Akshay Kumar ની  'Bell Bottom' માં પ્રધાનમંત્રી બનેલી અભિનેત્રીને ઓળખી? નામ જાણી વિશ્વાસ જ નહીં કરો

ટ્રેલરની ખુબ ચર્ચા થઈ રહી છે. ટ્રેલરમાં 210 મુસાફરોને હાઈજેકર્સથી બચાવવાની આખી કહાની દર્શાવવામાં આવી છે. આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે. 

Akshay Kumar ની  'Bell Bottom' માં પ્રધાનમંત્રી બનેલી અભિનેત્રીને ઓળખી? નામ જાણી વિશ્વાસ જ નહીં કરો

નવી દિલ્હી: બોલીવુડ અભિનેતા અક્ષયકુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક બેલ બોટમ  (Bell Bottom) જલદી રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મનું ટ્રેલર પણ મંગળવારે રિલીઝ થઈ ગયું. અક્ષયકુમાર આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં બોલીવુડ અભિનેત્રીઓ પણ જોરદાર ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં વાણી કપૂર, હુમા કુરેશી અને લારા દત્તાના દમદાર રોલ છે. સામે આવેલા ટ્રેલરની ખુબ ચર્ચા થઈ રહી છે. ટ્રેલરમાં 210 મુસાફરોને હાઈજેકર્સથી બચાવવાની આખી કહાની દર્શાવવામાં આવી છે. આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે. 

આ દિગ્ગજ અભિનેત્રીને ઓળખવી મુશ્કેલ
અક્ષયકુમાર ફિલ્મ બેલ બોટમમાં અંડરકવર એજન્ટની ભૂમિકામાં જોવા મળે છે. જેનું કોડ નેમ 'બેલ બોટમ' છે. તેના માથે 210 મુસાફરોને બચાવવાની જવાબદારી ભારત સરકાર ફિલ્મમાં સોંપશે. ટ્રેલરમાં દેખાડવામાં આવેલા દ્રશ્યોમાં પ્રધાનમંત્રીની ભૂમિકા ભજવનાર અભિનેત્રીના હાલ ચારે બાજુ ચર્ચા છે. ફિલ્મમાં પ્રધાનમંત્રીની ભૂમિકા ભજવનારી અભિનેત્રી કોઈ 55-60 વર્ષની અભિનેત્રી નથી પરંતુ એક યંગ અને ખુબસુરત અભિનેત્રી છે. આ ભૂમિકા ફિલ્મમાં લારા દત્તા (Lara Dutta) એ ભજવી છે. 

— आशुतोष त्रिपाठी (@Ashuk2431) August 3, 2021

— Tapan mamta Joshi (@TapanJo23600609) August 3, 2021

મેકઅપ આર્ટિસ્ટના ખોબલે ખોબલે વખાણ
લારા દત્તાને આ પાત્રમાં ઓળખવી મુશ્કેલ પડે છે. લારા દત્તાનું આ પાત્ર ઈન્દિરા ગાંધીથી ઈન્સ્પાયર્ડ છે. જે અદ્દલ તેમના જેવી જ લાગે છે. વાળ અને સાડી પહેરવાની સ્ટાઈલ ઈન્દિરા ગાંધી જેવી જ છે. જેને પૂરેપૂરી રીતે કોપી કરવાનો લારા દત્તાએ પ્રયત્ન કર્યો છે. લારાએ આ ભૂમિકા કરવા માટે પ્રોસ્થેટિક્સ મેકઅપનો સહારો લીધો છે. લોકો લારા દત્તાના મેક અપ આર્ટિસ્ટના પણ ખુબ વખાણ કરી રહ્યા છે. લારાનું આ સ્વરૂપ જોઈને ફેન્સ ખુબ ચોંકી ગયા છે. તેની તસવીર સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. 

— Niilam Paanchal (@niilampaanchal) August 3, 2021

19 ઓગસ્ટે રિલીઝ થશે ફિલ્મ
અત્રે જણાવવાનું કે ફિલ્મને 3ડી અને નોર્મલ પ્રિન્ટ સાથે 19 ઓગસ્ટના રોજ ઈન્ટરનેશનલ લેવલ પર રિલીઝ કરવામાં આવશે. અક્ષયકુમારે બેલ બોટમનું ટ્રેલર પોતે સોશિયલ મીડિયા પર રિલીઝ કર્યું હતું. અક્ષય અને તેની આખી ટીમ ફિલ્મની રિલીઝને લઈને ખુબ ઉત્સાહિત છે. પૂજા એન્ટરટેઈન્મેન્ટના અધિકૃત યૂટ્યુબ ચેનલ ઉપર પણ તે શેર કરાયું છે. 

જુઓ ટ્રેલર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news