DDLJ ના 26 વર્ષ પુરા થતાં Kajol એ કહી આવી વાત, ભડકી ગયા Shah Rukh Khan ફેન્સ

કાજોલની આ ટ્વીટ ઝડપથી વાયરલ થઇ ગઇ અને તેના પર શાહરૂખ ખાન (Shah Rukh Khan) ના ફેન્સ વરસી પડ્યા. સોશિયલ મીડિયા યૂઝર્સ તેમણે સતત ટ્રોલ કરી રહ્યા છે. 

Updated By: Oct 20, 2021, 10:50 PM IST
DDLJ ના 26 વર્ષ પુરા થતાં Kajol એ કહી આવી વાત, ભડકી ગયા Shah Rukh Khan ફેન્સ

નવી દિલ્હી: બોલીવુડ ફિલ્મ 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' (DDLJ) ને રિલીઝ થયાને આજે 26 વર્ષ પુરા થઇ ગયા છે. આ અવસર પર કાજોલએ એક ટ્વીટ કર્યું, ત્યારબાદ તેમણે શાહરૂખ ખાન (Shah Rukh Khan) ના ફેન્સ ગુસ્સાનો શિકાર થવું પડ્યું. કાજોલ (Kajol) એ ફિલ્મના 26 વર્ષ પુરાં થવાની ખુશીમાં એક વીડિયો શેર કર્યો. આ વીડિયો ફિલ્મના અંતિમ સીનનો હતો, જેમાં સિમરન દોડીને રાજનો હાથ પકડીને ટ્રેનમાં ચઢી જાય છે. 

કાજોલને ટ્વીટ કરવું ભારે પડ્યું
આ વીડિયોને શેર કરતાં કાજોલ (Kajol) એ કેપ્શનમાં લખ્યું 'સિમરને 26 વર્ષ પહેલાં ટ્રેન પકડી હતી અને અમે અત્યારે પણ તમાને તેમના પ્રેમ માટે ધન્યવાદ કહી રહ્યા છે. કાજોલની આ ટ્વીટ ઝડપથી વાયરલ થઇ ગઇ અને તેના પર શાહરૂખ ખાન (Shah Rukh Khan) ના ફેન્સ વરસી પડ્યા. સોશિયલ મીડિયા યૂઝર્સ તેમણે સતત ટ્રોલ કરી રહ્યા છે. 

કાજોલ પર ભડક્યા શાહરૂખ ખાનના ફેન્સ
શાહરૂખ ખાન (Shah Rukh Khan) ના ફેન્સ કાજોલ (Kajol) પર ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યૂઝરે લખ્યું 'આર્યન ખાનને જામીન મળી રહ્યા નથી, તેમની પાસેથી કંઇ મળ્યું નથી, ખબર છે કે નહી? શરમ કરો? મિત્ર છે? 'તો બીજા અન્ય એક સોશિયલ મીડિયા યૂઝરે લખ્યું 'કહેવા માટે શાહરૂખ ખાનની મિત્ર કંઇક તો શરમ કરો. અહીં મિત્રના પુત્ર સાથે નાઇંસાફી થઇ રહી છે, તેના માટે એક ટ્વીટ કરી ન શક્યા અને અહીં DDLJ સેલિબ્રેટ કરી રહ્યા છો. ખરેખર બોલીવુડવાળા ખૂબ ખરાબ હોય છે. બધા જ. તો બીજી તરફ વધુ એક વ્ય્કતિએ લખ્યું ' તમારે તમારા બેસ્ટ ફ્રેન્ડને સપોર્ટ કરવો જોઇએ. તે ખૂબ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. 

DDLJ ના લીડ એક્ટર્સ છે SRK અને કાજોલ
ફિલ્મ 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' (DDLJ) ની વાત કરીએ તો ફિલ્મમાં શાહરૂખ ખાન (Shah Rukh Khan) અને કાજોલ (Kajol) લીડ રોલમાં છે. તો બીજી તરફ ફરીદા જલાલ, અમરીશ પુરી, અનુપમ ખેર અને મંદિરા બેદી પણ મહત્વપૂર્ણ રોલમાં જોવા મળ્યા. ફિલ્મ સુપરહિટ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube