Koffee With Karan 7: અમિતાભ બચ્ચન અને રેખાને લઈને આ શું બોલી ગયો ટાઈગર શ્રોફ? કરણ જોહર પણ દંગ રહી ગયો

Koffee With Karan 7 Tiger Shroff: કોફી વિથ કરણ સીઝન 7માં ટાઇગર શ્રોફ અમિતાભ બચ્ચન અને રેખાને લઈને કંઈક એવું બોલી ગયો, જેને સાંભળીને કરણ જોહર પણ ચોંકી ગયો. 

Koffee With Karan 7: અમિતાભ બચ્ચન અને રેખાને લઈને આ શું બોલી ગયો ટાઈગર શ્રોફ? કરણ જોહર પણ દંગ રહી ગયો

નવી દિલ્હીઃ Koffee With Karan 7 Tiger Shroff Kriti Sanon: કરણ જોહરના ચેટ શો કોફી વિથ કરણ 7 (Koffee With Karan 7) સતત ચર્ચામાં બનેલો છે. શોના નવા એપિસોડમાં હીરોપંતીની જોડી ટાઇગર શ્રોફ  (Tiger Shroff) અને કૃતિ સેનન (Kriti Sanon) સાથે જોવા મળ્યા હતા. જ્યાં બંનેએ ખુબ મસ્તીની સાથે પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફને લઈને ઘણા ખુલાસા પણ કર્યા છે. આ વચ્ચે શો દરમિયાન ટાઇગર અમિતાભ બચ્ચન અને રેખાને લઈને કંઈક એવું બોલી ગયો જેનાથી કરણ જોહર પણ દંગ રહી ગયો. 

હકીકતમાં શોમાં ક્વિઝ રાઉન્ડ દરમિયાન કરણ જોહરે ટાઇગર શ્રોફ અને કૃતિ સેનનને અમિતાભ બચ્ચનને લઈને એક સવાલ પૂછ્યો, જેમાં ટાઇગર અટકી ગયો. કરણ જોહરે ક્વિઝ રાઉન્ડ દરમિયાન પૂછ્યુ કે કોઈ એવી અભિનેત્રીનું નામ જણાવ જેણે અમિતાભ બચ્ચનના માતા અને લવર બંનેો રોલ કર્યો હોય. તેના પર કૃતિ સેનને જવાબ આપ્યો કે હું શ્યોર નથી. 

ટાઈગર શ્રોફનો જવાબ
જ્યારે કરણના સવાલનો જવાબ આપતા ટાઇગરે બજર દબાવ્યું અને બોલ્યો, રેખા મેમ? ટાઇગરના મોઢામાંથી આ નામ સાંભળતા કરણ જોહર શોક્ડ રહી ગયો અને બોલ્યો- શું? ત્યારબાદ કરણ જોહર ચોંકીને બોલ્યો- નહીં... તેણે ક્યારેય અમિતાભ બચ્ચનના માતાની ભૂમિકા ભજવી નથી. આ સવાલનો સાચો જવાબ છે વહીદા રહમાન... વહીદા મેમ સિવાય રાખી અને શર્મિલા ટાગોરે પણ અમિતાભ બચ્ચનના માતા અને પ્રેમિકા બંનેની ભૂમિકા ભજવી છે. 

તેના પર ટાઇગર કહેવા લાગ્યો કે હું વિચારી રહ્યો હતો, તો કરણ જોહરે તેની મજાક કરતા કહ્યું- ઓહ તો તું વિચારી રહ્યો હતો? નોંધનીય છે કે ટાઇગર શ્રોફ અને કૃતિ સેનનની જોડી એકવાર ફરિ ફિલ્મ ગણપતમાં સાથે નજર આવવાની છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news