'મંટો', 'રાઝી' અને 'પદ્માવત'ને પછાડીને આ ફિલ્મ બની ઓસ્કાર માટે ભારતની સત્તાવાર એન્ટ્રી
ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા એલાન કરવામાં આવ્યું હતું છે કે વિલેજ રોકસ્ટાર આ વર્ષે ઓસ્કરમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે
Trending Photos
મુંબઈ : આ વખતે ઓસ્કાર એવોર્ડ માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પદ્માવત, રાઝી, પિહુ, કડવી હવા, મંટો અને ન્યૂડ જેવી ફિલ્મો વચ્ચે સ્પર્ધા હતી પણ બાજી મારી ગઈ છે 'વિલેજ રોકસ્ટાર'. ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા એલાન કરવામાં આવ્યું હતું છે કે વિલેજ રોકસ્ટાર આ વર્ષે ઓસ્કરમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત આસામની ફિલ્મ વિલેજ રોકસ્ટારને ભારત તરફથી આ વર્ષની ઓસ્કર કેટેગરીમાં બેસ્ટ ફોરેન કેટેગરીમાં મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ ફિલ્મનું દિગ્દર્શન રિમા દાસે કર્યું છે. આ વર્ષની નેશનલ એવોર્ડની બેસ્ટ ફિલ્મની કેટેગરીમાં આ ફિલ્મ જીતી હતી. અત્યાર સુધીમાં આ ફિલ્મે 4 નેશનલ એવોર્ડ સહિત 44 પુરસ્કાર પોતાના નામે કર્યા છે. આ ફિલ્મ માટે ભનીતા દાસે બેસ્ટ ચાઇલ્ડ એક્ટરનો એર્વોડ મેળવ્યો છે. ફિલ્મનું સાઉન્ડ પણ દમદાર હોવાના કાણે મલ્લિકા દાસને બેસ્ટ લોકેશન સાઉન્ડ રિકોર્ડિસ્ટનો પુરસ્કાર મેળવ્યો છે.
પ્રોડ્યુસર રાજેન્દ્ર સિંહ બાબુની અધ્યક્ષતા હેઠળ એફએફઆઇએ જ્યુરીનું ગઠન કર્યું હતું જેમણે રાઝી, પદ્માવત, હિચ્કી, ઓક્ટોબર, લવ સોનિયા, ગુલાબજામ, મહાન્તી. પીહુ, કડવી હવા, ભોગ્દા, રેવા, બાયોસ્કોપવાલા, મન્ટો, 102 નોટ આઉટ, પેડમેન, ભયાનકમ, અજ્જી, ન્યૂડ અને ગલી ગુલિયામાંથી રીમા દાસની ફિલ્મની પસંદગી કરાઇ હતી. જ્યુરી સભ્ય અનંત મહાદેવે જણાવ્યું હતું કે, વિલેજ રોકસ્ટાર ફિલ્મ આંતરરાષ્ટ્રીય સ્તરની ફિલ્મ છે. અમને ગર્વ છે કે અમે આ ફિલ્મની પસંદગી કરી છે અને ઓસ્કારમાં સત્તાવાર એન્ટ્રી તરીકે મોકલાઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે