તો એટલા માટે લગ્ન ના કરી શક્યા લતાજી? આ ક્રિકેટરને કર્યો હતો પ્રેમ પરંતુ રહી ગયો અધૂરો...

લતાજીનો જન્મ 28 સપ્ટેમ્બર 1929ના રોજ મધ્યપ્રદેશના ઈન્દોરમાં થયો હતો. ઘરની સ્થિતિ સારી ન હોવાથી તેમણે અગણિત સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. તેમણે પોતાની મહેનત, સમર્પણ અને જુસ્સાથી આ સિદ્ધિ હાંસલ કરી છે.

તો એટલા માટે લગ્ન ના કરી શક્યા લતાજી? આ ક્રિકેટરને કર્યો હતો પ્રેમ પરંતુ રહી ગયો અધૂરો...

નવી દિલ્હીઃ આજે આપણે વાત કરીશું ગાયિકા લતા મંગેશકર (Lata Mangeshkar) ની લવ સ્ટોરી વિશે.. જેમણે પોતાના અવાજથી દુનિયાભરમાં એક આગવી ઓળખ બનાવી છે અને જણાવીશું કે તેમણે લગ્ન કેમ ન કર્યા? શું તે કોઈના પ્રેમમાં પડ્યા હતા? પ્રેમ હતો તો લગ્ન કેમ ન થયા? સૌથી પહેલા તો અમે તમને જણાવી દઈએ કે લતા મંગેશકર માત્ર ભારતીય જ નહીં પરંતુ સંગીતને ચાહનાર દરેક વ્યક્તિના દિલમાં વસે છે.

લતાજીનો જન્મ 28 સપ્ટેમ્બર 1929ના રોજ મધ્યપ્રદેશના ઈન્દોરમાં થયો હતો. ઘરની સ્થિતિ સારી ન હોવાથી તેમણે અગણિત સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. તેમણે પોતાની મહેનત, સમર્પણ અને જુસ્સાથી આ સિદ્ધિ હાંસલ કરી છે. લતા મંગેશકરે 30 થી વધુ ભાષાઓમાં 30 હજારથી વધુ ગીતો ગાયા છે. તેથી જ તેમને વર્ષ 1989માં દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા અને ત્યારબાદ 2001માં લતાજીને ભારતના સૌથી મોટા પુરસ્કાર ભારત રત્નથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

લતાજીના લાખો ચાહકોના મનમાં એક પ્રશ્ન અવશ્ય હશે કે લતાજીએ લગ્ન કેમ ન કર્યા? તો આજે અમે તમને લતાજીના પ્રેમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. કહેવાય છે કે લતાજી પણ કોઈના પ્રેમમાં પડી ગયા હતા પરંતુ લગ્ન ન થઈ શક્યા. તેમની પ્રેમ કહાની અધૂરી રહી.

એક માહિતી મુજબ લતા મંગેશકર ડુંગરપુર રાજવી પરિવારના મહારાજા રાજ સિંહ (Maharaja Raj Singh)ના પ્રેમમાં હતા. એક સમાચાર અનુસાર એવું કહેવાય છે કે રાજ સિંહે તેમના માતા-પિતાને વચન આપ્યું હતું કે તે કોઈપણ સામાન્ય પરિવારની છોકરી સાથે લગ્ન નહીં કરે અને તેથી જ મહારાજા રાજ સિંહ (Maharaja Raj Singh) છેલ્લી ઘડી સુધી પોતાના માતા-પિતા સાથે રહ્યા અને આપેલું વચન પાળ્યું. કહેવાય છે કે મહારાજા રાજ સિંહ લતા મંગેશકરના ભાઈ હૃદયનાથ મંગેશકરના મિત્ર પણ હતા.

ક્રિકેટનો શોખ રાખતા હતા રાજ સિંહ
લતા મંગેશકર જેમને પ્રેમ કરતા હતા તે પણ ક્રિકેટના ખૂબ શોખીન હતા. તેમણે લગભગ 16 વર્ષ સુધી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમી છે. ત્યારબાદ રાજ સિંહ 20 વર્ષ સુધી ક્રિકેટ બોર્ડ ઓફ ઈન્ડિયા (BCCI) સાથે જોડાયેલા રહ્યા. તેઓ બે ટર્મ માટે રાષ્ટ્રીય ટીમના પસંદગીકાર પણ હતા અને ચાર વખત ભારતીય ટીમના વિદેશ પ્રવાસનું સંચાલન પણ કર્યું હતું. વિકિપીડિયા અનુસાર તેઓ ભારતીય જનતા પાર્ટીના સભ્ય પણ રહી ચૂક્યા છે.

તેના સિવાય એક વાત એવી પણ ચર્ચાઈ રહી છે કે લતા મંગેશકરનું કહેવું છે કે ઘરની જવાબદારીઓને કારણે તેમણે લગ્ન કર્યા નથી. નાની ઉંમરમાં જ ઘરની મોટી જવાબદારીઓ તેમના પર આવી ગઈ હતી. એટલા માટે તેમણે ક્યારેય લગ્ન વિશે વિચાર્યું ન હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news