બ્રેકઅપના વર્ષો પછી MS Dhoni એક્સ ગર્લફ્રેંડ કરી રહી છે લગ્ન, શેર કરી લગ્નની તારીખ

મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni) ના કેરિયરની શરૂઆતમાં જ રાય લક્ષ્મીની સાથે તેમનું નામ જોડાઇ ગયું હતું. આ બંનેના સંબંધે મીડિયામાં ઘણ દિવસો સુધી ખલબલી મચાવી દીધી હતી.

બ્રેકઅપના વર્ષો પછી MS Dhoni એક્સ ગર્લફ્રેંડ કરી રહી છે લગ્ન, શેર કરી લગ્નની તારીખ

નવી દિલ્હી: અભિનેત્રી રાય લક્ષ્મી (Raai Laxmi) હાલ ઇન્ટરનેટ પર છવાયેલી છે. રાય લક્ષ્મીએ પોતાની સગાઇની જાહેરાત કરી છે. તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી જણૅઅવ્યું કે તે જલદી જ પોતાના પાર્ટનરની સાથે સાત જન્મોના બંધનમાં બંધાવા જઇ રહી છે. રાય લક્ષ્મીએ એક સ્ટેટમેન્ટ જાહેર કરીને આ વાતની જાહેરાત કરી છે. રાય લક્ષ્મીની આ સોશિયલ પોસ્ટ પર ફેન્સ ખૂબ કોમેન્ટ કરી રહ્યા છે અને તેમને આગામી જીવન માટે શુભેચ્છાઓ આપી રહ્યા છે.  

રાય લક્ષ્મીએ લખી આ પોસ્ટ
રાય લક્ષ્મી (Raai Laxmi) એ પોસ્ટમાં લખ્યું, 'થોડા સમયથી લોકો મને પ્રશ્ન પૂછી રહ્યા છે, એટલા માટે હું તેમને જવાબ આપી રહી છું. પહેલી વાત તો એ છે કે હું મારો સંબંધ છુપાવી રહી નથી. મને લાગે છે કે તેનાથી કોઇને મતલબ ન હોવો ન જોઇએ કે મારી જીંદગીમાં શું ચાલી રહ્યું છે? તેની સાથે-સાથે હું પ્રાઇવેસી ઇચ્છું છું. જી હાં અમે લોકોએ કેટલાક નજીકના મિત્રોને આમંત્રણ મોલક્યું છે. હું 27 એપ્રિલ 2021 ના દિવસે સગાઇ કરી રહી છું. આ બધુ અચાનક થયું છે, મારો પરિવાર ખુશ છે. હું પણ તે માણસની થવા માટે તૈયાર છું, જેની સાથે મારી જીંદગી પસાર કરવાની છે. 

— RAAI LAXMI (@iamlakshmirai) April 6, 2021

મહેન્દ્ર સિંહ ધોનીની સાથે રહ્યો છે સંબંધ
મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni) ના કેરિયરની શરૂઆતમાં જ રાય લક્ષ્મીની સાથે તેમનું નામ જોડાઇ ગયું હતું. આ બંનેના સંબંધે મીડિયામાં ઘણ દિવસો સુધી ખલબલી મચાવી દીધી હતી. ધોની અને રાય લક્ષ્મીના બ્રેકઅપના કારણોની ખબર પડી છે. ટાઇમ્સ ઓફ ઇન્ડીયામાં છપાયેલા રિપોર્ટ અનુસાર ઘણા વર્ષો પહેલાં આપેલા એક ઇન્ટરવ્યુંમાં રાય લક્ષ્મીએ બ્રેકઅપના વર્ષો પછી આ સંબંધને પોતાની ભૂલ ગણાવી હતી. 

રાય લક્ષ્મીએ કહી હતી આ વાત
ઇન્ડીયન એક્સપ્રેસમાં છપાયેલા એક સમચાર અનુસાર 'Julie 2' ના પ્રમોશન દરમિયાન રાય લક્ષ્મી (Raai Laxmi)એ કહ્યું હતું, 'આ વિશે વાત કરવાનું બંધ કરવું જોઇએ. આ ઘણા વર્ષો પહેલાંની વાત છે. હવે તે પરિણિતા છે અને તેની એક બાળકી પણ છે. આજની દુનિયામાં દરેકને બધી વાતો ખબર છે. તમે આજે કોઇને મળો છો અને બની શકે કે થોડા દિવસો પછી તે સંબંધ તૂટી જાય. આ જીવનની રીત છે, જ્યારે વસ્તુઓ યોગ્ય ન ચાલતી હોય તો તમારે આગળ વધવું પડે છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news