શું સૌથી મોટો ચૂંટણી મુદ્દો બની ગયો અનામત? 5 તબક્કા બાકી, હવે અનામત પર લડાઈ
Loksabha Election 2024: દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. પ્રથમ બે તબક્કાનું મતદાન સમાપ્ત થઈ ગયું છે. રાજકીય પાર્ટીઓ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવી રહી છે. આ વચ્ચે અનામત પર રાહુલ ગાંધીએ ભાજપ સામે મોરચો ખોલ્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ અનામત પર રાહુલ ગાંધીએ બીજેપી સામે મોરચો ખોલ્યો... તો કોંગ્રેસ સાંસદ પર વળતો પ્રહાર કરવા માટે ભાજપના દિગ્ગજ નેતાઓએ કમાન સંભાળી લીધી... તેની વચ્ચે સંઘ પ્રમુખ મોહન ભાગવતે કહી દીધું કે તે હંમેશાથી અનામતના પક્ષમાં રહ્યા છે... તેમની પહેલાં ચૂંટણી પ્રચારમાં પીએમ મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસે હંમેશાથી ધર્મના આધારે અનામતની વકીલાત કરી છે.... ત્યારે સવાલ એ છે કે આખરે અચાનક પ્રચારના રણમાં અનામતનો મુદ્દો કેમ મુખ્ય બની ગયો છે?...
લોકસભાની ચૂંટણીના બે તબક્કા શાંતિપૂર્ણ માહોલમાં પૂરા થઈ ગયા છે... જોકે હજુ પણ પાંચ તબક્કાનું મતદાન બાકી છે... મુદ્દાની તો કોઈ ખોટ નથી... પરંતુ જે મુદ્દા પર ઘમાસાણ તેજ થઈ ગયું છે.. અને તે છે અનામત... બેરોજગારી, સ્વાસ્થ્ય, શિક્ષણ સહિતના મુદ્દા પર બંને પક્ષો વચ્ચે ચકમક ઝરતી હતી... પરંતુ રાહુલ ગાંધીએ અનામત મામલે બીજેપી અને પીએમ મોદી પર પ્રહાર કર્યા છે.
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સોશિયલ સાઈટ્સ પર કહ્યું કે...ભાજપ અનામત છીનવી લેશે... દલિતો અને આદિવાસીઓની ભાગીદારી ખતમ કરી દેશે... પરંતુ કોંગ્રેસના બીજેપીના રસ્તામાં પહાડની જેમ ઉભી છે... અનામત દુનિયાની કોઈ તાકાત છીનવી શકશે નહીં...
રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપ દલિતો અને આદિવાસીઓનો અધિકાર છીનવી લેવા જઈ રહી છે... જેના જવાબમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાહુલ ગાંધીના આરોપોને ખોટા ગણાવતાં કહ્યું કે ભાજપ સરકાર આવું ક્યારેય કરવાની નથી.
અનામતની આ લડાઈમાં કોંગ્રેસની સાથી પાર્ટી આમ આદમી પાર્ટી પણ મેદાનમાં આવી ગઈ છે... આમ આદમી પાર્ટીએ પણ સોશિયલ મીડિયાથી અને સીધી રીતે નિવેદન આપીને લોકોને સાવચેત કર્યા છે.
જોકે પ્રધાનમંત્રી મોદી કોંગ્રેસ પર અનેક રેલીઓમાં આરોપ લગાવી ચૂક્યા છે કે કોંગ્રેસની નીતિ હંમેશા તુષ્ટીકરણ અને વોટબેંકની રાજનીતિની રહી છે... કોંગ્રેસ એસસી-એસટીના અનામતમાં ઘટાડો કરીને મુસ્લિમોને આપવાની હિમાયતી રહી છે... હજુ મતદાનના પાંચ તબક્કા બાકી છે... ત્યારે આ પાંચ તબક્કામાં અનામતના મુદ્દાને ચગાવવા માટે દરેક રાજકીય પક્ષો તત્પર રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે