Indian Army ની મજાક ઉડાવવી રિચા ચઢ્ઢાને પડી ભારે, POK અને ગલવાનની વાત કરીને માર્યો હતો ટોણો

બોલીવુડ એક્ટ્રેસ રિચા ચઢ્ઢા પર ટ્વિટર પર તેની તાજેતરની પોસ્ટમાં સેનાનું અપમાન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. રિચાએ ઉત્તરી આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીના નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી. પોતાના નિવેદનમાં લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું હતું કે, ભારતીય સેના પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરને પાછું લેવા માટે આદેશ આપવામાં આવે તો તેને એક્ઝિક્યુટ કરવા તૈયાર છે.

Indian Army ની મજાક ઉડાવવી રિચા ચઢ્ઢાને પડી ભારે, POK અને ગલવાનની વાત કરીને માર્યો હતો ટોણો

Richa Chadhaએ ઇન્ડિયન આર્મીની મજાક ઉડાવી, POK પરત લેવા પર ગલવાન વાળી વાત યાદ કરાવીને ટોન્ટ માર્યો. Richa Chadha માંગવી પડે માંફી, ઈન્ડિયન આર્મીની મજાક ઉાજાવી હતી. અભિનેત્રી અવારનવા પોતાના વિવાદિત નવેદનોને કારણે ચર્ચામાં રહે છે. આ મામલે ભારે વિવાદ બાત રિચા ચઢ્ઢાએ આખરે ભારતીય સેનાના જવાનોની માંફી માંગી લીધી છે. રિચાએ પોતાના માફીનામાં કહ્યુંકે, મને ખ્યાલ નહોતો કે મારા નિવેદનને આ રીતે લેવામાં આવશે. જો કોઈ ફોજી જવાનને એનાથી દુઃખ થયું હોય તો હું માફી માંગું છું. મારા નાના પણ સેનામાં હતા એમણે પણ દેશ માટે ગોળી ખાધી છે. મારા મામા પણ ફોજી હતાં. તેથી મારા મનમાં સેનાના જવાનો માટે ખુબ આદર છે.

 

— RichaChadha (@RichaChadha) November 24, 2022

 

બોલીવુડ એક્ટ્રેસ રિચા ચઢ્ઢા પર ટ્વિટર પર તેની તાજેતરની પોસ્ટમાં સેનાનું અપમાન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. રિચાએ ઉત્તરી આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીના નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી. પોતાના નિવેદનમાં લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું હતું કે, ભારતીય સેના પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરને પાછું લેવા માટે આદેશ આપવામાં આવે તો તેને એક્ઝિક્યુટ કરવા તૈયાર છે. આના પર રિએક્ટ કરતા રિચાએ કહ્યું કે, “ગલવાન કહે છે હાય.” BJPના મંજ઼િન્દર સિંહ સિરસાએ કહ્યું કે, “આ એક શરમજનક ટ્વીટ છે. વહેલી તકે પાછી ખેંચી લેવી જોઈએ. આપણા સશસ્ત્ર દળોનું અપમાન કરવું વ્યાજબી નથી.”

ઉત્તરી સેનાના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીનું મંગળવારે નિવેદન સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહના અગાઉના નિવેદનના સંદર્ભમાં આવ્યું છે કે, ભારતનું લક્ષ્ય પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર પર ફરી દાવો કરવાનું છે. સંરક્ષણ પ્રધાને કહ્યું, “અમે જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખમાં વિકાસની અમારી યાત્રા શરૂ કરી છે. જ્યારે અમે ગિલગિટ અને બાલ્ટિસ્તાન પહોંચીશું ત્યારે અમે અમારું લક્ષ્ય પ્રાપ્ત કરીશું.” આ નિવેદન પર ટિપ્પણી કરતા લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું હતું કે, “ઇન્ડિયન આર્મી હંમેશા સરકારના આદેશનો અમલ કરવા માટે તૈયાર છે. ભારતીય સેના ભારત સરકાર દ્વારા આપવામાં આવેલા કોઈપણ આદેશનું પાલન કરશે. જ્યારે પણ આવા આદેશો આપવામાં આવશે, અમે હંમેશા તેના માટે તૈયાર રહીશું,”

અભિનેત્રીએ લોક કરી દીધું પોતાનું એકાઉન્ટ-
ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયામાં યુઝર્સે આકરા પ્રહાર કરતા રિચા ચઢ્ઢાએ પોતાનું એકાઉન્ટ લોક કરી દીધું છે. તે અપ્રુવ કરી શકે તે ફોલોઅર્સ જ તેની ટ્વીટ્સ જોઈ શકે.

ગલવાન ક્લેશ-
ઉલ્લેખનીય છે કે જૂન 2020માં ગલવાન ઘાટીમાં ભારતીય સૈનિકોની ચીની સૈનિકો સાથે અથડામણ થઈ હતી જેમાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા હતા. કલાકો સુધી ચાલેલી અથડામણમાં કેટલાક ચીની સૈનિકો પણ માર્યા ગયા હતા પરંતુ ચીને ક્યારેય આ લડાઈમાં ગુમાવેલા સૈનિકોની ચોક્કસ સંખ્યા જાહેર કરી નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news