બોલ્ડનેસના મામલે સાસુમા આગળ ફીક્કી પડે છે કરીના, શરૂ કરી હતી બિકિની ફેશન

કશ્મીર કી કલી એટલે શર્મીલા ટાગોર (Sharmila Tagore) એ બિકિની પહેરી ફોટોશૂટ કરાવવામાં વાંધો ન હતો. સમુદ્રમાં લેવામાં આવેલી શર્મીલાની મોનોકિનીની આ ફોટા ખૂબ વાયરલ થયા હતા.

Updated By: Dec 8, 2021, 11:30 PM IST
બોલ્ડનેસના મામલે સાસુમા આગળ ફીક્કી પડે છે કરીના, શરૂ કરી હતી બિકિની ફેશન

નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર (Kareena Kapoor) ની સાસુ એટલે કે શર્મિલા ટાગોર (Sharmila Tagore) નો 8 ડિસેમ્બર જન્મદિવસ છે. કરીના તો આજની અભિનેત્રીને હુસ્ન અને બોલ્ડનેસના મામલે માત તો આપે છે પરંતુ કરીના આ મામલે પોતાની સાસુ આગળ પાણી ભરે છે. શર્મિલા ટાગોર પોતાના જમાનાની જાણિતી અભિનેત્રી રહી છે અને તેમને તે જમનામાં બિકિનીનું ચલણ શરૂ કર્યું હતું, જ્યાએર એક્ટ્રેસને લોકો ફક્ત સાડી અથવા સૂટમાં જ જોવાનું પસંદ કરતા હતા. 

70 ના દાયકાને જાણિતી અભિનેત્રી
વેટરન એક્ટ્રેસ શર્મીલા ટાગોર (Sharmila Tagore) પોતાના જમાનાની કમાલની અભિનેત્રી રહી ચૂકી છે. આજે એટલે કે 8 ડિસેમ્બરના રોજ તેમનો જન્મદિવસ છે. આ અવસર પર તેમને તમામ શુભેચ્છા પાઠવી પરંતુ તેમાંથી ખાસ રહી તેમની વહૂ કરીના કપૂર. તેમણે સોશિયલ મીડિયા પર પોતાની સાસુ માટે એક ખાસ પોસ્ટ શેર કરીને બર્થડે વિશ કર્યું છે. પરંતુ શું તમે જાણો છો કે શર્મીલા ટાગોર આજની અભિનેત્રીઓથી કમ ન હતી. તેમણે 70-80 ના દાયદામાં બોલીવુડમાં ખૂબ કામ કર્યું અને ખૂબ છવાયેલી રહી. શર્મીલા કરીન કરતાં હોટ ગણાતી હતી. તેમનો ફોટો શૂટ જોઇને ભલભલાનો પરસેવો છૂટી જાય છે. 

Gujarat Corona Upadate: ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ વધ્યા, 4 મહાનગરોમાં નોંધાયા આટલા કેસ

બિકીની પહેરવામાં ન હતો વાંધો
કશ્મીર કી કલી એટલે શર્મીલા ટાગોર (Sharmila Tagore) એ બિકિની પહેરી ફોટોશૂટ કરાવવામાં વાંધો ન હતો. સમુદ્રમાં લેવામાં આવેલી શર્મીલાની મોનોકિનીની આ ફોટા ખૂબ વાયરલ થયા હતા. શર્મીલા ટાગોરનું હોટશૂટ તે દિવસોમાં ખૂબ વાયરલ થયું હતું અને આજે પણ તેમના આ ફોટા નવી હીરોઇન્સને બરાબરની ટક્કર આપે છે. શર્મીલાના ચહેરા પર તેમની સાદગી એકદમ જામતી હતી. શર્મીલા ટાગોર પોતાની શાનદાર એક્ટીંગ સાથે-સાથે પોતાના સુંદરતા માટે પણ જાણિતી હતી. 

બિકિની ફોટોશૂટે મચાવી હતી ખલબલી
તમને જાણીને આશ્વર્ય થશે કે શર્મીલા ટાગોર (Sharmila Tagore) ભારત્ની પ્રથમ એવી અભિનેત્રી હતી જેમણે બિકિની પહેરી હતી. તેમણે ફિલ્મફેર મેગેજીન માટે 1966 માં બિકિની પહેરી ફોટોશૂટ કરાવ્યું હતું. ત્યારબાદ તેમણે 1967 માં રિલીઝ થયેલી ફિલ્મ 'એન ઇવનિંગ ઇન પેરિસ'માં સ્વિમસૂટ પહેર્યો હતો. પછી તે 1967 માં આવેલી ફિલ્મ આમને-સામનેમાં સ્વિમશૂટ પહેરેલી જોવા મળી હતે. આ ફિલ્મ આવી તે પહેલાં તે બોલ્ડ અભિનેત્રીના રૂપમાં જાણિતી બની હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube