'થલાઈવી' પોસ્ટરમાં Kangana Ranaut નો દમદાર અંદાજ, ડાયલોગ સાંભળી ઊભા થઈ જશે રૂવાંડા

કંગના રાનૌતની (Kangana Ranaut) ફિલ્મ 'થલાઈવી' (Thalaivi) ટૂંક સમયમાં મોટા પડદા પર રિલીઝ થવા જઈ રહી છે. રિલીઝ પહેલા ફિલ્મનું મોશન પોસ્ટર સામે આવ્યું છે જેમાં કંગના રાનૌત એક જોરદાર ડાયલોગ બોલતી જોવા મળી રહી છે.

'થલાઈવી' પોસ્ટરમાં Kangana Ranaut નો દમદાર અંદાજ, ડાયલોગ સાંભળી ઊભા થઈ જશે રૂવાંડા

નવી દિલ્હી: કંગના રાનૌતની (Kangana Ranaut) ફિલ્મ 'થલાઈવી' (Thalaivi) ટૂંક સમયમાં મોટા પડદા પર રિલીઝ થવા જઈ રહી છે. રિલીઝ પહેલા ફિલ્મનું મોશન પોસ્ટર સામે આવ્યું છે જેમાં કંગના રાનૌત એક જોરદાર ડાયલોગ બોલતી જોવા મળી રહી છે.

થલાઈવીનું મોશન પોસ્ટર
ફિલ્મ 'થલાઈવી'ના (Thalaivi) દરેક નવા મોશન પોસ્ટરના એક-એક ડાયલોગમાં જયલલિતાની સંઘર્ષ અને તેની સફળતાની સ્ટોરી દર્શાવી રહી છે. દુનિયાના કટાક્ષ અને અવગણી પોતાના સપનાનો અવાજ બુલંદ કરનાર જયલલિતાના જીવન પર આધારીત ફિલ્મ થલાઇવીના મોશન પોસ્ટર અને ફોટા કંગનાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યા છે. કંગનાએ કહ્યું હતું કે આ ભૂમિકા માટે તેણે પોતાનું વજન 20 કિલો વધાર્યું છે અને થોડા મહિનામાં પણ તે ઘટાડ્યું છે.

23 એપ્રિલના રિલીઝ થશે ફિલ્મ
ફિલ્મ 'થલાઇવી' અભિનેત્રી અને રાજકારણી જયલલિતાની 30 વર્ષ સુધીની નિરર્થક યાત્રાની સ્ટોરી છે, જે તેના જીવનમાં સંઘર્ષ અને સફળતાનો ઇતિહાસ બતાવશે. આ ફિલ્મ ZEE સ્ટુડિયોઝ દ્વારા તમિલ, તેલુગુ અને હિન્દી ભાષાઓમાં રજૂ કરવામાં આવી રહી છે. આ ફિલ્મ 23 એપ્રિલે બોક્સ ઓફિસ પર યશ રાજ ફિલ્મ્સની 'બંટી ઓર બબલી 2' સાથે સીધી હરીફાઈ કરવાની છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news