Ranbir Alia Wedding: લગ્નમાં આ ગીત પર ડાન્સ કરશે નીતૂ કપૂર, રિહર્સલનો વીડિયો થયો લીક

Ranbir Alia Weddingને લઈને નીતૂ કપૂર ખૂબ જ ખુશ છે. ત્યારે સોશિયલ મીડિયા પર નીતૂ કપૂરના ડાન્સનો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે રિહર્સલ કરતી નજરે પડે છે.

Ranbir Alia Wedding: લગ્નમાં આ ગીત પર ડાન્સ કરશે નીતૂ કપૂર, રિહર્સલનો વીડિયો થયો લીક

નવી દિલ્લી: રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નને લઈને જો કોઈ સૌથી વધુ એક્સાઈટેડ હોય તો તે છે નીતૂ કપૂર. સોશિયલ મીડિયા પર ડાન્સનું રિહર્સલ કરતી નીતૂ કપૂરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક્ટ્રેસ માધુરી દીક્ષિત અને રણબીર કપૂરના ગીત પર થીરકતી નજરે પડે છે.

‘ઘાઘરા’ ગીત પર કરશે ડાન્સ-
નીતૂ કપૂરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક્ટ્રેસ પોતાના પુત્ર રણબીર કપૂરની ફિલ્મ ‘યે જવાની હે દિવાની’નાં ફેમસ ગીત ‘ઘાઘરા’ પર ડાન્સ કરતી દેખાય છે.માસ્ટર રાજેન્દ્ર સિંહે શિખવાડ્યો ડાન્સ-
આ વીડિયોમાં નીતૂ કપૂરની સાથે એક કોરિયોગ્રાફર પણ નજરે પડે છે. આ કોરિયોગ્રાફર બીજુ કોઈ નહીં પણ ડાન્સ માસ્ટર રાજેન્દ્ર સિંહ છે. ઘણા ઓછા લોકોને ખબર હશે કે જ્યારે પણ કપૂર ખાનદાનમાં કોઈ ફંક્શન હોય છે તો રાજેન્દ્ર સિંહ જ બધાને ડાન્સ શીખવાડે છે.ડાન્સની બરાબર કરે છે પ્રેક્ટિસ-
નીતૂ કપૂરને જોઈને લાગે છે કે તે પોતાના પુત્રના લગ્નમાં કોઈ કસર બાકી રાખવા નથી માગતી. વીડિયોમાં એક્ટ્રેસ એક એક સ્ટેપને બહેતરીન કરવાનો પ્રયાસ કરે છે.

 

લગ્ન પહેલા પુત્ર અને થનારી પુત્રવધુ પર પ્રેમ લૂટાવ્યો-
નીતૂ કપૂરએ ઈન્સ્ટા પર એક વીડિયો પોસ્ટ કર્યો, જેમાં રણબીર અને આલિયા નજરે પડે છે. આ વીડિયોમાં રણબીર અને આલિયા વચ્ચે ક્યૂટ બોન્ડિંગ જોવા મળે છે. હકીકતમાં આ વીડિયો કપલની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના પ્રમોશન સમયનો છે. જેને નીતૂ કપૂરે હાર્ટ ઈમોજી સાથે શેર કર્યો.
 

 

નીતૂ કપૂરે હાથમાં લખાવ્યું ઋષિ કપૂરનું નામ-
આ ડાન્સ રિહર્સલના વીડિયો સિવાય નીતૂ કપૂરની મહેંદીએ પણ લોકોનુંધ્યાન પોતાના તરફ ખેંચ્યું. 13 એપ્રિલે રણબીર અને આલિયાની મહેંદી સેરેમની હતી. આ ફંક્શનમાં નીતૂ કપૂરે ઈન્સ્ટાગ્રામ પર પોતાના હાથની તસ્વીર શેર કરી હતી. આ તસ્વીરમાં નીતૂ કપૂરના હાથમાં મહેંદી લાગેલી છે, જેમાં ઋષિ કપૂરનું નામ લખ્યું છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news