PM મોદીનું મિશન કર્ણાટક, બેક ટુ બેક ચાર જંગી રેલીઓ ગજવી, કોંગ્રેસ પર સાધ્યું નિશાન
આ ચૂંટણીમાં ભાજપ ક્લીન સ્વીપ કરવાના ઈરાદાથી મેદાનમાં ઉતર્યુ છે... હાલમાં કર્ણાટકમાં કોંગ્રેસની મજબૂત સરકાર છે... ત્યારે એ જોવાનું રહેશે કે કઈ પાર્ટી કેટલી બેઠકો જીતવામાં સફળ રહેશે?
Trending Photos
નવી દિલ્લીઃ લોકસભાની ચૂંટણીના બે તબક્કાના મતદાન બાદ હવે આખા દેશની નજર ત્રીજા તબક્કાના મતદાન પર છે.... જેમાં 12 રાજ્યની 95 બેઠક માટે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે... ત્યારે ભાજપ મિશન 400 પારને પાર પાડવા માટે જંગી પ્રચાર કરી રહ્યું છે... આ અંતર્ગત પીએમ મોદીએ રવિવારે કર્ણાટકમાં બેક ટુ બેક ચાર રેલીઓ કરી... જેમાં પીએમ મોદીએ કોંગ્રેસ પર શું પ્રહાર કર્યા?... કર્ણાટકમાં લોકસભાની ચૂંટણીનું શું છે ગણિત?.. જોઈશું આ અહેવાલમાં...
મિશન 400નો નારો નક્કી કરનાર ભાજપ ચૂંટણી પ્રચાર પણ જોરશોરથી કરી રહી છે... જેમાં પીએમ મોદી મોટા-મોટા રાજ્યોમાં જંગી રેલીઓ ગજવીને મતદારોને પોતાની તરફ આકર્ષિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.... આ અંતર્ગત તેમણે રવિવારે કર્ણાટકમાં બેક ટુ બેક ચાર રેલીઓ ગજવી.... અને કર્ણાટકની સરકાર પર ધારદાર નિશાન સાધ્યું...
PM મોદીએ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા એટલે કે PFIના નામનો ઉલ્લેખ કરીને કોંગ્રેસ પર તેને મદદ કરવાનો આરોપ લગાવ્યો... સાથે વાયનાડની ચૂંટણી PFIના સહારે કોંગ્રેસ લડતું હોવાનું સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું....
રાજા-મહારાજાઓ પર નિવેદન આપીને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી ફરી વિવાદમાં આવી ગયા છે... જેને લઈને ક્ષત્રિય સમાજમાં પણ વિરોધ ઉઠી રહ્યો છે... ત્યારે પીએમ મોદીને રાહુલ ગાંધી પર નિશાન સાધવાની વધુ એક તક મળી ગઈ....
PM મોદીએ કોંગ્રેસ પર તુષ્ટિકરણની રાજનીતિ કરવાનો આરોપ લગાવતાં કહ્યું કે તમને રાજા-મહારાજાઓના અત્યાચાર દેખાય છે પરંતુ મુગલોએ કરેલા અત્યાચાર કેમ દેખાતા નથી... ત્યારે કેમ તમારા મોં પર તાળા લાગી જાય છે....
કર્ણાટક રાજ્ય પણ ભાજપ માટે લોકસભાની બેઠકની દ્રષ્ટિએ મહત્વનું છે... કેમ કે અહીંયા સરકાર કોંગ્રેસની હોય તો પણ લોકસભાની ચૂંટણીમાં ભાજપને વધુ બેઠક મળે છે... છેલ્લી 2 ટર્મની ચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો... 2014માં ભાજપને 19 બેઠક, કોંગ્રેસને 6 અને જેડીએસને 3 બેઠક મળી હતી... જોકે 2019ની ચૂંટણીમાં ભાજપને 25 બેઠક, કોંગ્રેસ અને જેડીએસને 1-1 બેઠક મળી હતી...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે