાં નથી આવતી તો તે મામલાને સંબંધિત વિભાગ અને વિભાગોના ઉચ્ચ અધિકારીઓના ધ્યાને લેવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે