તૈમૂરના નામ અંગે કરીનાએ કર્યો મોટો ખુલાસો, સૈફને ગમતું હતું 'આ' નામ

બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાને જ્યારે તેમના પુત્રનું નામ તૈમૂર રાખ્યુ હતું ત્યારે તેને લઈને ખુબ ટીકાઓ થઈ હતી.

તૈમૂરના નામ અંગે કરીનાએ કર્યો મોટો ખુલાસો, સૈફને ગમતું હતું 'આ' નામ

નવી દિલ્હી: બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાને જ્યારે તેમના પુત્રનું નામ તૈમૂર રાખ્યુ હતું ત્યારે તેને લઈને ખુબ ટીકાઓ થઈ હતી. લોકોએ પુત્રનું નામ બદલી નાખવા સુદ્ધા સલાહ આપી દીધી હતી અને ખુબ ટ્રોલ કર્યા હતાં. જો કે સ્ટાર કપલ પર તેની કોઈ અસર પડી નહીં અને તેમણે પુત્રનું નામ તૈમૂર બદલ્યુ પણ નહીં. કરીનાએ પુત્રના નામને લઈને હાલમાં જ એક નવો ખુલાસો કર્યો. તેણે જણાવ્યું કે તૈમૂર નામ સૈફની પસંદનું નહતું પણ તેની પસંદ હતી. એક ખાનગી ચેનલના કાર્યક્રમ દરમિયાન કરીનાએ પુત્રના નામને લઈને આ ખુલાસો કર્યો. આ દરમિયાન મોટી બહેન કરિશ્મા પણ હાજર હતી.

મને મારા પુત્રના નામ પર ગર્વ છે
કરીનાને જ્યારે પૂછવામાં આવ્યું કે મીડિયાના વધુ પડતા હસ્તક્ષેપથી તેમનું અંગત જીવન પ્રભાવિત થાય છે, ખાસ કરીને જે રીતે પુત્રના નામને લઈને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવ્યાં હતાં. જેના જવાબમાં કરીનાએ કહ્યું કે 'બેશક, ખુબ ટ્રોલિંગ ચાલતી હતી, પરંતુ આ દરમિયાન અનેક લોકો અમારા સમર્થનમાં પણ હતાં. તે ટ્રોલ્સ અમારા માટે કોઈ મહત્વ ધરાવતા નથી.'

કરીનાએ કહ્યું કે 'જે દિવસે ડિલીવરી માટે હું હોસ્પિટલ ગઈ, મેં સૈફ સાથે વાત કરી હતી ત્યારે તેણે 'ફૈઝ' નામ સૂચવ્યું હતું. તેણે કહ્યું હતું કે બેબો આ નામ વધુ કાવ્યાત્મક, વધુ રોમાની છે. મેં કહ્યું કે 'તૈમૂર'નો અર્થ લોખંડ  થાય છે અને જો હું પુત્રને જન્મ આપીશ તો મારો પુત્ર યોદ્ધા હશે, હું એક લોખંડીને પેદા કરીશ. અને હાં મે ગર્વ સાથે આમ જ કર્યું.'

તૈમૂરનું નામ ચર્ચામાં આવે તે પસંદ નથી
મીડિયામાં જે રીતે તૈમૂરનું નામ ચર્ચાય છે તે તેમને પસંદ છે તો કરીનાએ જવાબ આપ્યો કે ના. મને એ જરાય પસંદ નથી કે તૈમૂર માટે દરેક ડગલે નિગરાણી રાખવામાં આવે. લોકો તેની હેરસ્ટાઈલથી લઈને અન્ય ચીજોની ચર્ચા કરે છે. મારો મતલબ છે કે હજુ તે માત્ર 14 મહિનાનો છે.

કરીનાએ કહ્યું કે 'મને ખબર નથી કે તેને હું કેવી રીતે રોકું. મને લાગે છે કે તે કેમેરાથી વધુ પરિચિત થઈ રહ્યો છે. તે સીધો કેમેરા તરફ જુએ છે.'

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news