ઈશા અંબાણીની સગાઈનો સૌથી પહેલો Video થયો વાઈરલ, બેકગ્રાઉન્ડમાં દેખાયા ડાન્સિંગ ફુંવારા

ઈશા અને આનંદની સગાઈનો પહેલો વીડિયો આવતાવેંત જ સોશિયલ મીડિયામાં છવાઈ ગયો છે. આ વીડિયોમાં નીતા અંબાણીને ઈશાની સગાઈની જાહેરાત કરતા જોઈ શકાય છે.

ઈશા અંબાણીની સગાઈનો સૌથી પહેલો Video થયો વાઈરલ, બેકગ્રાઉન્ડમાં દેખાયા ડાન્સિંગ ફુંવારા

ઈશા અંબાણી અને આનંદ પિરામલની સગાઈની ચર્ચા ચાલી રહી છે. ઈટાલીના લેક કોમોમાં બંનેની સગાઈ આયોજિત કરાઈ છે. ત્રણ દિવસના સેલિબ્રેશનમાં બોલિવુડની અનેક હસ્તીઓ પહોંચી ગઈ છે. ત્યારે સગાઈનો પહેલો વીડિયો બહાર આવ્યો છે. ઈશા અને આનંદની સગાઈનો પહેલો વીડિયો આવતાવેંત જ સોશિયલ મીડિયામાં છવાઈ ગયો છે. 

A post shared by Nita Ambani (@nitamambani) on

આ વીડિયોમાં નીતા અંબાણીને ઈશાની સગાઈની જાહેરાત કરતા જોઈ શકાય છે. વીડિયોમાં ઈશા અંબાણી વન પીસ ડ્રેસમાં બહુ જ સુંદર દેખાઈ રહી છે. સગાઈના ખાસ પ્રસંગમાં આનંદ પિરામલે ઓલિવ ગ્રીન વેલવેટ શેરવાનીમાં નજર આવી રહ્યો છે. તો ઈશા પણ સોહામણી લાગી રહી છે. 

A post shared by Weddingz.in (@weddingz.in) on

વીડિયોમાં જ નજારો દેખાય છે તે અદભૂત છે. ગુલાબના વરસાદ વચ્ચે કપલ લેકના કિનારે ઉભુ છે. બેકગ્રાઉન્ડમાં પાણીના ફુંવારાનો ડાન્સ થઈ રહ્યો છે. આ નજારાને જોઈને ઈશાના મોઢામાંથી ગોર્જિયસ શબ્દ નીકળી પડે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news