બોયફ્રેન્ડના સેક્સ પ્રત્યેના ક્રેઝથી મહિલા પરેશાન, કહ્યું- શું તારી 7 વર્ષની પુત્રી પાસે નગ્ન...

લાઈફમાં દરેકને એક પરફેક્ટ પાર્ટનરની જરૂરીયાત હોય છે. પરંતુ ઘણી વખત લોકો તમારા પ્રેમ અને વિશ્વાસને ઠેસ પહોંચાડી તમારી લાગણીઓનો દૂરઉપયોગ કરે છે. તેમના હિંસાત્મક વલણની હદ એટલી વધી જાય છે કે, સામેની વ્યક્તિને તેના અમાનવીય વ્યવહાર પર વિશ્વાસ જ થતો નથી

બોયફ્રેન્ડના સેક્સ પ્રત્યેના ક્રેઝથી મહિલા પરેશાન, કહ્યું- શું તારી 7 વર્ષની પુત્રી પાસે નગ્ન...

નવી દિલ્હી: લાઈફમાં દરેકને એક પરફેક્ટ પાર્ટનરની જરૂરીયાત હોય છે. પરંતુ ઘણી વખત લોકો તમારા પ્રેમ અને વિશ્વાસને ઠેસ પહોંચાડી તમારી લાગણીઓનો દૂરઉપયોગ કરે છે. તેમના હિંસાત્મક વલણની હદ એટલી વધી જાય છે કે, સામેની વ્યક્તિને તેના અમાનવીય વ્યવહાર પર વિશ્વાસ જ થતો નથી. એક મહિલાએ તેના જીવનની આવી જ એક હકિકત દુનિયા સામે મુકી છે.

મહિલાએ એક સોશિયલ બ્લોગ પર પોતાનું દુ:ખ વ્યક્ત કરતા લખ્યું, હું એક એવા શખ્સને ડેટ કરું છું જેને જોઇને મને લાગતું હતું કે, તે મારી રક્ષા કરશે. પરંતુ હવે મારા મનમાં અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે અને હું સેક્સ પ્રત્યે તેના ક્રેઝથી ઘણી પરેશાન છું. મહિલાએ જણાવ્યું કે, તેનો બોયફ્રેન્ડ તેને એક મિત્ર સાથે પોર્ન વીડિયો બનાવા તેમજ પ્રોસ્ટિટ્યૂટ બનવા માટે કહે છે. અમે લગભગ છેલ્લા 2 વર્ષથી એકબીજાને ડેટ કરીએ છે અને આજ દિવસ સુધી હું કોઇ આવા શખ્સને મળી નથી. અમારી મુલાકાત અમેરિકામાં થઈ હતી. હું પ્રથમ નજરે જ તેની સ્ટાઈલ પર ફિદા થઈ હતી.

મહિલાએ જણાવ્યું કે, તે ખુબજ સારી રીતે તૈયાર થાય છે અને બેસ્ટ હોટેલ્સમાં જ રોકાય છે. તેને એકવાર જોયા પછી તેના પરથી નજર હટાવી નહીં શકો. કોરોના કાળ પહેલા તેને મળવા માટે હું ઘણી વખત અમેરિકા ગઈ છું. અમે એક સાથે ઘણો સમય પણ પસાર કર્યો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે અમે લોકો એકબીજાને મળી શક્યા નથી. પરંતુ વીડિયો કોલ દ્વારા અમે વાતો કરતા હતા. હું મારી પુત્રીને લઇને તેની પાસે અમેરિકા જવા માટે વિચારી રહી હતી અને તેની સાથે વાત પણ કરી રહી હતી.

પરંતુ ત્યારે તે મને સેક્સને લઇને અજીબોગરીબ સવાલ પૂછતો હતો. ત્યારથી જ સેક્સ પર તેની વિકૃત માનસિકતા મારા દિમાગમાં ઘર કરી ગઈ છે. જેને જણાવતા મને સૌથી વધુ મુશ્કેલી થાય છે કે, તેણે મને પૂછ્યું હતું કે શું મારી સાત વર્ષની પુત્રીની આસપાસ નગ્ન અવસ્થામાં રહેવું ઠીક રહેશે? તેના વ્યવહાર સાથે જોડાયેલી કેટલીક અન્ય વાતો પર હવે હું વિચારવા લાગી છું. મહિલાએ વધુમાં કહ્યું કે, મારી ઉંમર 35 વર્ષ છે અને તે 44 વર્ષનો છે. જો કે, તેણે મને તેની બે અલગ-અલગ જન્મ તારીખ જણાવી છે.

તેની માતા કોણ હતી, તે વિશે પણ બે અલગ-અલગ સ્ટોરી છે. મારી યાદ શક્તિ ખુબજ શાર્પ છે અને સારી રીતે યાદ છે કે, તેણે પહેલા શું સ્ટોરી કહીં હતી અને બાદમાં તેણે શું ફેરફાર કર્યા. મહિલાએ જણાવ્યું કે, મને યાદ છે કે, તે શખ્શે મને પોતાના અંગત જીવન વિશે ખુબજ ઓછું જણાવ્યું છે. હું તેના જુઠ્ઠાણાથી પરેશાન થઈ ગઈ છું અને હવે તેના વિશે ગંભીરતાથી વિચાર કરવા લાગી છું. તે વિદેશ યાત્રા દરમિયાન રોયલ લાઇફ માણે છે.

મહિલાની સ્ટોરી જાણી રિલેશનશિપ એક્સપર્ટે કહ્યું, તે માણસ વિશ્વાસને લાયક નથી. તેના ક્રેઝ વિશે તમે ઘણું વધારે જાણો છો, જેમાં તે કિસ્સો ખુબજ મહત્વનો છે જ્યારે તેણે તમારી સાત વર્ષની પુત્રીને લઇને જે ખરાબ વાત કરી હતી. એક્સપર્ટે મહિલાની મૂંઝવણને લઇને કહ્યું, મિત્ર સાથે પોર્ન વીડિયો અને પ્રોસ્ટિટ્યૂટ બનાવાનો વિચાર તેની અંદર છૂપાયેલા ઉદેશ્યને દર્શાવે છે. તેને મળવા માટે અમેરિકા જવાનું બંધ કરી દો. તમારી પુત્રી માટે આ રિલેશનશિપને વિરામ આપવું વધારે સારુ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news