‘ઓ ઓ જાને જાના...’નું ન્યૂ વર્ઝન થયુ વાયરલ, Video જોઇ તેમે પણ ગીતમાં ડૂબી જશો

બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાન તાજેતરમાં તેમની મોસ્ટ આવનારી ફિલ્મ દબંગ-3ના શૂંટિગમાં ઘણા વ્યસ્ત છે. ત્યારે બીજી તરફ તેમની જ એક ફિલ્મના સોન્ગ સોશિયલ મીડિયા પર જબરજસ્ત રીતે વાયરલ થઇ રહ્યું છે

‘ઓ ઓ જાને જાના...’નું ન્યૂ વર્ઝન થયુ વાયરલ, Video જોઇ તેમે પણ ગીતમાં ડૂબી જશો

નવી દિલ્હી: બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાન તાજેતરમાં તેમની મોસ્ટ આવનારી ફિલ્મ દબંગ-3ના શૂંટિગમાં ઘણા વ્યસ્ત છે. ત્યારે બીજી તરફ તેમની જ એક ફિલ્મના સોન્ગ સોશિયલ મીડિયા પર જબરજસ્ત રીતે વાયરલ થઇ રહ્યું છે. સલમાનની ફિલ્મ ‘પ્યાર કિયા તો જરના ક્યાં’નું એક સોન્ગ 21 વર્ષ બાદ પાછું ધૂમ મચાવી રહ્યું છે. 1998માં આવેલી આ ફિલ્મનું સોન્ગ ઘણું સફળ રહ્યું હતું. તેના બોલ હતા ‘ઓ ઓ ઓ જાને જાના.’ આ સોન્ગમાં સલમાન શર્ટલેસ જોવા મળ્યો હતો. હવે તેનું રિક્રિએશન કરવામાં આવ્યું છે જે ઇન્ટરનેટ પર છવાયેલું છે.

85 લાખથી વધારે વખત જોવામાં આવ્યો આ વીડિયો
તમને જણાવી દઇએ કે, સલમાન ખાનના આ સોન્ગને તાજેતરમાં જ યૂટ્યૂબ સેંસેશન ગુરાશિશ સિંહે રીક્રિએટ કર્યું હતું. જેનો વીડિયો જોતા જ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો હતો. સોન્ગને ગુરાશિશે પોતાના અંદાજમાં ગાયું છે અને લોકોને ખુબજ પસંદ આવ્યું છે. દ્વારા તાજેતરમાં જ યૂટ્યૂબ પર અપલોડ કરેલો આ વીડિયો અત્યાર સુધીમાં 85 લાખ વખત જોવામાં આવ્યો છે.

હૃદયને સ્પર્શી જાય તેવા આવાજ સાથે ગુરાશિશ સિંહ યૂટ્યૂબ પર ઘણો પોપ્યુલર સિંગરમાંથી એક છે. યૂટ્યૂપ પર ગુરાશિશ તેના અદ્ભુત મેશપ સોન્ગ માટે ઓળખાય છે.

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news